મંગળયાનની ભવ્ય સફળતા બાદ ઈસરોને અનેક સંશોધક કરવામાં ખુબ જ પ્રોત્સાહન મળી રહ્યું છે. અત્યાર સુધીમાં અવકાશમાં ભારતે ઘણા સેટેલાઈટ મુક્યા છે, ઈસરો એક પછી એક સફળતાઓ મેળવતું જાય છે. આ પહેલા ઈસરો ચંદ્રયાન અને મંગળયાન અવકાશમાં મોકલી ચુકી છે. હાલમાં ઈસરો શુક્ર પર યાનને મોકલવાની તૈયારી કરી રહ્યું છે.

આ ઈસરોને યાન મોકલવા માટે સ્વીડનની એક અવકાશ સંશોધક સંસ્થા સહકાર આપવા તૈયારી દર્શાવી છે. આ શુક્રયાનમાં સ્વીડન સંસ્થા સ્વીડીશ ઇન્સ્ટીટયુટ ઓફ સ્પેસ ફીજીક્સ શુક્રયાન સાથે પોતાના પેલોડ યંત્રો મોકલશે. ભારતમાંથી લોન્ચ થનારું આ યાન 2023 માં અવકાશમાં રવાના થશે. પરંતુ હાલની મહામારીના કારણે તેમાં ફેરફાર થઈ શકે છે. શુક્રયાન મોકલવાનો હેતુ છે કે જ્યાં શુક્ર પર સૂર્યના કિરણોનો અભ્યાસ કરવાનો છે. સાથે સ્વીડન જેથી સ્વીડન વિનીયસ નેચરલ્સ એનલાઈઝર મોકલવા માંગે છે. ભારત દ્વારા ચન્દ્રયાન 1 મોકલ્યું હતું ત્યારે અનેક દેશોના લોકોએ શંકાઓ કરી હતી પરંતુ સ્વીડને ભરોશો રાખ્યો હતો અને જેથી પોતાના ઉપકરણો ભારત સાથે મોકલવા સહમત થયું.
શુક્ર પૃથ્વીની નજીક 19 મહિના બાદ આવે છે જેથી અઢી હજાર કિલોના શુક્ર્યાન સ્વીડનના સાથે મોકલશે. ભારતની અને સ્વીડનની આ બે સંસ્થાઓ સાથે મળીને 19 મહિનાઓ દરમિયાન ભારતને વહેલી તકે તૈયારી હશે તો તે કરીને યાન મોકલી દેવામાં આવશે. હાલમાં ભારતે 1 વર્ષ પહેલા ચંદ્રયાન -2 મોકલ્યું હતું પરંતુ ટેકનીકલ ખામીથી સંપર્ક તૂટી ગયો અને જેથી આ મિશનમાં સમસ્યાઓ આવી હતી. આ ઘટનાને પ્રોત્સાહન આપવા વડાપ્રધાન મોદી ખુદ ઈસરોના કાર્યાલયે લાઇવ નિરીક્ષણ કરી રહ્યા હતા.

ભારતનું મંગળયાન ખુબ જ સફળ રહ્યું હતું જેના લીધે અનેક સંશોધનોને વેગ મળ્યો હતો અને દેશ દુનિયામાં નોંધ લેવાઈ હતી, જેના પર ભારતીય ફિલ્મ પણ બની છે અને લોકોએ આ યાનના ખુબ જ વખાણ કર્યા હતા. આ મંગળ પર નાસા પણ સંસોધન કરી રહ્યું છે, જેમાં નાસાના ક્યુરીયોસીટી રોવરના ડેટાનો અભ્યાસ કરી રહ્યા છે. જેમાં મળતા તારણો અનુસાર મંગળ પર પુર આવ્યું હોવાનું જણાયું છે. જેમાં મંગળ પર પડેલા લીસોટા જોવા મળ્યા છે. જેથી અંદાજ લગાવી શકાય છે કે પુર સિવાય બીજી ઘટના બની ના શકી હોવી જોઈએ.
ભારત સ્વીડનના ઉપકરણો લઈને જશે તેની જાણકારી ભારતમાં સ્વીડનના વિદેશ સચિવાલયના રાજદૂત ક્લાસ મોલીન દ્વારા કરવામાં આવી છે. સ્વીડનની સંસ્થા આ મિશન સાથે વિનીયસ ન્યુટ્રલ્સ એનાલાઈઝર મોકલશે. આ ઉપકરણો દ્વારા શુક્રના વાતાવરણમાં અભ્યાસ કરશે અને એ બાબતનું સંશોધન કરશે સૂર્યના આવેશિત કણો શુક્રના વાયુમંડળ સાથે કેવી રીતે સંપર્ક કરશે. હાલમાં તો 19 મહિનાએ શુક્ર પૃથ્વીની નજીક આવતો હોવાથી જુન 2023 રાખવામાં આવ્યો છે પરંતુ કોરોનાને કારણે આ મિશન મોકૂફ રહીને જાન્યુઆરી 2025 પણ સુધી લંબાઈ શકે છે. આ સાથે શુક્ર્યાનમાં રૂસ, સ્વીડન અને જર્મની સહીત અનેક દેશોનું યોગદાન પણ રહેશે.