પંજાબથી દિલ્હી આંદોલન માટે જવામાં મહિલા ખેડૂતો પણ પાછળ નથી અને ખેડૂતો સાથે કેટલીય મહિલાઓ પણ આવી છે. જે ખેડૂતો સાથે કુંડલી બોર્ડર પર રોકાયેલી છે. મહિલાઓનું મંડળ ખેડૂતો માટે ભોજનની વ્યવસ્થા કરે છે સાથે આંદોલનમાં બરાબરનું યોગદાન આપી રહી છે. મહિલાઓનું કહેવું છે કે તે પોતાનો હક લેવા માટે આવી છે અને પોતાના હકની લડાઈ લડી રહી છે.

તેઓ કહે છે કે આ હક મળ્યા બાદ જ તે ફરી ઘરે જશે. અને કહે છે કે આ આંદોલનમાં પોતાનો જીવ ચાલ્યો ગયો તો પોતાની દીકરીઓ અને વહુઓ આવીને આ ખેડૂતોને મદદ કરશે. કુંડલી બોર્ડર પર પહોંચેલી મહિલાઓએ કહ્યું છે કે તેની સાથે વૃદ્ધ અને યુવાન મહિલાઓ પણ આવી છે. જે ખેડૂતો સાથે ભોજનની વ્યવસ્થા સાથે પોતાના હકની લડાઈમાં યોગદાન આપી રહી છે. મહિલાઓએ કહ્યું છે કે તે કપડા અને બિસ્તરાઓ સાથે લઈને આવી છે. સરકારે ખેડૂતોને બરબાદ કરવા માટે ત્રણ કાયદાઓ બનાવ્યા છે. અને આ કાયદાઓ પરત લેવા બાદ જ તેઓ પાછા ફરશે.

આ તમામ લોકોનું કહેવું છે કે તેઓ તેમની પાસે 6 મહિના ચાલે તેટલું અનાજ લઈને આવ્યા છે. સરકાર તેઓને દિલ્હી જવા માટે જ્યાં પણ રોકશે ત્યાં તેઓ રોકાઈને પ્રદર્શન ચાલુ કરી દેશે. તેઓએ કહ્યું છે જયારે પણ રસ્તો ખુલો મળશે ત્યારે તેઓ દિલ્હી તરફ કુચ કરવાનું ચાલુ કરશે. તેઓ ખેડૂત પરિવારમાંથી છે છે અને આજ સુધી વર્ષોથી ખેડૂતોએ ક્યારેય હાર નથી માની, આ વર્ષે પાક નિષ્ફળ જાય તો બીજા વર્ષે પણ તેઓ એ પાક વાવે છે. ખેડૂતો દેશ માટે અનાજ પકવે છે. જ્યારે સરકાર ખેડૂતોને દબાવવા લાગી છે. તે સહન નહિ કરવામાં આવે.
સરકાર જ્યાં કહેશે ત્યાં રોકાઈને પોતાનું આંદોલન આગળ વધારશે. ખેડૂત એક એવો સમાજ છે જે દેશનું પેટ ભરે છે. કેન્દ્ર સરકાર ખેડૂત પર અત્યાચાર કરી રહી છે. અત્યારે એવો સમય આવ્યો છે જેમાં ખેડૂતોને રસ્તા પર ઉતરવું પડ્યું છે. સાથે મહિલાઓ છે, ખેડૂતો ઘર છોડીને નીકળી ગયા સાથે મહિલાઓ છે તેઓ જીવ દેવો પડે તો પણ આગળ આપીને જીવ આપવા તૈયાર છે તેવું આ મહિલાઓ તરફથી કહેવામાં આવ્યું છે.