ઘણા લોકોને ખોરાકમાં અમુક વસ્તુઓનું પ્રમાણ વધારે માત્રામાં ખવાઈ ગયું હોય, ઝેરી કે એસીડીક ચીજનું પ્રમાણ વધી જવાથી મોઢામાં ચાંદી પડી જાય છે. મોઢામાં ચાંદી પડી જવાથી ખાવામાં અને પીવામાં તકલીફો પડે છે. મોઢામાં પીડા થાય છે અને બળતરા થાય છે. જયારે ઘણા લોકો તે માટે દવાઓનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ અમે આજે એવી ઘરેલી ચીજો બતાવીશું કે જેનાથી મોઢામાં પડતી ચાંદી દુર કરી શકાય છે.
બજારમાં મોઢામાં ચાંદીને ઠીક કરવામાં કેટલીય દવાઓ ઉપલબ્ધ છે. જયારે કેટલીય દવાઓના ખોટા ઉપયોગથી આડઅસર ઉત્પન્ન થાય છે. જેના લીધે બીજી ઘણી તકલીફો આવે છે. જેથી ઘરેલું આયુર્વેદિક ઉપચાર કરવાથી કોઈ આડ અસર ઉત્પન્ન થતી નથી. મોઢામાં થતી ચાંદી પડવાના ઘણા કારણો હોય છે. કેટલીક વખત પેટ સાફ નહિ થવાથી, હોર્મોનલ સંતુલન બગડવાથી, ઈજા થવાથી વગેરે કારણોસર મોઢામાં ચાંદી પડે છે.
લસણ: મોઢાની ચાંદીના ઈલાજ માટે લસણ ખુબ ઉપયોગી છે. બે થી ત્રણ લસણની કળીઓ લઈને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને અસર થયેલા ભાગમાં લગાવો. 15 થી 20 મિનીટ સુધી રહેવા દીધા બાદ તેને ધોઈ લો. લસણના એન્ટી બાયોટીક ગુણ ચાંદીને દુર કરવામાં મદદ કરે છે.
ટ્રી ટ્રી ઓઈલ: ટ્રી ટ્રી ઓયલમાં એન્ટી બેક્ટેરીયલ ગુણ મળી આવે છે. જે ચાંદી ઉપર લગાવવાથી ખુબ જ જલ્દીથી ફાયદો થાય છે. એક દિવસમાં ત્રણથી ચાર વખત પ્રભાવિત જગ્યા પર જગ્યા પર લગાવવાથી આરામ મળે છે.
બરફનો ઉપયોગ: ચાંદી પર ઠંડી ચીજ લગાવવાથી ખુબ જ જલ્દી ફાયદો થાય છે. સાથે સાથે સોજો અને પીડામાં પણ રાહત આપે છે.
દૂધ: દુધમાં કેલ્શિયમ હોય છે જે વાયરસ સામે લડવાની શક્તિ આપે છે. દુધના તત્વોમાં હિલીંગ પ્રક્રિયામાં પણ સક્રિયતાથી ભાગ લે છે. ઠંડા દુધમાં રૂ પલાળીને ચાંદીના ભાગમાં લગાવવાથી ચાંદીમાં ફાયદો થાય છે.
ખાવાનો સોડા: મોઢાની ચાંદી દુર કરવા માટે ખાવાનો સોડાખાર ફાયદાકારક છે. ખાવાનો સોડા માત્ર દર્દ જ નહિ પરંતુ એસિડના સ્તરમાં પણ ઘટાડો કરે છે. સાથો સાથ ચાંદીની સમસ્યા પણ દુર કરે છે. ખાવાના સોડામાં થોડું પાણી નાખીને તેનો પેસ્ટ બનાવીને ચાંદી પર લગાવ્યા બાદ થોડા સમય સુધી તે જગ્યા પર રહેવા દો.
નારીયેળીનું તેલ: મોઢાના ઈલાજ માટે નારીયેળીનું તેલ ખુબ જ ફાયદાકારક છે. નારિયેળ તેલ એન્ટી માઈક્રોબીયલ અને એન્ટી ઇન્ફ્લેમેનટરી પ્રોપર્ટીઝ હોય છે જે ચાંદી અને બળતરા દુર કરે છે. સાથોસાથ તેને ઠીક કરવામાં પણ મદદ કરે છે. આ નારિયેળનું તેલ થોડા દિવસ ચાંદી પર લગાવવાથી ચાંદી દુર થાય છે.
કેળા અને મધ: કેળા અને મધ સાથોસાથ મેળવીને ચાંદી પર લગાવવાથી આરામ મળે છે. મધમાં અનેક પ્રકારના ગુણો હોય છે જે પેટ અને શરીર સંબંધી અનેક સમસ્યાઓ દુર કરે છે.
દેશી ઘી: દેશી ઘી મોઢામાં પડેલી ચાંદીને દુર કરવાનો બહેતર ઉપાય છે. જેને રાત્રે સુતા પહેલા ચાંદી પડેલા ભાગ પર લગાવો કે જેથી તમને આરામ મળી શકે છે, દેશી ઘી ગાયનું હોય તો વધારે ફાયદાકારક થાય છે. ગાયના દૂધ અને ઘીમાં અનેક રોગો સામે લડવાની રોગ પ્રતિકારક શક્તિ હોય છે.
તુલસી: તુલસીમાં અનેક ગુણો હોય છે જે રોગ પ્રતિકારક શક્તિ અને અનેક સમસ્યાઓનો ઈલાજ કરે છે. દિવસમાં ત્રણ વખત 10 થી 12 તુલસીના પાંદડા ખાવાથી મોઢાની ચાંદી દુર થાય છે, જે પીડામાં રાહત આપે છે, ચાંદીએ રૂઝાવે છે.
કાથો: કાથો મોઢામાં રહેલી ચાંદીને માટે લાભકારી છે. કાથો, મુલેઠીનું ચૂર્ણ અને મધ મેળવીને ચાંદી પડેલા ભાગ પર રહેવા દેવું. આ સિવાય અમરુદના મુલાયલ પાંદડા સાથે કાથો ભેળવીને પાનની જેમ ખાવાથી પણ ચાંદી દુર થાય છે.