ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી કોરોનાની વેક્સીન કોવેક્સીન ત્રીજા તબક્કામાં પહોંચી ગઈ છે, આ વેક્સીન ભારતની બાયોટેક અને આઈસીએમઆર (ICMR)એ સાથે મળીને બનાવી છે. હાલમાં હરિયાણા ભાજપના ગ્રુહ મંત્રી અને આરોગ્ય મંત્રીએ પણ આ રસીની ટ્રાયલ માટે વોલેન્ટીયર બન્યા હતા. હાલમાં કોવેક્સીનની ત્રીજા તબક્કાની ટ્રાયલમાં 26 હજાર જેટલા લોકો પર પરીક્ષણ કરવાનું છે. જેને લઈને ભારતના તમામ રાજ્યોની હોસ્પીટલમાં આ પરીક્ષણ માટે વિદ્યાર્થીઓ, બીઝનેસમેન અને મહિલાનો જોડાઈ રહ્યા છે.

હાલમાં ગુજરાતમાં ચાલી રહેલી ટ્રાયલ અમદાવાદની સોલા સિવિલ હોસ્પીટલમાં ટ્રાયલ શરૂ કરી થઈ છે. જેમાં સામેથી રસ દાખવીને વોલેન્ટીયર ટ્રાયલ માટે જઈ રહ્યા છે. સમાજના ઉપયોગ માટે થઈ રહેલું કાર્ય છે જેથી વહેલી તકે ટ્રાયલ પૂર્ણ થાય એ માટે લોકો પોતાની ફરજ સમજીને ટ્રાયલ કરવી રહ્યા છે. તમે પણ આ સેવામાં જોડાઈ શકો છો, જો તમે આ પરીક્ષણમાં વેક્સીન લગાવવા માંગો છો તો તમારે એક ફોર્મ ભરવાનું રહેશે.
આ ફોર્મમાં વેકસીનના ટ્રાયલ માટે વોલેન્ટીયરે 12 મહિના સુધી ભાગ લેવાની રહેશે, જેમાં 12 મહિના દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અને સપ્તાહ પ્રમાણે પ્રયોજક અને તબીબો સાથે કેવી રીતે રહેવું અને ટ્રાયલ માટે શું કરવું એ તમામ વિગતો આં ફોર્મમાં આપવામાં આવી છે. આ ફોર્મ ભરીને તેમાં સહી કરવાથી તમારા પર પરીક્ષણ કરવામાં આવશે. જેમાં જ્યારે આ ટ્રાયલ માટે જોડાઓ છો ત્યારે તમારી જવાબદારીઓ નક્કી કરવામાં આવે છે. આ ફોર્મમાં તમારા પર ટ્રાયલ પર શરૂ થાય છે ત્યારે અન્ય કોઈ ટ્રાયલમાં સામેલ નહિ થવાની સંમતિ તમારે આપવી પડે છે. આ ટ્રાયલ દરમિયાન વિવિધ લક્ષણોની રોજેરોજની નોંધ રાખવામાં આવે છે.

આ સિવાય વોલેન્ટીયરે પોતાના પર વિડીયો અને ઓડિયો રેકોર્ડીંગ કરવાની મંજુરી આપવી પડે છે. જયારે તમારું વિડીયો અને ઓડિયો સુરક્ષિત રહેશે તેવી પણ બાહેંધરી આપવામાં આવે છે. અને રેકોર્ડીંગ માટે તમને વાંધો નહિ હોવાની સહી લેવામાં આવે છે. આ વોલેન્ટીયરના દસ્તાવેજ અને ઓળખ સુરક્ષિત અને ગુપ્ત રાખવામાં આવશે. આ તમામ માહિતી સરકારી સંસ્થાને આપવામાં આવશે. જે અન્ય દેશની સંસ્થાઓને પણ આપવામાં આવી શેક છે.
જે ફોર્મ સંશોધન અને નિયમનકારી હેતુઓ માટે જોવામાં આવી શકે છે. ટ્રાયલ દરમિયાન થયેલી ઇજાનું વળતર આપવામાં આવશે. સાથે સમજાવવામાં આવેલ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે, અને અભ્યાસ માટે જરૂરી માહિતી ડોક્ટરને આપવાની રહેશે. આ ફોર્મ સહી કરતા પહેલા પરિવાર સાથે ચર્ચા કરી લેવાનો ઉલ્લેખ છે. ટ્રાયલ દરમિયાન ફોન દ્વારા કે કલીનીક મુલાકાત માટે તપાસ માટે જરૂર પડ્યે હાજર રહેવાની મંજુરી આપવી પડે છે. વોલેન્ટીયરના નામની જગ્યાએ એક નંબરનો ઉપયોગ કરવામાં આવશે જેનાથી વોલેન્ટીયર અને તેનો પરિવાર રેકોર્ડ પર ઓળખાય શકે.