સારી ડાઈટ અને વ્યાયામ આપણા સ્વાસ્થ્ય માટે હમેશા લાભદાયી રહે છે. આ ઉપરાંત આપણું ભોજન, ભોજનનો સમય, રીત પણ આપણા સ્વાસ્થ્યને ખુબ જ પ્રભાવિત કરે છે. તેવી જ રીતે જમ્યા પછી પણ અમુક નિયમોનું પાલન કરવું જરૂરી છે. જમ્યા બાદ અમુક કાર્યો કરવાથી આપણે ઘણી ખતરનાક બીમારીનો સામનો કરવો પડે છે.
આપણામાંથી ઘણા લોકોને નથી ખબર હોતી કે જમ્યા બાદ શું ન ખાવું જોઈએ, તેમજ શું ન કરવું જોઈએ કારણ કે દરેક વસ્તુના એક સમય હોય છે. જો તેનું પાલન ન કરવામાં આવે તો તેના પરિણામો ખરાબ મળે છે જે આપણા માટે ખતરનાક તેમજ જીવલેણ સાબિત થઇ શકે છે.
1: જમ્યા બાદ ધુમ્રપાન ન કરવું : જમ્યા બાદ તરત જ ક્યારેય ધુમ્રપાન ન કરવું જોઈએ. તે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. જમ્યા બાદ એક સિગરેટ પીવી તે 10 સિગરેટ પીવા બરાબર હોય છે. તેનાથી કેન્સર થવાની સંભાવના વધે છે.
2: જમ્યા બાદ પાણી ન પીવું : લગભગ લોકોની જમ્યા બાદ પાણી પીવાની આદત હોય છે પરંતુ આ આદત ખુબ ભારી પડી શકે છે. જમ્યા બાદ ક્યારેય ભૂલથી પણ પાણી ન પીવું જોઈએ. તેનાથી શરીરમાં ઘણી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. જમ્યા બાદ પાણી પીવાથી ખાધેલો ખોરાક પચવાને બદલે શરીરમાં સડવા લાગે છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકશાનકારક નીવડે છે. તેનાથી મોટાપો, ગેસ, વજન વધવો તેમજ એસીડીટી જેવી સમસ્યાઓ થાય છે.
3: જમ્યા બાદ તરત જ ક્યારેય ન સુવું જોઇને : ઘણા લોકોની જમ્યા પછી તરત સુવાની આદત હોય છે, પરંતુ આ આદત સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક સાબિત થાય છે. આવું કરવાથી ખાધેલો ખોરાક બરાબર પચતો નથી જેના કારણે ગેસ અને મોટાપા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
4: જમ્યા બાદ નહાવું ન જોઈએ : ઘણા લોકો જમ્યા બાદ નાહવાનું પસંદ કરતા હોય છે. પરંતુ તેવું કરવાથી પેટની ચારેય બાજુ રક્તનો પ્રવાહ વધી જાય છે અને તેના લીધે પાચનક્રિયા ધીમી પડી જાય છે. જે શરીર માટે ખુબ નુકશાનકારક થઇ સાબિત થઇ શકે છે.
5: જમ્યા બાદ ચા ન પીવી : ઘણા લોકોને જમ્યા બાદ ચા પીવાની આદત હોય છે, પરંતુ આ આદત ઘણી બીમારીઓને આમંત્રણ આપે છે. જમ્યા બાદ ચા પીવાથી ખાધેલો ખોરાક પચવામાં મુશ્કેલી આવે છે. જેના કારણે પેટમાં દુખવું તેમજ એસીડીટી જેવી સમસ્યા થઇ શકે છે, તેથી આ વાતનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી બને છે.
6: જમ્યા બાદ ફળનું સેવન ન કરવું : એક રીસર્ચ અનુસાર જમ્યા બાદ ફળ ખાવા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પરંતુ તેમ છતાં ઘણા લોકો જમ્યા બાદ તરત જ ફળોનું સેવન કરતા જોવા મળે છે. પરંતુ તેવું ક્યારેય ન કરવું જોઈએ કારણ કે તેનાથી ગેસ અને કબજીયાતની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે.
7: જમ્યા બાદ બેલ્ટ ઢીલો ન કરવો : ઘણા લોકોની એવી આદત હોય છે કે પોતાની ક્ષમતાથી વધારે ભોજન કરી લેતા હોય છે. અને જમ્યા બાદ તરત જ પોતાનો બેલ્ટ ઢીલો કરી નાખતા હોય છે. તો તમને જણાવી દઈએ કે આવું ક્યારેય ન કરવું જોઈએ. આવું કરવાથી પાચન શક્તિ નબળી પડે છે અને પરિણામે પેટ સંબંધી સમસ્યાઓનો ભોગ બનવું પડે છે.
8: જમ્યા બાદ વોક કરવાથી બચવું : ઘણા લોકો ખાસ કરીને ઓફિસમાં કામ કરતા લોકો લંચ કર્યા બાદ વોક કરવાનું પસંદ કરતા હોય છે જેથી જમવાનું બરાબર પચી જાય. પરંતુ આ વાતને એક ભ્રમ કહી શકાય કારણ કે જમ્યા બાદ ચાલવાથી તેની વિરુદ્ધ અસર જોવા મળે છે. જમ્યા બાદ વોક કરવાથી બ્લડ સરક્યુલેશન ઘટી જાય છે અને પાચન શક્તિ કમજોર પડી જાય છે. તેથી જો તમારે વોક પર જવું હોય તો જમ્યાના તરત બાદ ન જવું. જમ્યા બાદ 15-20 મિનીટ પછી વોકિંગ કરવા જવું.
વિનંતી: મિત્રો ભારત એ આયુર્વેદનો દેશ છે અને વિવિધ દેશી ઉપચારની ટીપ્સ મેળવવા માટે નીચે આપેલા લાઈક બટનને ક્લિક કરો.