હાલમાં દેશમાં નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત પ્રોજેક્ટ હાથ ધર્યો છે અને જેમાં દેશમાં ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. દેશમાં મોદી સરકાર મુદ્રા યોજના હેઠળ લોન આપે છે. જયારે મોદીજીના આ પ્રોજેક્ટમાં સહભાગી થવા અને પ્રેરણા લઈને ધ તક્ષશિલા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ભૂજની અને કચ્છની એક ચાણક્ય કોલેજ ઓફ ફીજિયોથેરાફીસ્ટ દ્વારા ગુજરાતના વિધાર્થીઓને 4 વર્ષ અને 6 મહિનાનો કોર્ષ મફતમાં ભણાવવાનો પ્લાન કર્યો છે.

આ ફીજિયોથેરાફીસ્ટ બનવા માટે 12 સાયન્સના બાયોલોજી બી ગ્રુપના વિદ્યાર્થીઓ કરી શકે છે. જેના માટે આ કોલેજ દ્વારા ગુજરાતના વિધાર્થીઓને મફતમાં 2020ના મહામારીના સમયમાં તક આપવાનો પ્લાન બનાવ્યો છે, જેથી 12 સાયન્સમાં બાયોલોજી કરેલા વિધાર્થીઓ મફતમાં ડોક્ટર બની શકશે. હાલમાં ફીઝીયોથેરાપી ટ્રીટમેન્ટ ખુબ જ પ્રખ્યાત થઈ છે.
ચાણક્ય કોલેજ દ્વારા પ્રથમ વખત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા માટે આ નવતર યોજના બનાવી છે. જેમાં ખાસ કરીને દીકરીઓ ડોક્ટર બનીને બે પરિવારનું નામ રોશન કરે અને આજીવન આત્મનિર્ભર બની રહે તે માટે આ કોલેજ દેશ માટે, સમાજ માટે અને પોતાના આત્મ ગૌરવ માટે આ યોજના મૂકી છે.

આ વાત ચાણક્ય કોલેજના ટ્રસ્ટીઓ દ્વારા પત્રકાર પરિષદમાં જાહેર કરવામાં આવી છે. જેમાં ટ્રસ્ટના પ્રમુખ વાડીલાલભાઈ સાવલા છે. હાલમાં વિદેશમાં પણ ફીજિયોથેરાફીસ્ટની માંગ છે. ફિજિયોથેરાફીસ્ટ ડોક્ટરની ડીગ્રી, સામાજિક પ્રતિષ્ટા અને લોકોની સેવાના ભાગરૂપે આ ડીગ્રી કામ આવી શકે છે. આ ડીગ્રીના વિદ્યાર્થીઓ પોતાનું કલીનીક શરૂ કરી, પોતાની આવકમાંથી હપ્તા ભરી શકે છે. જેમાં માબાપ પાસેથી એકપણ રૂપિયો લેવાની જરૂર રહેતી નથી. જેમાં આ કોલેજમાં કોઇપણ જ્ઞાતિના વિધાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે.
આ કોલેજમાં પ્રવેશ લીધેલ વિધાર્થીઓને પોતાનું કલીનીક શરૂ કર્યા બાદ ફી ભરી શકે છે તેવી જોગવાઈ કરી છે. કોઇપણ વ્યાજ લેવામાં નહિ આવે. ત્યાના ટ્રસ્ટીઓએ શિક્ષણ પ્રત્યેની લગાવના કારણે આ કોલેજ સંસ્થા સ્થાપી હતી પરંતુ કચ્છ ભૂકંપના કારણે 2004 થી 2010 ટ્રસ્ટીઓએ ગયેલી ખોટ પોતાની આવકમાંથી ભરી હતી. અત્યારે લોક ડાઉનમાં પણ આ કોલેજ દ્વારા બસ ફી માફ કરી દેવાઈ છે. આમ શિક્ષણના ઉમદા હેતુ અને મોદીજીના આત્મનિર્ભર પ્રોજેક્ટના સાકાર કરવા વિધાર્થીઓને મફતમાં ડોક્ટર બનાવવાની જાહેરાત કરી છે.