આધુનિક જીવન પદ્ધતિએ આપણા સમાજમાં કેટલીક તકલીફો વધારી છે. આમાંની જ એક તકલીફ છે. ‘કબજિયાત’ આયુર્વેદમાં કબજિયાતનાં અનેક નામો છે જેમ કે વિબંધ, અનાહ, મળબદ્ધતા, કોષ્ટબદ્ધતા, મળાવરોધ વગેરે.
દરરોજ નિયમિત મળશુદ્ધિ ન થાય તો તમને કબજિયાત હોય શકે છે અને તમારા શરીરમાં તૈલી પદાર્થો’ની ઉણપ હોય છે. જો તમને કબજિયાત થઇ જાય તો માથું ન મારી રાખતા જો આમ કરશો તો તમારે ગંભીર પરિણામ ભોગવવા પડશે.
કબજિયાતને દુર કરવા માટે/ ઘણાબધા દેશી અને વિલાયતી ઉપચાર ઉપલબ્ધ છે, પણ કબજિયાત માટે આયુર્વેદિક ઉપચાર જ સૌથી સારો રહેશે.
કબજિયાત થવાના કારણો:
દૂધની મીઠાઈઓ, મેંદાની બનાવટ, ઘી, તેલ કે ચરબીમાં તળેલા કે શેકેલા પદાર્થો, કંદમૂળ-શાકો, બદામ, અખરોટ, સિંગ વગેરે કબજિયાત કરનારા હોવાથી તેનો ત્યાગ આવશ્યક ગણાવાય છે. ખાંડ, ચા, કોફી, સ્ટાર્ચ, ચોકલેટ વગેરે કબજિયાત વધારે છે.
આયુર્વેદની મદદથી કઈ રીતે કબજિયાત દુર કરી શકાય તેના કેટલાક ઘરગથ્થું ઉપાય નીચે દર્શાવામાં આવ્યા છે:
ઉપાય 1: ૨૦ થી ૨૫ કાળી સૂકી દ્રાક્ષ સવારે પાણીમાં પલાળી રાખવી અને બીજા દિવસે તેને સવારે નરણાં કોઠે ખૂબ ચાવીને ખાવાથી ધીમે ધીમે કબજિયાત મટે છે.
ઉપાય 2: પાકા ટામેટાનો એક કપ રસ મિક્ષરમાં તૈયાર કરી નાખો અને થોડો ટાઈમ નિયમિત પીવાથી તમારા આતરડાનો રહેલું મળ છુટું પડી જશે અને કબજિયાતમાંથી છુટકારો મળી જશે.
ઉપાય 3: બે કપ જેટલાં પાણીમાં એક ચમચી ત્રિફળા ચૂર્ણ નાંખી ઊકાળવું. તે ઊકળતાં એક કપ પાણી બાકી રહે ત્યારે તે ઉતારી, ઠંડુ પાડી રાત્રે સૂતી વખતે પી જવાથી જૂની કબજિયાત પણ મટે છે અને છુટકારો મળે છે.
ઉપાય 4: રાત્રે સુતા પહેલા ગ્લાસમાં ગરમ દૂધ લઇને તેમાં ગાયનું દેશી ઘી લઇને એક બે ચમચી પી જવાથી કબજિયાત મટી જશે.
ઉપાય 5: લીંબુના રસને ગરમ કે ઠંડા પાણીમાં નાખીને સવાર કે સાંજે પીવાથી કબજિયાતમાંથી છુટકારો મળે છે.
ઉપાય 6: એક ગ્લાસ પાણીમાં બે ચમચી ગરમાળાનો ગોળ નાખી ઊકાળીને ઠંડુ પાડી પીવાથી વર્ષો જૂની કબજિયાત પણ મટે છે.
ઉપાય 7: રાત્રે બે ચમચી ઈસબગુલને એક ગ્લાસ પાણી કે દૂધમાં ભેળવી દો. સવારે તેમાં એક ચમચી ખાંડ ઉમેરીને પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થશે. ઈસબગુલની કોઈ આડઅસર નથી. તમે દરરોજ તેને ઉપયોગ કરી શકો છો.
ઉપાય 8: એક ગ્લાસ હૂંફાળા દૂધમાં બે ચમચી એરંડિયું- દિવેલ નાખી રાત્રે સૂતી વખતે પીવાથી પણ કબજિયાત મટે છે.
ઉપાય 9: રાત્રે સુતા પહેલા એક અથવા બે સંતરા ખાવાથી કબજિયાત મટે છે.
ઉપાય 10: ગરમ પાણીમાં એક ચમચી આદુનો રસ, એક ચમચી લીંબુનો રસ તથા તેમાં બે ચમચી મધ મેળવીને પીવાથી કબજિયાત મટી જાય છે.
મિત્રો આ ઉપચાર દરેક વ્યક્તિ સુધી પહોચાડો અને શેર કરો
કબજિયાતવાળી વ્યક્તિઓને ચરબી ઓછી હોય એવા આહાર દ્વવ્યો, સૂંઠ નાંખીને ઊકાળેલું નવશેકું દૂધ, મલાઈ કાઢી નાંખેલું પનીર, પાંદડાવાળા શાકભાજી, કોરી રોટલી અને ઋતુ પ્રમાણેના ફળોનો ઉપયોગ કરવો જોઈએ.
કબજિયાતવાળી વ્યક્તિઓએ ઉપર્યુંકત કોઈપણ એક ઔષધ ઉપચાર કરવો.