ઉનાળાની શરૂઆત થતાની સાથે જ બજારમાં અલગ અલગ પ્રકાર ના ફ્રૂટ આવવાની શરૂઆત થઇ જાય છે. જેમ કે કેરી, શક્કરટેટી, ગલેલી (તાડફળી), તરબૂચ વગેરે. ઉનાળાની ઋતુમાં રાત્રીના ભોજન બાદ, જો તમે રાત્રે ચાલવા નીકળશો તો, તમને શેરી કે ચાર રસ્તા પર તમને શેરડીના રસ વાળા કે પછી ફ્રૂટ ડીશ વાળા ની હાટડીઓ જોવા મળશે. અને એમાં વળી તરબૂચની હાટડીઓ તો ખાસ જોવામાં મળશે. ઉનાળાની શરૂઆત થતાંજ બજારમાં તરબૂચની ડિમાન્ડ ખૂબ વધી જાય છે કેમકે, આ ઋતુમાં કેરી પછી તરબૂચ સૌથી વધુ ખાવામાં આવતું ફળ છે.
તરબૂચ શરીરમાં રહેતી પાણીની ઉણપ પુરી કરવાનું ફળ છે. તરબૂચમાં 90 % સુધી પાણીનો ભાગ જોવા મળે છે માટે, તે શરીરને હાઇડ્રેટેડ રાખવામાં પણ મદદ કરે છે. ઉનાળામાં તરબૂચનું સેવન કરવાથી ઘણા બધા લાભ થતા હોય છે. પણ, ઘણી વાર જો વધારે પ્રમાણમાં તડબૂચ ખાવામાં આવે, તો શરીરને અમુક અંશે નુકસાન પણ થઈ શકે છે.
આપણે, તરબૂચ ખાવાના ફાયદા વિશે પરીચીતતો છીયે. પણ, આજના આ આર્ટિકલમાં આપણે જોઈશું કે તરબૂચ ના વધારે પ્રમાણ માં સેવન કરવાથી કઈ રીતે શરીર ને નુકશાન થઇ શકે છે અનેે, તરબૂચ ખાવાના ગેરફાયદા વિશે પણ જાણીશુ,
તરબૂચના વધારે પ્રણામમાં સેવનથી થતા ગેરફાયદાઓ | Non benefits of watermelon in gujarati
જ્યારે, માનવ શરીરમાં પાણીની માત્રા વધી જય ત્યારે, એને ઓવર-ડિહાઇડ્રેશન કહેવામાં આવે છે. આ સ્થીતીમાં સોડિયમનું સ્તર ઘટે છે. એ દરમિયાન જો તરબૂચનું વધારે પ્રમાણમાં સેવન કરવામાં આવે, તો શરીરમાં પાણીનું સ્તર જરીરિયાત કરતા વધારે પ્રમાણ માં વધી શકે છે. અને, જો શરીરમાંથી વધારાનું પાણી નો નીકાલ ના થાય તો પગમાં સોજા પણ આવી શકે છે.
તરબૂચમાં પોટેશિયમ ની માત્ર વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે. જે ઘણી ખરી રીતે શરીર ને સ્વાસ્થ્ય રાખવામાં મદદ કરે છે. સાથે સાથે હૃદય, સ્નાયુઓ અને હાડકાને પણ મજબૂત બનાવામાં ઉપયોગી હોય છે. પણ, તરબૂચના વધારે પડતા સેવનથી જો શરીરમાં વધારે પ્રમાણમાં પોટેશિયમ મી માત્રા વધી જાય તો શરીર માં નુકશાન પણ થઇ શકે છે. જેમકે હૃદય સંબંધિત બીમારીઓ અને અનિયમિત ધબકારા જેવી પરિસ્થિતિ પણ જોવા મળે છે.
તરબૂચમાં પોટેશિયમ ની માત્ર વધારે હોવાથી કિડનીની સમસ્યા વાળા દર્દીઓ એ પણ, તરબૂચ નો ઉપયોગ કરવો જોઈએ નહીં કેમકે, કિડનીના દર્દીઓ ને એવા બધાજ ફાળો કે આહાર થી દૂર રેહવું જોઈએ, જેમાં પોટેશિયમ ની માત્રા વધારે જોવા મળતી હોય. વધુ પડતું પોટેશિયમ કિડનીને નુકશાન પહોચાડી શકે છે.
કુદરતી રીતે તડબૂચ એક મીઠું ફળ છે જેમાં ખાંડનું એટલે કે સુગરનું લેવલ વધારે જોવા મળે છે. તડબૂચ શરીરમાં બ્લડ સુગર લેવલ વધારવાનું કામ કરતુ હોય છે. એટલા માટે થઇ ને ડાયાબિટીઝના દર્દીઓએ તડબૂચનું સેવન કરવાનું ટાળવું જોઈએ. તરબૂચમાં ઊંચી માત્રામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ પણ જોવા મળે છે. જે શરીર માટે ફાયદાકારક છે. તેથી, ડાયાબિટીઝના દર્દીઓએ તરબૂચનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ.
તરબૂચમાં પુષ્કળ પ્રમાણ માં પાણી હોય છે. પરંતુ તેનો વધારે પડતો ઉપયોગ થી પેટની સમસ્યા થઈ શકે છે. સોર્બીટોલ નામનું સુગર કમ્પાઉન્ડ તરબૂચમાં હોય છે, જે પેટ ફૂલી જવું, ગેસ થઈ જવો અને પાચન સંબંધિત જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.
તરબૂચમાં પોટેશિયમ ની સાથે સાથે વધુ પ્રમાણમાં લાઇકોપીન નામનું તત્વ પણ હોય છે. માટે, નિયમિત રીતે આલ્કોહોલ પીતા વ્યક્તિઓએ તરબૂચનું સેવન મોટા પ્રમાણમાં ન કરવું જોઈએ. કેમ કે લાઇકોપીન નામનું તત્વ આલ્કોહોલ સાથે પ્રતિક્રિયા આપી શકે છે. અને ઘણીવાર એને લીધે થઈને લીવર સંબંધિત સમસ્યા થઇ શકે છે.
ન્યુટ્રિશનિસ્ટ મુજબ તરબૂચને હાઈ ગ્લાયકેમિક ઇન્ડેક્સ એટલે કે બહુ ખાંડવાળું ફળ માનવામાં આવે છે. માટે, જો વધુ પ્રમાણમાં તરબૂચનું સેવન કરવામાં આવે અને ત્યારબાદ કોઈપણ જાતની કસરત કરવામાં ન આવે તો શરીરના વજનમાં વધારો પણ થઇ શકે છે.
નોંધ:- ઉપર આર્ટિકલ્સમાં જણાવેલ તમામ માહિતી ફક્ત ને ફક્ત શૈક્ષણિક હેતુસર આપવામાં આવી છે. આયુર્વેદ નુસખા તથા આયુર્વેદ ટિપ્સ પ્રત્યેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરતી હોય છે. માટે, આયુર્વેદિક નુસ્ખાઓ દ્વારા કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન દરેક વ્યક્તિને થશેજ એવું માનવું જોઈએ નહીં. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. ક્યારેક, વ્યક્તિની તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે છે. માટે, કોઈ પણ આયુર્વેદિક પ્રયોગ કરતા પહેલા તમારા ફેમિલી ડોક્ટર કે વૈદ્યની સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો…