કાલે દેશના પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદની ઝાયડસ, હૈદરાબાદની ભારત બાયોટેક અને પુણેની સીરમ ઇન્સ્ટીટયુટની મુલાકાત લીધી હતી. આ તમામ વેક્સીન બનાવતા મથકો છે જ્યાંથી કોરોના સંક્રમણને રોકવા માટેની વેક્સીનનું નિર્માણ થઈ રહ્યું છે. માનનીય નરેન્દ્રભાઈ મોદીએ ત્રણેય સ્થળોએ રસી બનાવતા કાર્યનું નિરીક્ષણ કાર્યું હતું.

આ ત્રણેયસંસ્થાઓમાંથી સીરમની વેક્સીનની તમામ પરીક્ષણ ટ્રાયલ પૂરી થઈ ગઈ છે. આ વેક્સીન માટે ઓક્સફોર્ડ અને બ્રિટીશ સ્વીડીશ કંપની એસ્ટ્રાઝેનેકા દ્વારા સંશોધિત કરવામાં આવી છે અને ભારતમાં પુણેની સીરમ ઇન્સ્ટીટયુટમાં બની રહી છે, હવે આ વેકસીનની માત્ર રસીકરણ માટેની પરવાનગી બાકી છે, જયારે વહેલી તકે જયારે મંજુરી મળી જાય એટલે તરત જ રસીકરણની કામગીરી ચાલુ કરી દેવામાં આવશે.
પરંતુ સીરમ ઇન્સ્ટીટયુટની નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ સીરમના સીઈઓ આદર પૂનાવાલાએ જણાવ્યું છે કે વેક્સીનને તૈયાર કરવાની કામગીરી એડવાન્સ સ્ટેજ પર છે. આ વેક્સીનને કોવિશિલ્ડ નામ આપવામાં આવ્યું છે, અને ટ્રાયલમાં આ વેક્સીને ખુબ જ સારું પરિણામ આપ્યું છે. હવે આ વેકસીનની લાંબાગાળાની અસર તપાસવા કરતા વહેલી તકે લોકોના ઈમરજન્સી ઉપયોગ માટેની પ્રક્રિયા ચાલુ રી દેવામાં આવશે અને આ માટેની વિચારણા કેન્દ્રીય મંત્રાલયો સાથે વાતચીત ચાલી રહી છે.

નરેન્દ્ર મોદીએ વેક્સીન નિર્માણના સ્થળ સીરમ ઇન્સ્ટીટયુટની મુલાકાત લઈને વેક્સીન બાબતે વિસ્તૃત માહિતી મેળવી હતી અને આગળ રસીને લગતા તમામ નિર્ણયો માટેની નિરીક્ષણ કર્યું હતું. ભારત સરકાર તરફથી લેખિત જાણકારી નથી મળી પરંતુ એવા સંકેતો મળ્યા છે કે સરકાર આ વેકસીનના 30 થી 40 કરોડ ડોઝ લેશે. આ વેકસીનની નિર્માણ થનારી વેક્સીન સરકાર માર્ચ 2021 સુધીમાં આ ઇન્સ્ટીટયુટ પાસેથી લેશે તે નક્કી થયું છે. જોકે આવનારા સમયમાં અનેક વેક્સીનો આવવાની છે અને કોઈ સારું પરિણામ આપતી વેક્સીન કઈ છે તે સંપૂર્ણ વેક્સીનો તૈયાર થાય પછી જ ખબર પડશે. પરંતુ હાલમાં વધી રહેલી મહામારીને રોકવા વહેલી તકે બનનારી વેક્સીનનો ઉપયોગ કરવો હિતાવહ છે. જેથી આ તમામ રસીઓ આવનારા સમયમાં નાગરિકોને આપવાની શરૂઆત થઈ જશે.