મનુષ્ય શરીર માં આમતો બધાજ અંગો મહત્વ ના છે. પણ, એમના એક ફેફસાં ને આપણા શરીરનો સૌથી મહત્વપૂર્ણ અંગ માનવામાં આવે છે. ફેફસા આપણા શ્વસનતંત્રનો એક ભાગ છે. તેના દ્વારા આપણને શરીર ને પૂરતા પ્રમાણ માં ઓક્સિજન મળી રહે છે. જો ફેફસાં તંદુરસ્ત સહે તોજ શરીરના બાકીના અવયવોમાં પૂરતો ઓક્સિજન મળી રહેશે અને આપણે નિરોગી રહી શકીશું. પણ એ ફેફસાં ને તંદુરસ્ત રાખવાની જવાબદારી પણ આપણીજ છે. – How to clean lungs from tar
શરીર માં ફેફસાંનું કાર્ય કાર્બન ડાયોક્સાઇડને દૂર બાકીના અવયવો ને ઓક્સિજન પૂરું પાડવાનું છે. આજ કાલ આ પ્રદુષિત વાતાવરણ ના લીધે હવાનું પ્રદુષણ વધતું ગયું છે. અને આવી પ્રદુષિત હવા જો આપણા શરીર માં પ્રવેશ કરી, તો એની સીધી અસર આપણા ફેફસાં પાર પડતી હોય છે. એ ઉપરાંત અત્યાર ની યંગ જનરેશન માં વ્યસન નું પ્રમાણ વધી ગયું છે. એમનું એક ધૂમ્રપાન પણ છે જેનું સેવન કરવાની શરીર ના ફેસસની અંદર ઝેરી કચરો એકઠો થઈ જાય છે. જેના કારણે એલર્જી, શ્વસન રોગ વગેરે સહિત અનેક રોગો થઈ શકે છે. આવા રોગો થી બચવા માટે માટે ફેફસાંને ડિટોક્સ એટલેકે ફેફસાની સફાઈ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. – How to clean lungs with ayurveda
આજના આ લેખમાં અમે તમને ફેફસાંને ડિટોક્સ એટલે કે ફેફસાની સફાઈ કરી રીતે કરી શકાય છે એના ઉપાયો વિશેની એક ટૂંકી જાણકારી આપવા જઈ રહ્યા છીએ.
ફેફસાંની સફાઈ કરી રીતે કરી શકાય છે – How to Lung Detox In Gujarati
આજકાલ લોકો પોતાના શરીર ની સાફસફાઈ માટે, ઘણા પ્રકાર ના Detox Drink, Detox Juice, Detox Herbs, Detox Supplements નો ઉપયોગ કરતા હોય છે. જેથી કરીને શરીર ની સફાઈ ની સાથે સાથે શરીરમાં એનર્જી પણ મળી રહે છે. ફેફસાંને પણ રોજીંદા આહારમાં વપરાતા વ્યંજનો દ્વારા અથવા તો રસોઈમાં એનો ઉપયોગ કરી ને પણ ફેફસાને સાફ કરી શકાય છે. – Lung Detox Supplements
આદુ – Ginger for Lung Detox
દીવસમાં ઓછામાં ઓછું એકવાર આદુનો રસ પીવો જોઈએ અને રસ ની સાથે થોડું મધ નાખીને પણ પી શકાય છે. મધ મિશ્રિત આદુ રસ ફેફસાંને સરળતાથી ડિટોક્સ કરી દે છે. અહીંયા એક વાત નું ખાસ ધ્યાન રાખવું કે ઉનાળાની ઋતુમાં એનો બહુ જ નહિવત રીતે શરીર ની તાસીર ને આધારે ઉપયોગ કરવો.
વિટામિન સી સમૃદ્ધ આહાર – Vitamin C Food for Lung Detox
આપણે પોતાના આહારમાં એવી ખોરાક નો સમાવેશ કરવો જોઈએ જેનાથી આપણને વિટામિન સી મળી રહે. કેમેકે વિટામિન સી યુક્ત આહાર પણ ફેફસાંને ડિટોક્સ કરવાનું કામ કરે છે. ભોજન માં તમે ખાટા ફળો જેવા કે નારંગી, લીંબુ, કિવિ નો ઉપયોગ તમે સલાડ તરીકે પણ કરી શકો છો. આવા ખાટા ફાળો પણ ફેફસાંને સ્વસ્થ અને મજબૂત બનાવવા માટે ફાયદાકારક છે.
લસણ – Garlic for Lung Detox
તમને કદાચ કાચા લસણનો સ્વાદ ગમશે નહીં, પરંતુ કાચા લસણના આશ્ચર્યજનક સ્વાસ્થ્ય લાભો પણ છે. લસણમાં એલિસિન નામનું તત્વ છે, જે એક શક્તિશાળી એન્ટિબાયોટિક તરીકે કામ કરે છે અને શ્વસન ચેપને દૂર કરવામાં મદદ કરે છે. તે બળતરા ઘટાડવામાં પણ મદદ કરે છે, દમ સુધારે છે અને ફેફસામાં જોવા મળતા કેન્સરનું જોખમ ઘટાડે છે.
મધ – Honey
વૈજ્ઞાનિક સંશોધન મુજબ મધમાં પણ એન્ટિવાયરલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. એ ઉપરાંત બાળકોમાં શ્વસન સંબંધી સમસ્યાઓના ઉપચારમાં પણ મધ ઉપયોગી સાબિત થયું છે. એક અહેવાલ અનુસાર સૂવાના 30 મિનિટ પહેલાં મધની એક માત્રા આપવામાં આવે તો ઉધરસ માં પડતી શ્વાસ લેવાની તકલીફ થી રાહત મળે છે.
મરીના દાણા :- Black Pepper for Lung Detox
મરીમાં રહેલું એન્ટી ઓક્સિડેન્ટ ફેફસાંને સ્વસ્થ રાખવા માટે ફાયદાકારક સાબિત થયું છે. આ એન્ટી ઓક્સિડેન્ટ સ્નાયુઓને રિલેક્સ કરીને શ્વસનતંત્રના માર્ગ ને સરળ બનાવે છે અને ફેફસાંને સ્વસ્થ રાખે છે.
મુલેઠી ( જેઠી મધ )
મુલેઠી ને જેઠી મધ તરીકે પણ ઓળખવામાં આવે છે. મુલેઠીમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, એન્ટીફંગલ, એન્ટીબેક્ટેરિયલ, અને એન્ટીવાયરલ ગુણ હોય છે. જે ઘણી હેલ્થ પ્રોબ્લેમ્સને દૂર કરવામાં મદદ કરે છે. જેના કારણે ફેફસાં પોતાનાં કામ સરળતાથી કરી શકશે. મુલેઠીનો 20-25 મિલિ ક્વાથ સવાર-સાંજ પીવાથી શ્વાસનળી સાફ થઇ જાય છે. જેઠીમધ ચુસવાથી એડકી પણ મટી જાય છે. મુલેઠીનું સેવન કરવાથી શરીરમાં રહેલાં બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે અને ગુડ કોલેસ્ટ્રોલ વધે છે. જેનાથી હાર્ટ ડિસીઝ થવાનો ખતરો ઓછો થાય છે. જેઠી મધ ના ફાયદા – jethimadh na fayada in gujarati
નોંધ:- ઉપર આર્ટિકલ્સમાં જણાવેલ તમામ માહિતી ફક્ત ને ફક્ત શૈક્ષણિક હેતુસર આપવામાં આવી છે. આયુર્વેદ નુસખા તથા આયુર્વેદ ટિપ્સ પ્રત્યેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરતી હોય છે. માટે, આયુર્વેદિક નુસ્ખાઓ દ્વારા કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન દરેક વ્યક્તિને થશેજ એવું માનવું જોઈએ નહીં. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. ક્યારેક, વ્યક્તિની તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે છે. માટે, કોઈ પણ આયુર્વેદિક પ્રયોગ કરતા પહેલા તમારા ફેમિલી ડોક્ટર કે વૈદ્યની સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો…
- આ રીતે બનવેલો ઘી વગરનો રોજનો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
- કઈ રીતે ઊંડો શ્વાસ લેવાથી માત્ર 48 કલાકમાં શરીરને થાય છે આ 5 ફાયદાઓ
- ઓક્સિજન લેવલ જાળવવા તેમજ ફેફસાને બ્લોક થતા અટકાવવા આ રીતે કરો મિથિલિન બ્લુનો ઉપયોગ
- માત્ર આ 1 આયુર્વેદિક ઔષધ આ 4 રોગોમાં ઉપયોગી છે
- આ કુદરતી રીતે કરો ફેફસાની સફાઈ અને રાખો શ્વસનતંત્રની કાળજી, ક્યારેય નહીં પડે કોઈ તકલીફ
- બળ અને બુદ્ધિ વધારનારૂ ફળ એટલે દાડમ, દાડમ ખાવાના ફાયદા અને નુક્સાન
- એલોવેરા જ્યુસના ફાયદા, એલોવેરા જ્યુસ બનાવવાની રીત