અમેરિકાની ઈન્વેસ્ટીગેશન સંસ્થા FBIએ ભારતના એક વ્યક્તિની માહિતી અને ભાળ આપનાર વ્યક્તિને 74 લાખ ઈનામ આપવાની જાહેરાત કરી છે. અમેરિકાની ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશનએ આ રકમની જાહેરાત કરી છે. જે રકમ અમેરિકન ડોલર પ્રમાણે 1 લાખ ડોલર જેટલી થાય છે.

આ સંસ્થાએ 2017 માં જાહેર કરેલી મોસ્ટ વોન્ટેડ 10 વ્યક્તિઓની યાદીમાં આ ગુજરાતી યુવકનું નામ શામેલ છે. આ વ્યક્તિ મૂળ ભારતીય છે અને જેનું નામ ભદ્રેશકુમાર ચેતનભાઈ પટેલ છે. આ વ્યક્તિનો જન્મ પણ ગુજરાતમાં જ થયો છે, અમદાવાદ જીલ્લાના વિરમગામમાં આવેલા કંતોદ્રી ગામમાં થયો છે.
આ વ્યક્તિની આજ સુધી અમેરીકન એજેન્સીને ભાળ મળી નથી. જયારે અત્યારે ફરી વખત તેની નામ જાહેર કરીને જે આ વ્યક્તિ વિશે માહિતી આપશે તેને 1 લાખ અમેરિકન ડોલર રકમ ઈનામ આપવાની જાહેરાત કરી છે. આ વ્યક્તિ દ્વારા 2015માં તેમના પત્નીને પલકની હનોવરમાં આવેલા મેરીલેન્ડ રાજ્યમાં ડંકીન ડોનેટસના કોફી શોપમાં ચાકુ મારીને હત્યા કરી નાખવાનો આરોપ છે.

આ ઘટના બાદ આ વ્યક્તિનો કોઈ પતો નથી અને અમેરિકાની FBI એ મોસ્ટ વોન્ટેડ વ્યક્તિની યાદીમાં આ વ્યક્તિનું નામ જાહેર કર્યું હતું. FBIએ કહ્યું છે કે જે કોઈ આ વ્યક્તિને ઓળખે છે, જાણે છે તેઓને અને જેને ખબર છે તે નજીકની એજેન્સી કે અમેરિકન એજેન્સીનો સંપર્ક કરવા કહ્યું છે. ત્યાની જાહેરાત મુજબ હત્યા કરવા સમયે આ વ્યક્તિ 24 વર્ષનો હતો અને તેની 21 વર્ષની પત્ની પર રસોઈના ચાકુથી ઘા કર્યો હતો અને ત્યાં હાજર તમામ વ્યક્તિઓએ આ ઘટના જોઈ હતી. આ કપલ આ કોફીશોપ માંજ કામ કરતું હતું.
ન્યુજર્સીની એક હોટલમાંથી છેલ્લી વખત નેવાર્કના એક સ્ટેશનમા એક ટેક્સી લીધી હતી. અને ત્યાંથી આ વ્યક્તિ ગાયબ થઈ ગયો હતો. ત્યારબાદ અમેરિકામાં ભારતીય વ્યક્તિએ હુમલો કર્યો હોવાથી ત્યાં હિસા ભડકી ગઈ હતી અને લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. અને લોકો આ વ્યક્તિને પકડવાની માંગ કરી રહ્યા હતા. જયારે પોલીસ અને તંત્ર માટે આ ઘટના કસોટી તરીકે સાબિત થઈ અને હજુ સુધી ૫ વર્ષમાં પોલીસ આ વ્યક્તિને પકડી શકી નથી. આ વ્યક્તિને પોલીસે અને ઇન્વેસ્ટીગેશન સંસ્થાએ ભયંકર ક્રુરતા અને હત્યા માટે આ વ્યક્તિને મોસ્ટ વોન્ટેડ યાદીમાં સમાવેશ કર્યો છે. અને તેના ઓળખ આપવા બદલ 74 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે.