ઘણા લોકોને અમુક ઋતુમાં કે અમુક સ્થળોએ જતા કાનમાં ખંજવાળ આવવા લાગતી હોય છે. જે ખંજવાળના લીધે તે લોકોને પરેશાની થાય છે. જે ખંજવાળ દૂર કરવા માટે અલગ અલગ પ્રકારના ઉપાયો કરતા હોય છે, જેમાં ક્યારેય ચાવી કે પીન જેવી વસ્તુઓ કાનમાં નાખે છે જેનાથી કાનમાં ઈજા થવાની સંભાવના રહે છે. પરંતુ આજે અમે એવા આયુર્વેદિક ઉપાયો બતાવીશું કે જેનાથી કોઇપણ પણ પ્રકારની આડઅસર કે નુકશાન વગર કાનની ખંજવાળ દુર કરી શકાય છે.
એલોવીરા: મોટાભાગના લોકોના ઘરે કુવારપાઠાનો છોડ હોય છે. તમે પોતાના માથાને એક તરફ ઝુકાવીને કાનમાં એલોવીરા જેલના ૩ થી 4 ટીપા કાનમાં નાખી શકો છો. થોડા સમય પછી બીજી બાજુના કાનને ઝુકાવીને તેમાં પણ ટીપા નાખી શકો છો. આમ આ ઉપાય થોડા સમય સુધી કાનમાંથી કુવારપાઠાની જેલ બહાર નીકળી ના જાય તેવી રીતે કરો. આમ કરવાથી કાનમાંથી ડ્રાયનેસ દુર થાય છે અને સાથે pH પણ સામાન્ય થઇ જાય છે. જેના એન્ટી ઈન્ફ્લામેન્ટ્રી ગુણ હોય છે જે કાનમાં ખંજવાળ અને સુકાપણાની સમસ્યા દુર કરે છે.
તેલ: કેટલાય પ્રકારના તેલ આવે છે કે જે કાનમાં ખંજવાળની સમસ્યા દુર કરે છે. નારિયેળનું ખોપરેલ તેલ, ઓલીવ ઓઈલ વગેરે કાનમાં નાખી શકાય છે. કાનની તકલીફ દુર કરવા માટે આ તેલ નાખવાથી કાનમાં ભીનાશ રહે છે. અને ચામડી કોમળ રહેતા ખંજવાળ દુર થાય છે.
લસણ: લસણમાં ખુબ સારા ગુણધર્મ હોય છે. લસણ એન્ટીબાયોટીક અને દર્દ મટાડવા માટે ઉપયોગી ચીજ છે. લસણમાં એન્ટી બાયોટિક ગુણના કારણે કાનની તકલીફ દુર થાય છે. ગરમ જૈતુન અથવા તો તલના તેલમાં એક કળી લસણ ગરમ કરી નાખો. તેલ સાથે ગરમ કર્યા બાદ આ કળી બહાર કાઢી નાખો અને તેલને કાનના બહારના વિસ્તારમાં લગાવો. ખંજવાળમાં જેનાથી આરામ મળશે.
આદું અને લિંબુ: આદુંના રસમાં લીંબુનો રસ મેળવો અને તેના 4 થી 5 ટીપા કાનમાં નાખો. આ પછી અડધા કલાકમાં રૂ થી કાનને સાફ કરો. આ મિશ્રણ કાનમાં હાજર રોગાણુઓનો નાશ કરીને ખંજવાળની સમસ્યા દૂર કરે છે.
સિરકા: સિરકા કાનમાં મૌજુદ ગંદકીને સાફ કરે છે અને ખંજવાળની સમસ્યા દુર કરે છે. સિરકા અને રબિંગ આલ્કોહોલને બરાબર માત્રામાં મેળવીને કાનમાં 2 થી 3 ટીપા નાકમાં નાખો. જેનાથી કાનમાં ખંજવાળની તકલીફ દૂર કરે છે.
પાણી: કોઇપણ રોગનો સૌપ્રથમ ઈલાજ હોય તો તે પાણી છે. યોગ્ય માત્રામાં પાણી અને યોગ્ય સ્વચ્છ પાણીથી અનેક રોગની સમસ્યા દુર થાય છે. કેટલીય વખત કાનમાં અંદરના ભાગમાં ત્વચા સુકી પડવાથી ખંજવાળ આવવા લાગે છે. જ્યારે કાનમાં જીવ જંતુ દાખલ થવાથી ખંજવાળ અને સોજો તેમજ પીડા જેવી સમસ્યા આવે છે. આ સમસ્યા વખતે કાનમાં પાણી નાખવાથી જીવાત બહાર નીકળી જાય છે.
હાઈડ્રોજન પેરોક્સાઈડ: હાઇડ્રોજન પેરોક્સાઈડના ઘણા ફાયદાઓ છે. તેનો ઉપયોગ કરવાથી કાનમાં વધારે પડતા વેક્સ અને મેલને ઓગળીને બહાર કાઢે છે. જેનો ઉપયોગ પણ તેલની જેમ જ કરવામાં આવે છે. તેલને ગરમ કરવામાં આવે છે જ્યારે પેરોક્સાઈડને ગરમ કરવામાં આવતું નથી. ખંજવાળ આવે ત્યારે કાનમાં તેના થોડા ટીપા નાખો. અને થોડા સમય રહેવા દીધા બાદ તેને કાનની બહાર કાઢી નાખો. આ ઉપાય કરવાથી ખંજવાળ દુર થશે.