મિત્રો, શિયાળાની ઋતુની શરૂઆત થતા જ ઘણા લોકોના હોઠ ફાટવા લાગે છે. જેમાં હોઠ ફાટવા લાગે છે, હોઠ તરડી જાય છે અને લોહી નીકળવા લાગે છે. જેનાથી શિયાળામાં પાણી અડતા જ તે બળવા લાગે છે અને પીડા થાય છે. તો આ હોઠ પર પડી જતા આ ચીરાને ઘરેલું ઉપાયો વડે દુર કરી શકાય છે.
ચામડી શુષ્ક હવામાં ઓછા ભેજના પ્રમાણને લીધે થાય છે. શિયાળામાં હવામાં ભેજનું પ્રમાણ ખુબ જ ઓછું હોય છે. જેથી શિયાળામાં દિવસમાં લગભગ બે-વાર એલચી પીસીને તેને માખણ સાથે મિક્સ કરીને 7 દિવસ હોઠ પર લગાડવાથી હોઠની સમસ્યા દુર થાય છે. ગુલાબના ફૂલને વાંટીને તેમાં મલાઈ અને દૂધ મિક્સ કરીને હોઠ પર લગાવવાથી ફાયદો થાય છે.
એક નાની ચમસી ગુલાબજળ બે ત્રણ ટીપાં ગ્લીસરીન મિક્સ કરીને દિવસમાં ત્રણથી ચાર વખત હોઠ પર લગાવો. જેનાથી હોઠની તકલીફ દુર થાય છે. હોઠને મુલાયમ રાખવા માટે રાત્રે ઘીમાં લીંબુનો રસ નાખીને હોઠ પર લગાવવો અને સવારે ધોઈ નાખવો. તેમાં ગુલાબ જળ પણ મિક્સ કરી શકાય છે.
હોઠ ફાટતા અટકાવવા ભોજનમાં લીલા શાકભાજી, માખણ, કાકડી, પપૈયું, સોયાબીન અને દાળનો પ્રયોગ પણ કરી શકાય છે જેમાં વિટામીન હોય છે જેથી હોઠ ફાટવા સામે રક્ષણ આપે છે. હોઠ પર માખણ લગાવવામાં હોઠ ફાટતા અટકે છે. જે સિવાય પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાથી હોઠની સમસ્યા દુર થાય છે.
હોઠ પરની ત્વચા મુલાયમ રાખવા માટે પેટ્રોલીયમ જેલી વાપરી શકાય છે. તેમજ હોઠ પર વેસેલીનનો ઉપયોગ પણ કરવો. તેમજ હોઠ પર ક્રીમ અને લીંબુનો રસ લગાવીને માલીશ કરી શકાય છે. ઓલીવ ઓઈલ અને વેસેલીન મિક્સ કરીને દિવસમાં ત્રણ કે ચાર વખત હોઠ પર લગાવવા જોઈએ.
બીટ સ્વાથ્ય માટે ખુબ જ લાભકારી છે. કહેવાય છે કે તેનાથી શરીરમાં લોહીનું પ્રમાણ જળવાઈ રહે છે. બીટનો રંગ રાતો હોય છે અને તે ફાટેલા હોઠ પર લગાવવાથી હોઠ મુલાયમ બને છે અને સાથે હોઠનો રંગ રાતો પણ થાય છે. પરંતુ બીટનો સુકવીને તેનું સ્ક્રબ બનાવીને હોઠ લગાવવું જોઈએ. સ્ક્રબ બનાવવા માટે બીટને સુકવીને પછી તેને પીસીને પાવડર બનાવવામાં આવે છે. આ પાવડરમાં ખાંડ મિક્સ કરવામાં આવે છે. જ્યારે આ સ્ક્રબને હોઠ પર લગાવતી વખતે તેમાં ગ્લીસરીન ભેળવવું.
ચોખાની મદદથી પણ હોઠની સમસ્યા દુર કરી શકાય છે. થોડાક ચોખાનો પાવડર બનાવીને તે વેસેલીન સાથે ભેળવીને તેનો સ્ક્રબ તૈયાર કરી હોઠ પર 3 મિનીટ સુધી ઘસો. જેનાથી હોઠ ફાટવાની તકલીફ દૂર થશે અને હોઠ મુલાયમ અને કોમળ રહેશે.
ગુલામ અને તેના પાંદડા લઈને તેને ધોઈ નાખી તેને સુકવી દો. આ સુકાય ગયા પછી તેને પીસી લો. આ પછી તેને મિક્સરમાં નાખીને તેમાં ખાંડ સાથે ભેળવો. આ મિશ્રણમાં મધ ભેળવીને હોઠ પર થોડા સમય સુધી ઘસો. આમ કરવાથી હોઠ ફાટતા અટકી જશે. રાત્રે સુતી વખતે હોઠ પર બદામનું તેલ પણ વાપરી શકાય છે. બદામના તેલમાં રહેલું વિટામીન E હોઠની ચામડીને મુલાયમ કરે છે.
શિયાળાની ઋતુમાં શરીરમાં વિટામીન A અને વિટામીન B કોમ્પ્લેકસની ઉણપ ના સર્જાય તેની કાળજી રાખવી જોઈએ. શરીરમાં આ વિટામીનની માત્રા જાળવી રાખવા માટે લીલી શાકભાજી, દૂધ, માખણ, તાજા ફળો અને જ્યુસનો ઉપયોગ ખાવા અને પીવામાં કરવો જોઈએ, જેથી હોઠની અને ચામડીને તરડતી અટકાવી શકાય છે.
એક ચમસી વેનીલા અર્કની સાથે બ્રાઉન શુગરની અડધી ચમસી મિક્સ કરીને. આ મિક્સર હોઠ પર 5 મિનીટ હોઠ પર લગાવી રાખવું જોઈએ. અને ત્યારબાદ તેને સ્વચ્છ પાણીથી ધોઈ નાખવો. આ પ્રક્રિયા અઠવાડિયામાં 2 થી ૩ વખત કરવાથી હોઠની સમસ્યામાં ફાયદો રહે છે.
વિનંતી: મિત્રો ભારત એ આયુર્વેદનો દેશ છે અને વિવિધ દેશી ઉપચારની ટીપ્સ મેળવવા માટે નીચે આપેલા લાઈક બટનને ક્લિક કરો.