કોવીડ-19 મહામારીના સંક્રમણ સામે રક્ષણ મેળવનાર વેક્સીન તૈયાર થઈ ગઈ હોવાની સંભાવનાઓ વધુ શક્ય બનતા જ દેશમાં રસીકરણ અભિયાન ચલાવવાની તૈયારી પુરજોશમાં ચાલી રહી હોવાની માહિતી આવી છે. સરકાર રસીકરણ કરનાર કુશળ કર્મચારીઓનું લીસ્ટ બનાવી રહી છે. જેમાં પ્રથમ ચરણમાં દેશના 2021માં પ્રથમ ચરણમાં 30 કરોડ દેશ વાસીઓને વેક્સીન લગાવવામાં આવશે.

બાકીના નાગરિકોને પણ આ પછી તબક્કાવાર વેક્સીન લગાવવામાં આવશે. અત્યારે સરકારી ક્ષેત્રમાં 70 હજાર કુશળ રસીકરણ કરી શકે તેટલા કર્મચારીઓ છે જયારે 30 હજાર ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને પણ આ અભિયાનમાં સામેલ કરવામાં આવે તેવી સંભાવના છે. આ વેક્સીનનું રસીકરણ કરવામાં ડોક્ટર, નર્સ અને લેબ ટેકનીશીયનોનો સમાવેશ થાય છે જે સંક્રમણ સામે રક્ષણ આપતી વેક્સીનને રેગ્યુલેટરો તરફથી મંજુરી મળી જતા જ લોકોને રસી લગાવવાનું શરૂઆત કરી દેશે. સત્તાધીશ અધિકારીઓ તરફથી આ માહિતી આપવામાં આવી છે.
એક સહયોગી સાથે કોઈ કુશળ અનુભવી કર્મચારી એક કલાકમાં 20થી 25 લોકોને રસી મૂકી શકે છે, પરંતુ કોરોના વેક્સીન લગાવવાની ઝડપ થોડી ઓછી રાખવામાં આવશે. 70 હજાર કર્મચારીઓ વ્યાપક રસીકરણના કાર્યક્રમનો પ્રથમ ચરણનો હિસ્સો છે. ત્યારે સ્વાસ્થ્યકર્મીઓ અને અગ્રીમ મોર્ચા પર તૈનાત અન્ય કર્રમચારીઓને રસી મુકવામાં આવે છે.

ધ નેશનલ એક્સપર્ટ ગૃપ ઓન વેક્સીન એડમિનિસ્ટ્રેશન ફોર કોવીડ-19એ હાલમાં FICCI, CII અને કેટલીક મોટી હોસ્પિટલોને શાંતિથી સંપર્ક કરીને પૂછ્યું છે કે રસીકરણ કરનાર કર્મચારીઓને કોઈ વિશેષ પ્રશિક્ષણ આપવાની જરૂર પડશે કે નહિ? એકવખત આ વ્યક્તિઓનું લીસ્ટ તૈયાર કરીને કોવીન ડેટાબેઝ પર તેને અપડેટ કરવામાં આવશે.
કેન્દ્ર સરકાર વેક્સીન ખરીદી, વિતરણ અને તેને નાગરિકોને લગાવવા માટેની બધી પ્રક્રિયાઓને તૈયાર રાખવામાં આવી રહી છે. નવા રસીકરણ કરનાર વ્યક્તિઓને ડીઝીટલ IGOT પ્લેટફોર્મ પરથી ટ્રેનીંગ આપવામાં આવશે. જેમાં મેડીકલ લાઈનના તમામ કર્મચારીઓનો સમાવેશ થાય છે.