વર્ષ 2020 ના ચોમાચુ સત્રમાં મોદી સરકારે પસાર કરેલા ત્રણ વિવાદિત કૃષિ કાયદાના વિરોધમાં ફરી એક વખત ખેડૂતોએ આંદોલન છોડ્યું છે. 26 નવેમ્બરના રોજ ખેડૂતોની દિલ્હી કુચ આંદોલનને નિયંત્રિત કરવા માટે હરિયાણા અને પંજાબની સરહદ સીલ કરી દેવાઈ છે. જ્યારે દિલ્હીની સીમા પર ખુબ સખ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આંદોલનકારી ખેડૂતોએ જ્યાં બુધવારના રોજ વોટર કેનનને વેરવિખેર કરી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જયારે ગુરુવારે પાણીના ગેસના ગોળા ફેકવામાં આવ્યા. થોડાક વિસ્તારમાં ખેડૂતોએ પોલીસના બેરીકેટ ઉઘાડીને નદીમાં ફેંકી દીધા.

આ સાથે કેન્દ્ર તરફથી આદેશ આપવામાં આવ્યા છે કે કોઇપણ પ્રકારે કૃષિ બીલને રદ નહિ કરવામાં આવે કે નહીતો તેમાં કોઈ ફેરફાર કરવામાં આવે. સરકારે કહ્યુ છે કે આ કૃષિ બીલ ખેડૂતોના ફાયદામાં રહેશે. ખેડૂતોના આંદોલન પછી પણ સરકાર આ બીલને બદલાવ માટે તૈયાર નથી. ખેડૂતોના દિલ્હી ચલો આંદોલનને રોકવા માટે રોહતક ઈજ્જર સીમા પર સુરક્ષા બળો તૈનાત કરવામાં આવ્યા છે. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ આ ખેડૂત આંદોલનને લઈને સરકાર પર ટવીટ પર લખ્યું છે કે ખેડૂતોથી સમર્થન મુલ્ય છીનવવા વાળા કાયદાની વિરોધમાં ખેડૂતોનો અવાજ સાંભળવાની જગ્યાએ ભાજપ સરકાર એના પર ઠંડા પાણીનો મારો ચલાવે છે. ખેડૂતો પાસેથી બધુ જ છીનવાઈ રહ્યું છે જયારે પુંજીપતિઓની થાળીમાં બેંક, કર્જમાફી, એરપોર્ટ, રેલ્વે સ્ટેશન બધુજ આપવામાં આવી રહ્યું છે.

બોર્ડર પાર કરવા માટે ખેડૂતોએ બેરીકેટ ઉખાડયા જયારે પોલીસે ટીયર ગેસ અને ઠંડા પાણીના ફુવારાનો ઉપયોગ કર્યો. આ આંદોલનમાં મેઘા પાટકરને આગ્રામાં રોકવામાં આવ્યા, આ પ્રદર્શનમાં ગ્વાલિયર હાઇવે જામ કરવામાં આવ્યો. જ્યારે અંબાલામાં પણ ખેડૂતો અને પોલીસ સાથે ઝપાઝપી થઈ. આ પછી હરિયાણા અને પંજાબ વચ્ચેની શંભુ બોર્ડર પર ભીડને વેરવિખેર કરવા માટે તેના પર ટીયર ગેસના ગોળા છોડવામાં આવ્યા. કૃષિ કાયદાનો વિરોધ કરવા માટે દિલ્હી આવી રહેલા ખેડૂતો કરનાલ ના કર્ણ જિલ્લામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે. જયારે હરિયાણા સરકારે પંજાબ તરફ જનારી બસ સેવા પણ બંધ કરી દીધી છે. જેમાં હજારોની સંખ્યામાં ખેડૂતો કરનાલ બોર્ડર પર રોકી દેવામાં આવ્યા છે.
યોગેન્દ્રસિંહ યાદવ ખેડૂતોના સમર્થમાં પહોંચ્યા જ્યાં ગુરુગ્રામ પોલીસે તેમની ધરપકડ કરી લીધી છે. જ્યારે આ આંદોલન મામલે ભાજપ કોંગ્રેસ પર પ્રહાર કરી રહી છે. જયારે પોલીસ આંદોલન રોકવા માટે ડ્રોનનો ઉપયોગ કરી રહી છે.