રશિયાની કોરોના વેક્સીન હિમાચલ પ્રદેશના બદ્દીમાં તૈયાર કરવામાં આવશે. જે માટે બદ્દીની કંપની પનેશીયા સાથે કરાર થયો છે. જેથી ડીસેમ્બરમાં રૂસની વેક્સીન સ્પુટનીકનું ઉત્પાદન ચાલુ કરી દેવામાં આવશે. સાથે જ પાંવટામાં આવેલી મૈનકાઇંટ કંપની સાથે દવાના માર્કેટિંગ બાબતે વાટાઘાટો ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર પનેશીયા સાથે કરાર પહેલા બદ્દીની બીજી બે કંપનીઓ ડૉ. રેડ્ડી અને હેટ્રો સાથે વેક્સીન તૈયાર કરવા માટે વાત ચાલી રહી હતી. પરંતુ ઉત્તર ભારતમાં વેક્સીન બનાવનાર પનેશીયા જ એકમાત્ર કંપની છે.

એટલા માટે રશિયાએ આ કંપની સાથે કરાર કર્યો છે. જ્યાં રશિયા આ વેક્સીન તૈયાર કરાવશે. મળતી માહિતી અનુસાર પનેશિયા ફાર્મા કંપની પાસે રિચર્ચ અને ડેવલપમેન્ટ માટે પ્લાન્ટ તો નથી એટલા માટે આ કંપની બીજા માટે કામ કરે છે. રૂસ ભારતની આ દવા કંપનીમાં વેક્સીન તૈયાર કરાવવા માંગે છે. એટલે બદ્દીની કંપની આ વેક્સીન તૈયાર કરશે. બતાવવામાં આવ્યું છે કે વેક્સીન બનાવવા માટે કંપનીને ટેકનીક આપી દેવામાં આવી છે. કંપનીના પ્લાન્ટ સંચાલક રાજેશ ચોપરાએ બતાવ્યું છે કે આ વેક્સીન વિશેની તમામ માહિતી અમને બતાવવાનો અધિકાર નથી. અહિયાં જે કાઈ ઉત્પાદન થઈ રહ્યું છે તેના વિષે PMO કાર્યાલય બતાવી શકે છ અથવા તો કેન્દ્ર સરકાર બતાવી શકે છે.

બદ્દીમાં આવેલી પનેશીયા કંપની વેક્સીન તૈયાર કરશે. આ ઉત્તર ભારતની એક એવી કંપની છે જે વેક્સીન અને રસી બનાવે છે. આમ વિદેશની ઘણી કંપનીઓની રસીઓ ભારતમાં નિર્માણ થઈ રહી છે. હાલમાં સીરમ ઇન્સ્ટીટયુટમાં ઓક્સફોર્ડની વેક્સીન તૈયાર થઈ રહી છે. જ્યારે ભારત બાયોટેક અને આઈસીએમઆર તેમજ ઝાયડસની વેક્સીનો પણ ભારતમાં તૈયાર થઈ રહી છે.