છેલ્લા થોડા વર્ષોથી જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ વારંવાર બને છે. ગયા વર્ષે ખુબ જ મોટા પ્રમાણમાં ઓસ્ટ્રેલીયાના જંગલોમાં આગ લાગી હતી. આ આગમાં ઘણા જાનવરોના મોત થયા હતા. જ્યારે આ આગ લાગવાની પ્રવૃતિઓના કારણે વિશ્વની 4400 કરતા વધુ પ્રજાતિઓ પર જોખમ રહેલું છે. સંશોધકોએ લોકો તેમજ સરકારને પર્યાવરણ પ્રત્યે માનવ સર્જિત ફેરફારનો સામનો કરવાની તેમજ સરકારને પર્યાવરણ મામલે કાયદાઓ ઘડવાની હાકલ કરાઈ છે.

વિજ્ઞાનના સામયિકમાં પ્રકાશિત થયેલા આ સંશોધનમાં ઝડપ અને ફ્રિકવન્સીના કારણે પ્રજાતિ પર જોખમ ઉભું થયું છે. ઈન્ડોનેશિયાના ઓરંગ ઉટાન અને ઓસ્ટ્રેલીયાના માલી ઈમ પ્રકારના પ્રાણીઓનો સમાવેશ થાય છે. આ જીવોમાં 19 ટકા પક્ષીઓની સંખ્યા છે, જ્યારે 17 ટકા ડ્રેગોન ફ્લાય અને 19 ટકા ફળીનો છે, તેમજ 16 ટકા જેટલા સસ્તન વર્ગના પ્રાણીઓ છે. આ દરેક પ્રજાતિઓ એવી છે કે જેના પર લુપ્ત થવાનો ખતરો છે. આ સજીવો પર આગ લાગવાથી આ સજીવો પૃથ્વી પર કાયમને માટે જોવા મળતા બંધ થઈ જશે.
જ્યારે વનસ્પતિઓમાં પણ અનેક વૃક્ષો અને છોડ છે જે નામશેષ થઇ શકે છે. આ વનસ્પતિઓ અને જીવો એવા જંગલમાં છે જ્યાં ક્યારેય પણ આગ લગતી ના હતી પરંતુ હાલમાં ત્યાં આગ લાગવા માંડી છે જેથી ત્યાની આબોહવા પર અસર થઇ છે. ક્વીન્સલેન્ડના જંગલોથી લઇ દક્ષિણ પૂર્વ એશિયા અને દક્ષિણ અમેરિકાથી આર્કટીક સુધી અત્યારે આગ લાગવાના બનાવો બને છે.

હવે જે વિસ્તારમાં આગ લાગે છે ત્યાં વર્ષોથી જંગલો રહેલા છે જે જંગલમાં રહેલા કચરો અને જૂના સુકાયેલા વૃક્ષોના કારણે આગ ધીમે ધીમે મોટું સ્વરૂપ ધારણ કરી લે છે જેથી તેને કાબુમાં કરવી ખુબજ અઘરું કામ છે. આ આગના વિસ્તારના કારણે દિવસો સુધી તેમાં આગ લાગેલી રહે છે અને તેના કારણે જંગલમાં રહેલા સજીવોની અમુક પ્રજાતિ નાશ પામે છે. હાલ આવી આગ પરિણામે 4400થી વધુ પ્રજાતિ પર ખતરો રહેલો છે. આ પ્રજાતિઓ માત્ર એવા જંગલમાં એક જ વિસ્તારમાં છે. જેથી ત્યાં આગ લાગે તો તે લુપ્ત થઇ શેક છે.