રાજે રાત્રીના બાર વાગ્યાની નજીક લાગેલી આગમાં કોરોના હેઠળ આઇસોલેશન વોર્ડમાં સારવાર લઇ રહેલા 5 લોકોના મોત થયા છે. અને કુલ જે વોર્ડમાં આગ લાગી હતી જેમાં કુલ 12 વ્યક્તિઓ હતા જેમાંથી 5 લોકોના મૃત્યુ થયા છે જ્યારે બાકીના ૭ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આગ લાગતા સમયે હોસ્પીટલમાં દેકારો મચી ગયો હતો અને લોકો દોડાદોડી કરવા લાગ્યા હતા.

આ સમયે એક વ્યક્તિ દોડી આવ્યો અને ખભા પર ઊંચકીને 7 લોકોને જીવતા બચાવી લીધા હતા જયારે 5 લોકોના ત્યાં જ મૃત્યુ થયા હતા. આ વ્યક્તિ કોણ હતો તે જાણતા બચાવનાર એક ત્યાનો કર્મચારી જ છે. જેમનું નામ અજય વાઘેલા છે. જેમણે કોવીડના 7 દર્દીઓને કોરોનાનો અને આગનો ડર રાખ્યા વગર ખભા પર ઊંચકીને બચાવી લીધા છે. અને તમામ દર્દીઓને વારાફરતી અગાસી પર સલામત જગ્યાએ પહોંચાડ્યા હતા.

સમાચાર મીડિયાએ સળગી રહેલા દર્દીઓને બચાવનાર અને મુસીબતમાં માનવતા મહેકાવનાર અજય વાઘેલા સાથે વાત કરતા જણાવ્યું છે કે અમુક દર્દીઓ વજનદાર હતા અને તેને લઈને ઉપર ચઢી શકાય તેમ નાં હતું, પરંતુ મેં ભગવાનનું સ્મરણ કરીને વારાફરતી ઊંચકીને અગાસી ઉપર મૂકી આવ્યો હતો. જેમાં આ વ્યક્તિઓને બચાવ્યા બાદ નજીકની ગોકુલ હોસ્પીટલમાં ખસેડ્યા હતા.

આ 7 વ્યક્તિઓને બચાવનાર અજય વાઘેલાના સમગ્ર ગુજરાતમાં બહાદુરી માટે વખાણ થઇ રહ્યા છે અને લોકો તેની બહાદુરીની પ્રશંસા કરી રહ્યા છે, સરકારી અધિકારીઓએ પણ આ અજય વાઘેલાને બહાદુરી અને હિમત માટે ભારોભાર પ્રસંસા કરી હતી.