ભારતમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલન મામલે સોનું સુદે એક ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું કે ખેડૂતો મારા ભગવાન છે. સોનૂ સૂદ ખેડૂતોના આ આંદોલનને યોગ્ય ગણાવી રહ્યા છે. પરંતુ આ મામલે તે ટ્રોલ થઈ રહ્યો છે.

સરકારે કૃષિ કાયદાઓ બનાવ્યા છે અને જે કાયદાઓ ખેડૂત વિરોધી હોવાનું કહીને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, છેલ્લા 3 દિવસથી આંદોલન જોર પકડી રહ્યું છે, ખેડૂતો પંજાબ અને હરિયાણા ખેડૂતો કુચ કરી દિલ્હી તરફ જવા નીકળ્યા હતા, જેમાં સરકાર દ્વારા હરિયાણા અને પંજાબથી દિલ્હી તરફની સરહદો પર સુરક્ષા વધારી દીધી હતી અને ખેડૂતોને રોકવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ પોલીસના બેરીકેટ તોડીને, ટીયર ગેસના ગોળાઓ છોડીને, તેમજ ઠંડા પાણીના ફુવારાથી રોક્યા હતા, રસ્તાઓ ખોદીને રોક્યા હતા તથા ટ્રક અને જેસીબીઓ મુકીને રોકવા છતાં ખેડૂતો અડગ રહ્યા અને દિલ્હી તરફ જઈ રહ્યા હતા, અંતે સરકારે દિલ્હીના બરાડી સ્ટેડીયમમાં પ્રદર્શન કરવાની છૂટ આપી છે.

જ્યારે આ મામલામાં કેન્દ્ર સરકારના કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલું આંદોલન દિલ્હી પહોંચ્યું છે. હાલમાં સિંધુ બોર્ડર પર પણ તણાવ છે. જેમાં હરિયાણા અને પંજાબના ખેડૂતો ભેગા થયા છે અને પથ્થર મારવા જેવી ઘટનાઓ પણ બને છે. જયારે સોનૂ સૂદના કરેલા ટ્વીટ કે જેમાં ‘ખેડૂતો મારા ભગવાન છે’ જેનો ટ્રોલર્સ જવાબ આપીને ટ્રોલ કરી રહ્યા છે. ટ્રોલર્સ કહે છે કે સર છૂપાઈને કેમ ખુલ્લીને વિરોધ કરોને. મોદી ખેડૂત વિરોધી છે. તેમ લખ્યું છે. જ્યારે બીજા ટ્રોલર્સે લખ્યું છે કે સર એકવાર વાંચવું હતું કે ખેડૂતો જે વિરોધ કરી રહ્યા છે તે કોંગ્રેસ દ્વારા આયોજિત છે.
સોનૂ સૂદ સોશિયલ મીડિયામાં એક્ટીવ રહે છે, સાથે સમાજસેવામાં પણ, કોરોના સંક્રમણ દરમિયાન સોનૂ સૂદ અનેક લોકોને મદદ કરીને મસીહા બની ગયો છે. આજે પણ અનેક લોકોને તે મદદ કરી રહ્યો છે. ત્યારે તેમનો એક ફેંસ તેમણે મળવા બિહારથી મુંબઈ સાઇકલ લઈને નીકળ્યો હતો. જયારે સોનું સૂદને આં વાતની ખબર પડતા તેને આ ફેંસ માટે વારાણસીથી ફ્લાઈટની ટીકીટની વ્યવસ્થા કરવી આપી હતી. જે આ ફેન્સને મનાવીને ફ્લાઈટ ટીકીટ આપી અને રહેવા હોટલની વ્યવસ્થા પણ કરવી આપી હતી.