મિત્રો, આપણને પ્રદુષિત પાણી દ્વારા ઘણી સમસ્યાઓ થતી હોય છે. જેમાની એક સમસ્યા છે પથરીની સમસ્યા, પથરી વાયુ પ્રદુષણથી પણ થાય છે. આ પથરીની સમસ્યાથી આપણને પેટમાં દુખાવો થતો હોય છે, અને રોંજીન્દી શારીરિક ક્રિયામાં તકલીફ પડે છે. આ પીડાઓ અસહ્ય બળતરા અને દુખાવા સાથે આપણને હેરાન કરી મુકે છે. પથરી એ આપણી પાણી ગાલણ તરીકે કામ કરતી કીડની અંદર આવેલા છીદ્રોને બંધ કરી દે છે. કિડનીમાં પથરી માટે યુરિક એસીડ, ફોસ્ફરસ, કેલ્સિયમ અને ઓક્ઝીલીક એસીડ હોય છે.
ચાલો તો આ માટે અમે તમને ઘરેલું એવા ઉપચાર બતાવીશું જેનાથી તમે કોઇપણ ડોક્ટરની દવા લીધા વગર પથરીને દૂર કરી શકશો. ઉપચારમાં જોઈએ તો,
1) પત્તર વેલ : જો તમને પથરી થઈ હોય તો તમે પત્તર વેલના એક પાંદડાને લઇ જેને મિશ્રીમાં મિક્ષ કરી વાટીને ખાઈ લો. પત્તર વેલ એવી ઔષધી છે જેનાથી કીડની અને પેટના અનેક રોગોનો ઈલાજ થઈ શકે છે. આયુર્વેદમાં આ પત્તર વેલના અનેક ગુણો વિશે લખવામાં આવ્યું છે. પથરીની સમસ્યા માટે આ પત્તર વેલ સૌથી વધારે અસરકારક છે.
2) પપૈયા : પથરી કાઢવામાં પપૈયા ખુબ ઉપયોગી છે. 7 થી 8 પપૈયાના ગર્ભને 1 ગ્લાસ પાણીમાં મિક્ષ કરી અને ત્યારબાદ ગાળીને દરરોજ પીવાથી પથરી ભાંગી જાય અને પછી દૂર થાય છે.
3) દાડમ : દાડમ દરરોજ ખાવાથી અને તેનું જ્યુસ પીવાથી પાથરી મટી જાય છે. સાથે દાડમના દાણાને સલાડમાં નાખીને ખાવાથી પણ પથરીમાં ફાયદો થાય છે. દાડમમાં એન્ટ્રીજેન્ટનો ગુણ હોય છે. જે પથરી ઘટાડે છે.
4) આમળા : દરરોજ એક એક ચમચી સવારમાં આમળાનો પાવડર ખાવાથી પથરી દુર થાય છે. આમળા પથરી કાઢવા માટે ઉપયોગી છે.
5) જાંબુ : જાંબુ પણ પથરી માટે ઉપયોગી છે, જે લોકોને પથરીનો પ્રોબ્લેમ રહેતો હોય તેને જાંબુની ઋતુમાં જાંબુ ખાવા જોઈએ.
6) તરબૂચ : તરબુચમાં ભરપુર માત્રામાં પોટેશિયમ હોય છે જે કીડની માટે ખુબ ઉપયોગી હોય છે. પોટેસિયમ યુરીનમાં એસિડની માત્રા સંતુલિત રાખે છે. તરબુમાં પોટેશિયમ સાથે પાણી પણ ભરપુર હોય છે. તે પથરીના કટકાને ગાળીને બહાર કાઢે છે. મેગ્નેસિયમ, ફોસ્ફરસ, કાર્બોનેટ અને કેલ્સિયમથી થયેલા પથરીના ટુકડા માટે તરબૂચ ઉપયોગી છે.
7) ઘઉંના છોડ : ઘઉંના છોડને વાઢીને તેને પાણીમાં ગરમ કરીને પીવાથી પથરી અને કિડનીમાં જોડાયેલા અનેક રોગો દુર થાય છે. અને તેમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી ખુબ ફાયદો થાય છે. આમ કરીને દરરોજ પીવાથી પથરી દુર થાય છે.
8) સફરજનનું જ્યુસ : સફરજનના રસમાં સાયટ્રીક એસીડ હોય છે. જે પથરીના નાના ટુકડા કરીને ભૂકો કરી નાખે છે. આ સફરજન પથરીને જડ્મુળમાંથી દુર કરે છે. સાથે સફરજન શરીરમાંથી ટોકસીસ બહાર કાઢવાનું પણ કામ કરે છે. સફરજનનું જ્યુસ દરરોજ બે ચમચી ગરમ પાણી સાથે લેવાથી પથરી દૂર કરવામાં ફાયદો થાય છે. આમ સફરજન પથરીને સાવ દુર કરી શકે છે.
9) મકાઈ : મકાઈના રેસા એટલે કે વાળ જે મકાઈને છોડ પર મકાઈના દાણા ઉપર હોય છે. જેને મકાઈના રૂસડા પણ કહેવામાં આવે છે. તે રૂસડા કીડની પરની પથરીને દુર કરે છે. આનો ઉપયોગ કરવાથી મૂત્ર વધારે નીકળશે, અને પથરીમાં રાહત મળશે. અને નાના નાના ટુકડાઓ દ્વારા પથરી દુર નીકશે. આ રુસાઓનો ઉપયોગ પાણી સાથે ગરમ કરીને કરી શકાય છે.
10) સાટોડી : પથરીના ઇલાજમાં હળદર, સાટોડી અને લીલી કચૂર સમાન માત્રામાં ખાવાથી તરત જ આરામ મળે છે. પથરીથી કમર અને પેટમાં દર્દ હોય તો ફાયદો થાય છે. સાટોડીને પુનરવા પણ કહેવામાં આવે છે.
11) વરીયાળી : વરીયાળીના સરબતને પથરીને ઈલાજ માટે શ્રેષ્ઠ માનવામાં આવેછે. અડધી ચમચી વરીયાળીને વાટીને 2 કપ પાણીમાં 5 મિનીટ સુધી ગરમ કરો. પાણી થોડુંક હળવું ગરમ રહે ત્યારે પાણી પી જાવું જોઈએ. આવી રીતે દિવસમાં 2 થી ૩ વખત કરવાથી પેટના દુખાવામાં અને કિડનીના રોગોમાં રાહત મળે છે. વરિયાળીના મુળીયાને 25 મિલી દિવસમાં લેવાથી પેશાબ સાથે જોડાયેલી સમસ્યા દુર થાય છે.
12) આંબો : આંબાના પાંદડાને તડકામાં સુકવીને તેનો જીણો પાવડર બનાવો. આ પાવડરને દરરોજ પાણી સાથે સવારમાં પીવાથી પથરીથી છુટકારો મળે છે. આ પાંદડા તમેં પાણીમાં ધોઈને સૂકવવા જોઈએ જેથી તેના પર પ્રદુર્ષિત ધૂળ કે કચરો ના રહે.
13) નારિયેળ : પથરીના દર્દીએ નાળીયેરનું પાણી પીવાથી પથરીની સમસ્યાથી છુટકારો મળે છે. નાળીયેરનું પાણી રોજેરોજ પીવાથી પથરી ધીરે ધીરે દુર થાય છે. નાળીયેર બજાર કે ખેતીવાડીમાંથી મળી રહે છે.
14) બદામ : બદામ પણ પાથરીમાં રાહત આપે છે. બદામ નિયમીત રૂપે દરરોજ ૩ થી 4 બદામ ચાવી ચાવીને ખાવાથી ફાયદો થાય છે. બદામ કારીયાણા સ્ટોરમાં મળી રહે છે.
15) કારેલા : કારેલાના રસને છાશ સાથે પીવાથી પથરી દુર થાય છે. પથરી દુર કરવા માટે રોજ કારેલાનો રસ છાસ સાથે પીવો જોઈએ. શાકભાજીમાં કારેલું દરરોજ ના ફાવી શકે માટે રસ કાઢીને પીવો બેહતર છે.
16) તાંદળજો : શાકભાજીમાં તાંદળજો પથરી માટે ઉપયોગી માનવામાં આવે છે, તાંદળજાની ભાજી ખાવાથી પથરી ગળીને ટુકડા થઈ જાય છે અને પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે.
17) તુળસી : તુલસી અનેક રોગોનો ઈલાજ માનવામાં આવે છે. જેમાં તુલસી દ્વારા પથરી પણ દુર કરી શકાય છે. તુળસીના પાંદડાને મધ સાથે અથવા દૂધ સાથે કે બંને સાથે મિક્ષ કરીને પીવાથી પથરી દુર થાય છે, તુળસીના પાંદડાને ચાવીને ખાવાથી પણ પથરી દુર થાય છે.
18) તુરીયા : આપણે શાકભાજીમાં તુરિયાનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જે તુરીયાની અંદર પ્રાકૃતિક ઠંડી હોય છે. તુરિયાના વેલાને કાપીને દરરોજ ગાયના દૂધ સાથે અથવા ઠંડા પાણીમાં બોળીને ૩ દિવસ સુધી સેવન કરવાથી શરીરમાં રહેલી પથરી દુર થાય છે.
19) લીંબુ અને જેતુન : લીંબુનો રસ અને જેતુનનો રસ પીવાથી પથરી દુર થાય છે, લીંબુનો રસ પથરીના ટુકડા કરવ માટે ઉપયોગી છે, જ્યારે જેતુન પથરીના ટુકડા પેશાબ સાથે બહાર કાઢે છે, માત્ર લીંબુનું સરબત પીવાથી પણ પથરી દુર થાય છે.
આમ, આ ઘરેલું ઉપાય કરવાથી પથરી દુર થઇ શકે છે, અમે આશા રાખીએ છીએ કે આ માહિતી તમારા દર્દને મટાડવા માટે ઉપયોગી થાય અને તમે ઘરેલું આ ઉપાયથી સારવાર લઇ શકો, તેમજ તમારું આરોગ્ય સારું રહે.