હાલમાં સમયમાં ગુજરાત સરકારનું વાર્ષિક બજેટ બહાર પાડ્યું હતું, જેમાં ગુજરાતના નાણામંત્રી નીતિન પટેલ દ્વારા 12 લાખ યુવાનોની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવેલ છે, જેમાંથી 2 લાખ યુવાનો ની સરકારી કચેરીમાં ભરતી બહાર પડવાનું જાહેર કરવામાં આવ્યું છે, જેને ધ્યાને લઈને ગુજરાતની સંવેદનશીલ સરકાર દ્વારા ગુજરાત પોલીસ વિભાગમાં પણ 12 હજાર નવા લોકરક્ષક સહીત પીએસઆઈ અને પોલીસ ઇન્સ્પેકટર જેવા પદોની જાહેરાત કરી છે.
આ જાહેરાત મુજબ હાલમાં એક પરિપત્ર ફરી રહ્યો છે, જેમાં ઘણા યુવાનો જે ભરતીની રાહ જોઇને બેઠા હતા તે પીએસઆઈ- પોલીસ સબ ઇન્સ્પેકટરનું ભરતી માટે જાહેરાત કરાઈ છે. આ અંગે એક નોટીફીકેશન પણ જાહેરાત કરવામાં આવ્યું છે. આ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી દેવામાં આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પુરુષ અને મહિલા માટે પીએસઆઈની ભરતી માટેની આ જાહેરાત દરેક તૈયારી કરતા યુવાનો સુધી પહોંચી ગયો છે.
પરિપત્રમાં જાહેરાત કરવામાં આવ્યા કુલ 1382 પદો માટેની જાહેરાત થઈ છે. જેમાં વિગત અનુસાર બિન હથીયારી પીએસઆઈ માટેની જગ્યાઓ 202 છે, જયારે આ પદ માટે મહિલાઓની જગ્યા 98 છે. હથીયારી પીએસઆઈની જગ્યા 72 છે, જયારે ઈન્ટેલીજન્સ ઓફિસર પુરુષ 18 અને મહિલાઓ માટે 9 જગ્યાઓ છે. બિન હથિયારી એએસઆઈ પુરુષ માટેની જગ્યાઓ 659 અને મહિલાઓ માટેની 324 જગ્યાઓ છે. આમ કુલ મળીને 1382 જગ્યાઓ માટેની જાહેરાત વાયુવેગે ફેલાઈ રહી છે, અને તે સત્તાવાર જાહેરાત છે.
હાલમાં સરકાર દ્વારા ચૂંટણી અને કોરોનાની ગંભીરતા ઓછી થયા બાદ ભરતી બહાર પડવાની ઘણા બેરોજગાર યુવાનો રાહ જોઈ રહ્યા હતા, જેમાં કોરોની રસી પણ સરકારો વિવિધ નોકરિયાતો બાદ વૃદ્ધ યુવાનોને આપવાની કામગીરી ચાલી રહી છે, એટલે કોરોનાની ગંભીરતા પણ હળવી થઈ છે, માટે સરકાર દ્વારા વિવિધ ખાતાઓમાં ભરતી બહાર પાડી રહી છે, જ્યારે ગૃહ વિભાગમાં પણ 11 હજાર નવી ભરતી કરવાની છે જેના ભાગ રૂપે અત્યારે આ જાહેરાત કરવામાં આવી છે.
આ અનુસાર 11000 નવી ભરતી થતા ગૃહ વિભાગમાં હોમગાર્ડ અત્યારે 45280 છે જેમાં નવી 4528 સંખ્યા ઉમેરાતા 49808 થઇ જશે. સરકારે ભરતી માટે કરેલી અનુસાર હવે પછી કોન્સ્ટેબલ માટેની પણ ભરતી ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.