આંધ્રપ્રદેશના પૂર્વીય ગોદાવરી જિલ્લાના એક નાનકડા સમુદ્ર કિનારાના ગામ ઉપ્પદામાં આજે એક અનોખી ઘટના બની છે. જમદાની શૈલીની બુની સિલ્કની સાડીઓ માટે પ્રસિદ્ધ ઉપ્પદામાં તોફાની નિવાર વાવાઝોડા પછી લોકોની કિસ્મત ખુલી ગઈ અને લોકો માલામાલ થઈ ગયા.

આંધ્રપ્રદેના પૂર્વીય ગોદાવરી જીલ્લાના વિસ્તારમાં આવેલા એક નાનકડા ગામમાં એક અનોખી ઘટના બની અને લોકોનું ભાગ્ય ખુલી ગયું. આ ગામ સિલ્ક સાડીઓ માટે પ્રખ્યાત છે. જે ગામમાં નિવાર વાવાઝોડાનું તોફાન આવ્યું હતું પરંતુ આ તોફાન ગામના લોકો માટે વરદાન સાબિત થયું. સવારે લોકો જાગીને દરિયા કિનારે ગયા તો ત્યાં નાના મોતીના જેવા સોનાના ટુકડા મળી આવ્યા. સ્થાનીય માછીમારોને સમુદ્ર કિનારે નાના મોતીના ટુકડા જેવા સોનાના ટુકડા મળતા લોકોમાં ખુશીનો પર ના રહ્યો. સમુદ્ર કિનારે મળી આવેલા સોનાના મોતી જેવા ટુકડાની વાત વાયુવેગે આજુબાજુના ગામોમાં માં ફેલાઈ ગઈ. આ પછી હજારો લોકો પોતાની કિસ્મત માટે તોફાની વાવાઝોડાનો સામનો કરીને ઉપ્પદાના સમુદ્ર કિનારે પહોંચી ગયા હતા.

સ્થાનિક લોકોને સમુદ્ર કિનારે સોનાના ટુકડા મળવાનું કારણ શું છે એ સાફ નથી થઈ શક્યું. પરંતુ સ્થાનિક પોલીસે કહ્યું છે કે સમુદ્ર કિનારો તૂટવાની ઘટના વર્ષો પહેલા બની હતી. જેમાં કિનારાના બે મંદિર તણાય ગયા હતા. હાલના સમયે સમુદ્રના મોજામાં કેટલાક ઘરો તણાય ગયા છે. અંદાજે પાછલા 20 વર્ષમાં 150 એકર જમીન વિસ્તાર સમુદ્રમાં ડૂબી ગયો છે.
હવે આ ઘટના બાદ રાજ્યના અધિકારી આ વિસ્તારની મુલાકાત લેશે અને સ્થળનું નિરીક્ષણ કરશે. સ્થાનિક પ્રશાસન અધિકારીએ કહ્યું છે કે સમુદ્ર કિનારે માત્ર થોડાક લોકોને જ સોનું મળ્યું છે દરેક લોકો ભાગ્ય શાળી નહોતા. સ્થાનિક 50 લોકોને લગભગ 3500 રૂપિયાનું સોનું મળ્યાની વાત તેઓએ કહી છે.