આપણા શરીરમાં ચામડીને લગતી અનેક સમસ્યાઓ આવે છે, જેમાં ગુમડા, ખીલ, કરોળિયા અને ફોલ્લીઓનો સમાવેશ થાય છે. આ સમસ્યા જો શરીરમાં ચહેરા પર કે બીજા લોકો જોઈ શકે તે ભાગમાં થાય તો તેમની માનસિકતા પર પણ અસર પડે છે અને તેઓ આપણા નજીક આવતા ગંદકી અનુભવે છે. જેમાંથી ગુંમડાની તકલીફ બાળકોથી માંડીને વૃદ્ધ તમામ લોકોને થાય છે અને શરીરના દેખાવ પર પણ અસર કરે છે. આ સમસ્યા પાછળનું મુખ્ય કારણ લોહીની અશુદ્ધતા હોય છે.
આ સમસ્યા દુર કરવા માટે એક સાફ રૂનું પૂમડું લો અને તેને પાણીમાં પલાળો. આ પૂમડાને લઈ પાણી નીતારીને સરસવના તેલને ગરમ કરીને તેમાં આ પુમડાને પલાળીને તેને એક પાટામાં વીટીને આ ગુમડા ઉપર બાંધી દો. આ ગુમડા પર લગાવતા રૂના પૂમડામાનું તેલ તમારી શહનશક્તિ પ્રમાણે ગરમ હોવું જોઈએ. આમ કરવાથી ગુમડું પાકીને ફૂટી જશે. ગુમડું ફૂટી ગયા બાદ તેના પર ઘી મુકો જેથી ઘાવ ભરાઈ જશે.
ગુમડા પર વડ તેમજ પીપળના પાન ગરમ કરીને મુકવાથી પાકીને ફાટી જાય છે. લીમડાની છાલ ગરમ કરીને તેના પેસ્ટને ગુમડા પર લગાવવાથી તકલીફ દુર થાય છે. રક્તની શુદ્ધતા માટે ગળ્યું, મીઠા વાળું, ચટપટુ અને મસાલા વાળું તેમજ તેલવાળું ખાવામાં તકેદારી રાખવી જોઈએ.
લીમડાના પાંદડાને વાટીને ગુમડા પર લગાવવા તેમજ આ પાનનો રસ કરીને પીવાથી તેમજ તેના પાંદડાને ખાવાથી ફાયદો થાય છે. આ સિવાય ગુમડા પર લીંબુની છાલ, મુલતાની માટી, મૂળાના પાંદડા, પાલક, ટામેટા, ડુંગળી અને પપૈયું દૈનિક ખાવાથી લોહી શુદ્ધ રહે છે અને ગુમડાની તકલીફ દૂર રહે છે. તુલસીના પાન રોગ પ્રતિકારક શક્તિ અને લોહીની શુદ્ધતામાં ફાયદો કરે છે. જેનાથી દરરોજ તુલસીના પાંદડા ખાવાથી ગુમડા થતા નથી અને થયા હોય તો દુર થાય છે. દરરોજ ચાલવાથી લોહી શુદ્ધ થાય છે.
ઘણા લોકોને ગરમીના કારણે ગુમડા થતા હોય છે, જેથી આ ગુમડાની સારવાર માટે જરૂર જણાય ત્યાં સુધી ન્હાવું જોઈએ. તેમજ ખાવામાં કાળજી રાખવી જોઈએ. ગુમડા પર રસવંતીનો લેપ કરવાથી ગુમડા ફૂટી જાય છે. સરગવાની છાલ ગુમડા પર લગાવવાથી ગુમડું પાકીને ફૂટી જાય છે. ઘઉના લોટમાં મીઠું અને હળદર ભેળવીને ગુમડું પાકીને ફૂટી જાય છે. બાફેલી ડુંગળીમાં મીઠું નાખી ગુમડા પર બાંધવાથી ગુમડું ફૂટી જાય છે.
ધતુરા તેમજ આકડાના પાનને ગુમડા પર બાંધવાથી ગુમડું પાકે છે અને ફૂટીને દુર થાય છે. લસણ અને મરીને વાટીને લેપ કરવાથી ગુમડું દુર થાય છે. હળદરની રાખ કરી એમાં ચૂનો મિક્સ કરીને ગુમડા પર બાંધવાથી ગુમડું પાકે છે, બાજરી બાફીને ગુમડા પર લગાવવું. કબૂતરની ચરક ગુમડા પર બાંધવો. કુવારપાઠાનો લેપ ગુમડામાં રૂઝ લાવે છે. સીતાફ્ળીના પાન, જામફળીના પાન બાંધવાથી ગુમડું દુર થાય છે. તમાકુ અને કોરો ચૂનો ગુમડા પર લગાવવાથી તકલીફો દુર કરે છે.
ઘઉંના લોટની પેટીસ, રીંગણની પેટીસ, તાંદલજાની પેટીસ, બાફેલા ગાજરની પેટીસ, ઘીલોડાના રસની પેટીસ, અંજીરની પેટીસ, સરગવાની પેટીસ, બોરડીના પાનની પેટીસ, સરગવાના છાલની પેટીસ, ડુંગળી સાથે ગરમ હળદરની પેટીસ વગેરે ગુમડા પર બાંધવાથી ગુમડું દુર થાય છે.
સરગવાની છાલનો રસ ગરમ કરીને પીવાથી ગુમડું દૂર થાય છે. દુધીનો રસ અને સાકાર સાથે પીવાથી ગુમડું દુર થાય છે. લસણ અને મરી વાટીને ગુમડા પર લગાવવાથી ગુમડું દુર થાય છે. મરીનો પાવડર કરી પાણીમાં નાખી ઘૂંટીને મલમ કરવો, અને આ મલમને ગુમડા પર ચોપડીને તેના પર પાટો બાંધી દેવાથી ગુમડું પાકે છે અને ફૂટી જાય છે. આ સિવાય કરંજના પર્ણ વાટીને તેનો લેપ બનાવી ગુમડા પર લગાવવાથી ગુમડું પાકે છે. ધીરે ધીરે સારું થઇ જાય છે. આમ, અમે બતાવેલા આ ઉપાયો કરવાથી ગુમડાની સમસ્યા દુર થાય છે.