હાલમાં થોડા સમય પહેલા નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે અમદાવાના સાબરમતી રિવરફ્રન્ટથી સરદાર સરોવરના સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે સી પ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી. પરંતુ સેવા હાલ પુરતી બંધ કરી દેવામાં આવી છે. જે સેવા શરૂ કર્યાને હાલ હજુ એક માસ જેટલો પણ સમય પૂર્ણ નથી થયો. હાલમાં આ સેવા બંધ કરવા પાછળનું કારણ મેન્ટેનન્સ સંબંધી સમસ્યાઓ હોવાનું કહેવાય છે.

આ સી પ્લેન 19 સીટરને માલદીવ પરત મોકલી આપવામાં આવશે. આ પ્લેન સંબંધી માહિતી મેળવતા લોકો આ પ્લેન 50 વર્ષ જુનું હોવાનું કહે છે. આ પ્લેનને નરેન્દ્ર મોદી દ્વારા દેશના એકતા પુરુષ સરદાર પટેલના 145માં જન્મ જયંતીના દિવસે 31 ઓક્ટોબરના રોજ આ સી પ્લેન સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું. 31 ઓક્ટોબરને સરદાર પટેલની યાદમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઓળખવામાં આવે છે.
ખાસ તો સત્તાવાર રીતે 1 નવેમ્બરના રોજ નાગરિકો માટે શરૂ કરવામાં આવી હતી. જેમાં અમદાવાદના વોટરડ્રમ અને કેવડીયા ખાતેથી ટીકીટ મળી શકે છે. જેમાં એક વ્યક્તિનું ભાડું 1500 રૂપિયા અને વધુમાં વધુ ભાડું સુવિધા પ્રમાણે 4800 રૂપિયા હોય છે. જેમાં અલગ અલગ બેઠક વ્યવસ્થા હોય છે જેમાં વીઆઈપી, સામાન્ય અને ગોલ્ડન, સિલ્વર અને વગેરે પ્રકારે છે.

આ સેવા ભારતમાં શરૂ કરવામાં આવેલી પ્રથમ સેવા છે, આ પહેલા કોઈ જગ્યાએ આવી સેવા શરૂ થઈ નથી. દેશની પ્રથમ સેવા ઉડાન યોજના હેઠળ શરૂ કરવામાં આવી છે. આ સેવા સ્પાઈસ જેટ કંપની દ્વારા ચાલુ હતી. ભારતમાં સેવા નરેન્દ્ર મોદીના નિરીક્ષણ નીચે કરવામાં આવ્યું હતું. પરંતુ મેન્ટેન્સમાં સમસ્યા આવી હતી એટલે આ સેવા હાલ પુરતી બંધ કરવામાં આવી છે. જે સુવિધા હવે ક્યારે શરૂ થશે અને અને કે પછી નવું પ્લેન મંગાવવામાં આવશે તેના વિષે કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી થઈ.