શુક્રવારે બિહાર વિધાનસભામાં નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી નીતીશ કુમારે વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવ પર ખુબ ગુસ્સે થઈને પ્રહારો કર્યા હતા. જેમાં તેને કહ્યું તેને ચાલુ વિધાનસભામાં તેજસ્વી યાદવને ખખડાવી નાખ્યા. કહ્યું કે અમે અત્યાર સુધી ચુપ હતા. તેજસ્વી અમારા બેટા સમાન છે અને એમના પિતાજી અમારી ઉમરના છે. તને ઉપ મુખ્યમંત્રી કોણે બનાવ્યો હતો? તમે ચાર્જશીટેડ છો અમે બધું જ જાણીએ છીએ.

આ પહેલા વિધાનસભામાં હંગામો મચી ગયો હતો કે જ્યારે વિરોધ પક્ષના નેતા અને રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પર વ્યક્તિગત નિવેદન કર્યું હતું. ખુબ જ શોરબકોરના વચ્ચે નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદે તેજ્સ્વીના આ નિવેદનનો શર્મનાક જવાબ આપવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કહ્યુ હતું કે ગૃહની અંદર આવું નિવેદન શર્મનાક છે અને જેમણે મર્યાદાનું પાલન કરવું જોઈએ. રાજ્યના મુખ્યમંત્રી પર આ પ્રકારની કોમેન્ટ મારવી ન જોઈએ. આ ખરાબ રીતની પરંપરાની શરૂઆત છે.
ચૂંટણી પ્રસાર દરમિયાન કરવામાં આવેલ ભાષણના નિવેદનો તેજસ્વી યાદવે ગૃહની અંદર પણ ચાલુ રાખ્યા હતા. જેમાં જેણે મુખ્યમંત્રી નીતીશ કુમાર પર વ્યક્તિગત નિવેદન કર્યું હતું. એને કહ્યું હતું કે નીતીશ કુમાર પોતાની ચૂંટણી સભાઓ દરમિયાન લાલુના 9 બાળકોની વાતો કરતા હતા, કહેતા હતા કે બેટી પર ભરોશો ના હતો, દીકરાની લાલચમાં 9 બાળકો પેદા કર્યા. શું નીતીશ કુમારને દીકરી પેદા થવાનો ડર હતો જેથી બીજુ બાળક જ પેદા ના કર્યું? મને આશા છે કે મુખ્યમંત્રી એ વાત જાણે છે કે મારા માતાપિતાનું સૌથી નાનું બાળક એક છોકરી છે. જે બે દીકરાઓની પછી જન્મી હતી.

સતાધારી ગઠબંધનના વિરોધ પછી તેજસ્વી યાદવે ગૃહમાં કરેલા નિવેદનનો રાષ્ટ્રીય જનતા દળે બચાવ કર્યો હતો, રાષ્ટ્રીય જનતા દળના નેતા સુબોધ રાયે કહ્યું હતું કે વ્યક્તિગત રૂપે નિવેદનથી હુમલો ના કરવો જોઈએ પરંતુ જો કોઈ બીજો વ્યક્તિ વ્યક્તિગત હુમલો કરશે તો અમે પણ ચુપ નહિ રહીએ.
તેજસ્વી યાદવે આરોપ લગાવતા કહ્યું હતું કે હું નોકરીઓ વિશે બોલી રહ્યો હતો. હું બિહારના લોકોને નમસ્તક કરું છુ કે જેમણે અમને મત આપ્યા અને અમને સૌથી મોટી પાર્ટી તરીકે બનાવવામાં મદદ કરી. પરંતુ અધિકારીઓની તોડ જોડના કારણે અમને એ વાયદા પૂરા કરવાનો મોકો ના આપ્યો. વિધાન ગૃહમાં આ નિવેદનથી ભાજપના નેતા સંજય સરાવગીએ આ નિવેદનનો કરારો જવાબ આપતા કહ્યું છે કે તેજસ્વી પરિણામો પહેલા મુખ્યમંત્રી બનીને ફરી રહ્યા હતા, અત્યારે હાર મળી છે એના ટેન્શનમાં બેફામ નિવેદનો કરવા લાગ્યા છે.