કૃષિ બીલનો વિરોધ કરી રહેલા ખેડૂતોને આખરે દિલ્હી આવવાની મંજુરી આપવામાં આવી છે. દિલ્હી પોલીસે 9 સ્ટેડીયમને અસ્થાયી જેલ બનાવવાની દિલ્હી વિધાન ગૃહ મંત્રાલય પાસે માંગ કરી હતી પરંતુ દિલ્હી સરકારે અહિંસક રીતે આંદોલન કરવાનો ખેડૂતોને અધિકાર છે એમ જાહેર કરીને મંજુરી નકારી દેવામાં આવી છે. જ્યારે કેન્દ્ર સરકારે દિલ્હીના બુરાડીમાં પ્રદર્શન કરવાની મંજુરી આપી છે.

કૃષિ બિલનો વિરોધ કરવા દિલ્હી તરફ કુછ કરી રહેલા પંજાબ અને હરિયાણાના ખેડૂતો અને ખેડૂતો વચ્ચે શુક્રવારે સિંધુ બોર્ડર પર સંઘર્ષ થયો હતો જ્યારે બે વાગ્યે સ્થિતિ ખરાબ થઈ અને પોલીસે લગભગ 40 રાઉન્ડ ટીયર ગેસના ગોળા છોડ્યા હતા. આ વચ્ચે ખેડૂત સંગઠન અને દિલ્હી પોલીસ વચ્ચે લગાતાર સંઘર્ષ થવાથી અંતે દિલ્હીના બુરાડીમાં આવેલા નિરંકારી સ્ટેડીયમમાં પ્રદર્શન કરવાની મંજુરી મળી. હવે પોલીસ સાથે ખેડૂતો દિલ્હી પહોંચશે.
જયારે દિલ્હી મેટ્રોને સુરક્ષાના કારણોસર 6 મેટ્રો સ્ટેશનોથી આવનજાવન સેવા બંધ કરી દેવામાં આવી છે. જયારે ખેડૂતોએ પણ બુરાડી જવાની ના પાડી છે. જ્યારે પોલીસ દ્વારા તમામ ખેડૂતોને બુરાડી ગ્રાઉન્ડ સુધી લઇ જવાની તૈયારીઓ કરાઈ છે. જયારે આ ગ્રાઉન્ડ સુધી લઈ જવા પોલીસે જ એક રૂટ પસંદ કર્યો છે. આ આંદોલનમાં 5 લાખથી વધારે ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. જ્યારે ખેડૂતો જંતર મંતર અથવા રામલીલા મેદાનમાં પ્રદર્શન યોજી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે આ લગભગ 5 લાખ લોકોએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પાલન કરવાની તૈયારી દર્શાવી છે.

ખેડૂતો દિલ્હી તરફ કુચ કરી રહ્યા હતા, જેમાં ટ્રેકટરમાં જઈ રહ્યા ત્યાં તેમને ટ્રક દ્વારા રોકવાનો પ્રયાસ કરવામાં આવતા ટ્રક ટ્રેક્ટર સાથે અથડાયું હતું જેમાં 1 ખેડૂતનું મૃત્યુ થયું હતું અને 2 લોકો ઘાયલ થયા છે. જયારે કોરોના મહામારીના નામે કાનૂની નિયમો અનુસાર અહિંચક રીતે આંદોલન કરી રહેલા ખેડૂતોને રોકવામાં આવી રહ્યા છે. જેથી ખેડૂતો સવાલ કરી રહ્યા છે કે ચૂંટણી વખતે ગાઈડલાઈન્સ ક્યાં ગઈ હતી. જયારે પોતાના હિત માટે આ જગતનો તાત તમામ પડકારોની સામનો કરીને ચાલી રહ્યો હતો ત્યારે આ દુખદ ઘટના બનતા સૌને હચમચાવી દીધા છે.
હાલ આ અંદોલન કરી રહેલા ખેડૂતોએ લાંબા સમય સુધી ચાલે તેટલો રેશન, શાકભાજી, લાકડા અને ધાબળાની વ્યવસ્થા કરેલી છે. આ ખેડૂતો 6 રાજ્યના છે જેમાં યુપી, હરિયાણા, ઉતરાખંડ, રાજસ્થાન, કેરળ અને પંજાબના છે. આ આંદોલનમાં ઠંડા પાણીના ફુવારાઓ, ટીયર ગેસના સેલ, ટીયર ગેસ અને અનેક બેરીકેટો તેમજ ખોદેલા રસ્તાઓ બધાજ સામે સંઘર્ષ કરીને દિલ્હી પહોંચ્યા છે.