કોરોના વાયરસ ચીનમાંથી ફેલાયો છે એ આખી દુનિયા જાણે છે ત્યારે ચીન બીજા દેશો પર આરોપ મૂકી રહ્યું છે, પહેલા અમેરિકા પર આરોપ મુક્યો હતો અને હવે ભારત પર આરોપ મૂકી રહ્યું છે, ચીન આખી દુનિયામાં સંક્રમણ પામી રહેલા કોરોનાને લઈને ભ્રમ ફેલાવી રહ્યું છે. ચીને આવો કર્યો છે કે કોરોના વુહાનમાં દેખાયો હતો એ પહેલા ઇટાલી સહીત દુનિયાના દેશોમાં ફેલાઈ ચુક્યો હતો.

હાલમાં ભારત અને ચીન વચ્ચે તણાવ ખુબ વકરેલો છે. છેલ્લા જુન માસથી ભારતની સરહદમાં ચીની સૈનિકોની ઘુસણખોરીમાં અથડામણ થયા બાદ તણાવ ખુબ વધેલો છે ત્યારે ચીન આરોપ મૂકી રહ્યું છે કે કોરોના વાયરસ ભારતથી સૌથી પહેલા દુનિયામાં ફેલાયો. ચીને મુકેલા આરોપ મુજબ ચીનની એકેડમી ઓફ સાયન્સીસની વિજ્ઞાનિકની ટીમે કહ્યું છે કે કોરોના વાયરસ ભારતમાં 2019 માં પેદા થયો છે. ટીમે દવો કરતા કહ્યું કે કોરોના પ્રાણીઓમાંથી દુષિત પાણીથી માણસમાં ફેલાયો છે, જ્યાંથી તે વુહાન પહોંચ્યો અને જ્યાં એની ઓળખ થઈ. પોતાના અહેવાલમાં ફીલોજેનેટીક વિશ્લેષણનો સહારો લઈને કોરોના વાયરસની તપાસ મેળવી. પહેલા વાયરસ સાવ નબળો હોય છે અને બાદમાં સક્રિય થાય છે. જેમાં તેના DNAમાં ફેરફાર થાય છે.

જે સાથે તેમણે કહ્યું છે કે વુંહાનમાં જે કોરોના વાયરસની ભાળ મળી તે અસલી વાયરસ નહોતો. કોરોના વાયરસ બાંગ્લાદેશ, અમેરિકા, ઓસ્ટ્રેલીયા, ગ્રીસ, ભારત, ઇટાલી, રૂસ અને સર્બિયા તેમજ ચેક રીપ્લીકમાં ઉત્પન્ન થયાનો પુરાવા મળ્યા છે. ચીની સંસોધનકારોએ આરોપ મુક્યો છે કે ભારત અને બાંગ્લદેશમાંથી આ વાયરસના નમુના મળ્યા છે.
જે ચીનના નજીકના દશો છે જેથી આ વાયરસ આ દેશમાંથી આવ્યો હોઈ શકે. જેના આ દાવાના આધારે કોરોના જુલાઈ કે ઓગસ્ટમાં 2019 માં ભારતમાં ફેલાયો છે. ચીનના આરોપ મુજબ ભારતમાં ખરાબ સ્વાસ્થ્ય સીસ્ટમ અને યુવા વસ્તીના પરિણામે આ બીમારી કેટલાય મહિના સુધી ઓળખ વગર ફેલાતી રહી અને તેની ઓળખ વુહાન પહોંચતા થઈ.