માથાના દુખાવાની તકલીફ દરેક લોકોને રહેતી હોય છે, જયારે શરદી, ઉધરસ કે તાવ આવે ત્યારે માથાનો દુખાવો થાય છે, માથાનો દુખાવો એક સામાન્ય સમસ્યા છે પરંતુ ક્યારેક રોગના પરિણામે આ સમસ્યા થાય તો ભારે તકલીફ ઉભી કરી શકે છે. માથાના દુખાવાના મોટાભાગના લોકો મેડીકલ સ્ટોર પરથી દવાઓ લેતા હોય છે, આવી સામન્ય તકલીફ માટે આ દવાઓ શરીરમાં અનેક અંગો પર આડ અસર કરે છે. પરંતુ અમુક ઘરેલું આયુર્વેદિક ઉપચાર કરવામાં આવે તો તરત આ સમસ્યા દુર થઇ શકે છે. અમે એવી આયુર્વેદિક જડીબુટ્ટીઓ વિશે બતાવીશું કે જેનાથી માથાના દુખાવાની તકલીફ દુર થઇ શકે છે.
લવિંગ: લવિંગની થોડી કળીઓને તવા પર ગરમ કરો, જેને તવા પર ગરમ કર્યા બાદ એક રૂમાલમાં બાંધી લો. આ લવિંગ બાંધેલી પોટલી જ્યાં સુધી તમારા માથાનો દુખાવો મટે નહી ત્યાં સુધી સુંઘતા રહો. ટૂંક સમયમાં જ તમારા માથાનો દુખાવો ગાયબ થઇ જશે. લવિંગ મીઠાનો પેસ્ટ બનાવીને તે દૂધ સાથે પીવાથી પણ માથાનો દુખાવો મટે છે. મીઠાનું હાઈગ્રસ્કાપિક ગુણના કારણે શરીરના ઉપસ્થિતિ દ્રવ્યને શોષી લે છે.
તુલસી: મોટા ભાગના રોગનો ઈલાજ તુલસીનો છોડ છે. ઘણા લોકોને માથાનો દુખાવો ઉત્પન્ન થાય ત્યારે તેઓ ચા અને કોફી પીવે છે, પરંતુ તુલસીના છોડ એવી ખુબ જ અગત્યની જડીબુટ્ટી છે કે જેનાથી માથાનો દુખાવો દુર થાય છે. તુલસીના પાંદડાને પાણીમાં ગરમ કરીને તે પાણી પીવાથી માથાનો દુખાવો દુર થાય છે.
સફરજન: સફરજનનો માથાના દુખાવાના ઈલાજ માટે ખુબ જ ઓછા લોકો ઉપયોગ કરતા હશે, પરંતુ અનેક પ્રયાસો કરવા છતાં પણ જો માથાનો દુખાવો દુર ના થતો હોય તો તેના માટે સફરજન શ્રેષ્ઠ ઉપાય છે, સફરજનના ઉપયોગ માટે સફરજનને કાપીને તેના પર મીઠું ભભરાવીને ખાવાથી માથાનો દુખાવો દુર થાય છે. જેનાથી માથાના દુખાવામાં ખુબ જ રાહત થશે.
કાળી મરી: માથાના દુખાવાના ઉપાય માટે કાળા મરીનો પણ ઉપયોગ કરવામાં આવે છે, કાળા મરીમાં લોહીના પરિભ્રમણને નિયંત્રણ કરવાના ગુણ હોય છે, જે મગજમાં લોહીના પ્રવાહને શાંત કરે છે, જેના ઉપયોગ માટે કાળા મરી અને ફુદીનાની ચા બનાવીને પીવાથી ફાયદો થાય છે. કાળી ચામાં મરી અને ફુદીના નાખીને ચા બનાવીને પીવાથ માથાનો દુખાવો દુર થાય છે.
લસણ: લસણની કળીને સાફ કરીને તેમાંથી રસ કાઢી લો. થોડાક સમય સુધી આ રસમાંથી 1 ચમચી રસ પીવો. આ રસ પીવાથી શરીરનો કોઇપણ દુખાવો મટે છે, જે માથાના દુખાવામાં પણ મદદ કરે છે. લસણ પેનકિલરની માફક કાર્ય કરે છે જે માથાના દુખાવાના દર્દમાં રાહત આપે છે.
હળદર: હળદરનો ઉપયોગ કરવાથી 10 મીનીટમાં માથાનો દુખાવો મટે છે. આ ઉપાયમાં એક ગ્લાસ દૂધ ગરમ કરો, અને જેમાં થોડુક કેસર નાખો અને આ મિશ્રણમાં બે ચપટી હળદર નાખો. આ મિશ્રણ પીવાથી માથાનો દુખાવો 10 મીનીટમાં ગાયબ થઇ જશે અને માથાના દુખાવામાં ખુબજ રાહત મળશે.
શુદ્ધ ઘી: આયુર્વેદ અનુસાર આ વિધિ બતાવવામાં આવી છે કે કોઈ વ્યકિતને માથાનો દુખાવો થાય તો શુદ્ધ ઘી ગરમ કરીને પ્રવાહી બનાવ્યા બાદ નાકમાં બંને નસકોરામાં નાખો. બંને નસકોરામાં માત્ર બે- બે ટીપા નાખવાથી માથાનો દુખાવો ગાયબ થાય છે, જો આ બે-બે ટીપા દરરોજ નાકમાં નાખવામાં આવે તો મેમરી પાવર વધે છે સાથે મગજ પણ તેજ કાર્ય કરશે.
વિનંતી: મિત્રો ભારત એ આયુર્વેદનો દેશ છે અને વિવિધ દેશી ઉપચારની ટીપ્સ મેળવવા માટે નીચે આપેલા લાઈક બટનને ક્લિક કરો.