વારંવાર હેડકી આવવાની તકલીફ બધાં લોકોને રહેતી હોય છે, જયારે છાલો વાળો ખોરાક ખાવાથી જે છાલના ટુકડા અન્નનળીમાં ગળાની ચોટી જાય છે જેથી હેડકી આવવાની સમસ્યા થાય છે. સામાન્ય રીતે હેડકી આવે ત્યારે પાણી પીવાથી મટી જાય છે, પરંતુ પાણી પીવા છતાં પણ લાંબા સમય સુધી રહે તો તેનો ઈલાજ કરવો યોગ્ય છે, જે લોકોને વારંવાર તકલીફ રહેતી હોય તેને હેડકી માટે ઈલાજ કરવા જરૂરી છે, અમે હેડકી દુર કરવાના આયુર્વેદિક ઉપચાર બતાવી રહ્યા છીએ જેનાથી હેડકી દુર થાય છે.
અડદ : અડદ કે હિંગ સળગતા કોલસા ઉપર છાંટી તેનો ધુમાડો લેવાથી હેડકી મટે છે. આંબાના પાનનો ધુમાડો લેવાથી પણ હેડકી મટે છે.
જાયફળ : જાયફળની ભૂકી ખાવાથી પણ હેડકી મટે છે.
સરગવો : સરગવાના પાનનો રસ કે મૂળાના પાનનો રસ પીવાથી હેડકી દુર થાય છે.
મરી : સુંઠ કે મરીની બારીક ભૂકી કાગળની કે પ્લાસ્ટીકની ભૂંગળીના છેડે 1 ચપટી લઇ, દર્દીના બંને નસકોરામાં ફૂંકવાથી હેડકી મટે છે, જો વધારે તકલીફ જણાય તો આ ભૂકી મુકતા રહેવાથી હેડકી દુર થાય છે.
પીપળો: પીપળાના છાલની રાખ 2 ગ્રામ જેટલી મકાઈના ડોડાની રાખ કે લીંબુના સુકા છોડની રાખ 1 ગ્રામ લઇ વારંવાર છાંટવાથી હેડકી મટે છે.
કાંદા: કાંદાના રસના ટીપા કાનમાં નાખવાથી હેડકી બંધ થાય છે, સરગવાના પાનનો રસ પીવાથી હેડકી બંધ થાય છે. મૂળાનો રસ પીવાથી હેડકી બંધ થાય છે. સુંઠ અને ગોળને ગરમ કરીને પાણીમાં મેળવીને નાકમાં નાખવાથી હેડકી બંધ થાય છે. નારીયેળના કાચલાં બાળી તેની રાખ છાંટી જવાથી હેડકી બંધ થાય છે.
મધ: હેડકી આવતા સમયે એક ચમચી મધ ખાઈ જવાથી હેડકી બંધ થાય છે. અચાનક શરીરમાં મધ જવાથી મધની મીઠાશ ચિંતા દુર કરીને મીઠાશ આપી ઉર્જા આપે છે. જેના પરિણામે શરીર જાગૃત થાય છે અને હેડકી બંધ કરે છે.
માખણ: માખણ હેડકી દુર કરે છે, જયારે દાંત અને જીભ વચ્ચેથી માખણ પસાર થાય છે અને નળીમાં ઉતરે છે. જે નળીનો ચિકાશ આવીને શ્વાસનળી અને અન્નનળી વચ્ચે ફસાયેલો કચરો દુર કરે છે. જેના લીધે હેડકી દુર થાય છે.
લીંબુ: જયારે દારુ પીવાથી હેડકી આવતી હોય તો લીંબુ દ્વારા હેડકી રોકી શકાય છે. હેડકી રોકવા માટે લીંબુના ટુકડા મોઢામાં નાખીને ચાવવાથી હેડકી દુર થાય છે. આમ કરવાથી થોડા સમયમાં હેડકી દુર થાય છે.
હરડે: સુંઠ અને હરડે બરાબર માત્રામાં ખાંડીને તેનો ચૂર્ણ બનાવીને સેવન કરવાથી હેડકી મટે છે. હેડકી માટે હરડે ખુબ જ પરેશાન કરે ત્યારે પીવા માટે આ મિશ્રણ બનાવીને ઘરમાં સાચવી રાખવું જોઈએ. હરડે ખુબ જ આયુર્વેદિક જડીબુટ્ટી છે જે અનેક રોગ સામે રક્ષણ આપે છે.
પીપળી: પીપળીનું ચૂર્ણ અને સાકર ભેળવીને સુંઘવાથી હેડકી દુર થાય છે. આ એક આયુર્વેદિક ઉપચાર છે કે જેનાથી આસાનીથી હેડકી દુર થાય છે, હેડકી ખુબ જ પરેશાન કરે જ્યારે આ ઉપાય કરવાથી ખુબ જ રાહત થાય છે.
ખાંડ: હેડકી આવવા સમયે તરત જ એક ચમચી ખાંડનું સેવન કરો. આ ખાંડનું સેવન કરવાથી હેડકી આવવાની બંધ થઇ જાય છે. આ દ્રાવણમાં એક ચપટી મીઠું પણ નાખી શકાય છે, જેને થોડું થોડું કરીને હળવેથી પીવાથી હેડકી થોડા સમયમાં જ બંધ થઇ જાય છે.
ચોકલેટ પાવડર: જ્યારે પણ હેડકીની સમસ્યા થાય છે જ્યારે ચોકલેટ એક ચમચી ખાવાથી હેડકી દુર થાય છે. આ પાવડર ખાવાથી હેડકી સામે રક્ષણ આપે છે અને અન્નનળીમાં ફસાયેલા કચરાને ચોકલેટ પાવડર શરીરમાં ઉતારી દે છે.
ટામેટા: હેડકી આવતા ટામેટાને દાંતો વડે ચાવીને ખાવાથી હેડકી બંધ થાય છે, જ્યારે સાથે હેડકી આવે ત્યારે ટમેટા સાથે માખણ ખાવાથી પણ હેડકી આવે છે, આમ તો મોટાભાગે હેડકી ટમેટા અને બટેટા જેવા છાલોવાળા શાકભાજી ખાતી વખતે આવતી હોય છે. આ સમયે ટમેટા ખુબ જ ચાવીને ખાવાથી હેડકી બંધ થાય છે.