ભારતમાં બળાત્કારીઓ માટે એવા કાયદાઓ છે કે જેનાથી લોકોમાં કોઈ જ ડર પેદા થતો નથી અને વારંવાર આવા બનાવો બનતા રહે છે, પરંતુ દુનિયામાં એવા દેશો પણ છે જ્યાં આરોપીને જાહેરમાં એવી સજા કરવામાં આવે છે કે બીજા લોકોમાં પણ ડર પેદા થાય અને આવો ગુનો કરવાનું ટાળે. જેમાં અલગ અલગ પ્રકારની સજા કરવામાં આવે છે જેમાં પાકિસ્તાને નવા બનાવેલા કાયદામાં આરોપીને નપુંસક બનાવી દેવામાં આવે છે. જ્યારે અમુક દેશમાં આરોપીનું ગુપ્તાંગ કાપી નાખવામાં આવે છે, તો વળી કોઈ જગ્યાએ આરોપીને જંગલી જાનવરોના ખોરાક માટે છોડી દેવામાં આવે છે. જ્યારે અમુક દેશોમાં કાયદા અનુસાર તેને જાહેરમાં લોકો દ્વારા પથ્થરાઓ મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે.

જયારે આવો એક કાયદો ઇન્ડોનેસીયામાં છે જેમાં એક આરોપીએ બાળક સાથે રેપ કર્યો હતો અને જેથી તેને 146 કોરડા ફટકારવાની સજા કરવામાં આવી હતી. જયારે આરોપી કોરડા ખાવાથી બેહોશ થઈ ગયો હતો તો તેમને ડોકટરો દ્વારા સારવાર અપાવવામાં આવી હતી અને પછી પાછા કોરડા મારીને સજા પૂરી કરવામાં આવી. આવું ત્યાં જાહેરમાં જનતાની વચ્ચે કરવામાં આવ્યું જેથી લોકોમાં ડર પેદા થાય.

ઈન્ડોનેશીયામાં મુસ્લિમ બહુમતી ધરાવતા અસેહ નામના વિસ્તારમાં ઈસ્લામિક કાયદા તોડવા વિરુદ્ધ આવી સજા કરવામાં આવી હતી. આ કેન્દ્રની મંજુરી સાથે આ વ્યક્તિને આવી આકરી સજા કરાઈ હતી. અને ત્યાં આવા કાયદાઓને સરકાર દ્વારા આવા આકરા કાયદાઓને મંજુરી છે જેથી લોકોમાં ડર પેદા થાય અને લોકો આવી સજા જોવા માટે સાર્વજનિક રીતે ભીડ જમા થાય છે અને જેથી લોકો આવો ગુનો કરતા અચકાય. આ પ્રકારની સજા માટે લોકો દ્વારા પણ સહમતી આપવામાં આવે છે. આ સિવાય ત્યાં જુગાર અને દારૂ માટે પણ આવી જ ખતરનાક સજા કરવામાં આવે છે. જેથી ભાગ્યે જ ત્યાં આવા ગુના બને છે.