આજે રાત્રીના 12 વાગ્યામાં ઉદય શિવાનંદ હોસ્પીટલમાં આગ લાગી હતી જેમાં સારવાર લઈ રહેલા લોકોમાંથી 5 લોકો જીવતા સળગી ગયા હતા. આ આઈસીયુ વોર્ડમાં સારવાર લઈ રહેલા બીજા લોકો ગંભીર રીતે આગમાં બળ્યા છે. જે આગને કાબુમાં કરવા માટે ઘટના સ્થળ પર પોલીસ અને નગરપાલિકાના અધિકારીઓ અને ફાયરબ્રિગેટનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. જ્યારે સૌથી મોટો સવાલ એ હતો કે આગ લાગી કેવી રીતે? શું કોરોનાથી બચવા માટે સારવાર લઇ રહેલા દર્દીઓ કેમ મરી રહ્યા છે? કેમ વારંવાર ગુજરાતની હોસ્પીટલમાં આગ લાગે છે? દર્દીઓ કોરોનાથી બચે છે જયારે આગથી મોત કેમ પામે છે? શું આ કોઈ દર્દીની કઠણાઈ હોય છે કે તંત્રની બેદરકારી? હોસ્પીટલની ભૂલ છે કે વીજ કંપનીની?

આ ઘટના અંગે તપાસ કરતા આ અગ્નિકાંડમાં ICUમાં વેન્ટીલેટરમાં શોર્ટ સર્કીટના કારણે આગ લાગી હોવાનું કારણ સામે આવ્યું છે. જેમાં હેમિલ્ટન, એલએન્ડટી અને ધમણ કંપનીના વેન્ટીલેટરનો સમાવેશ થતો હતો. આ મામલે ઉદય શિવાનંદ હોસ્પીટલના ટ્રસ્ટી અશોક મહેતાએ ખુલાસો કરતા કહ્યું છે કે ટ્રસ્ટે કોવિડ હોસ્પિટલ માટે શરૂ કરવાની ના પડી હતી પરંતુ કલેકટરે ફરજ પાડીને કોવીડ માટે ફરજ પડાવી હતી. જેમાં આ હોસ્પીટલનું સંચાલન કરતા ગોકુલ હોસ્પીટલે તંત્રને ભાડે આપી હતી.
જેથી આ ઘટનામાં કલેકટર સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. પહેલા આ હોસ્પિટલ આંખની હોસ્પિટલ ચાલતી હતી. સપ્ટેમ્બરથી કલેક્ટરના આદેશથી આ જગ્યા પર કોવિડ હોસ્પિટલ ચાલે છે. આ હોસ્પીટલનું સંચાલન ડૉ. પ્રકાશ મોઢા કરે છે અને ડૉ. તેજસ કરમટા હોસ્પીટલના સુપરિટેન્ડેંટ છે.

જયારે આ હોસ્પીટલમાં આગ લાગવાનું કારણ 11 કિલોવોટમાંથી ગેરકાયદે વીજ જોડાણ કરી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે અને PGVCL આ મામલે તપાસ કરી રહ્યું છે. વારંવાર હોસ્પિટલોમાં આગ લાગવાના અનેક કારણો છે, જેમાં મોટા ભાગની હોસ્પિટલો બીઝનેસમેં ચલાવે છે. છેલ્લા 1 વર્ષમાં આગની 10 ઘટનાઓ બની છે. ICUને જોડતા તમામ મશીનોનું વાયરીંગ ખૂલું હોય છે. જલ્દીથી કોરોના દર્દીઓને લેવામાં ખાનગી હોસ્પીટલોએ ઓક્સીજન ફીટીંગના નિયમો ન જાળવ્યા.
ICUમાં ઓછી જગ્યામાં વધુ પથારીઓ રાખવામાં આવી હોય છે. કોરોના સામે ધંધો દેખાતા નાની જગ્યાએ પણ હોસ્પિટલો ભાડે રાખી. હોસ્પિટલોને તંત્ર લાયસન્સ અને ફાયર એનઓસી સ્ટ્રક્ચર પ્રમાણે અપાય છે. પરંતુ હોસ્પિટલો પોતાની સગવડતા પ્રમાણે બદલી નાખે છે. ઓક્સીજન ટ્યુબ અને ICU ફીટીંગ માટે 1 મહિનાનો સમય જયારે અત્યારે 1 કે 2 દિવસમાં ફીટીંગ કરી નાખવામાં આવે છે. જયારે હોસ્પિટલો ડ્રેસિંગ રૂમમાં અને કન્સલ્ટીગ રૂમમાં પણ પથારી આપી દેવામાં આવે છે. આ બધા કારણોને હિસાબે આગ લાગવાના સમયે દર્દીઓને બચાવવાની તક ઓછી રહે છે અને દર્દીઓ આગમાં દાઝીને મૃત્યુ પામે છે.