મિત્રો, અત્યાર સુધી તમે ઘણા પ્રકારના કબાબ અને વિવિધ પ્રકારની ટિક્કીઓ બનાવીને ખાધી હશે. જેવાકે, વેજ કબાબ, ચીઝ કબાબ, ચણાદાળની ટિક્કી, ચીકન કબાબ વગેરે વગેરે. પણ, આજે મસૂરની દાળની કબાબ ટિક્કી કઈ રીતે બનાવી શકાય એ જોઇશુ. નાના મોટા સૌને ભાવે એવા મસૂરની દાળના ગરમ ગરમ ક્રિસ્પી કબાબ ચા સાથે ખૂબ મજેદાર લાગે છે. તો ચાલો, હમણાજ ટ્રાઈ કરી ને બનાવી જુવો.
મસૂર દાળ કબાબ ટિક્કી બનાવવાની રીત | How to make masoor dal kabab
જરુરી સામગ્રી :
- મસૂર દાળ- અડધો કપ (100 ગ્રામ) (પલાળેલી)
- બાફેલા બટાકા- ૨ નંગ
- પનીર- 100 ગ્રામ જેટલું
- બારીક સમારેલી ફુદીનો – ૧/૪ કપ
- બારીક સમારેલા લીલા ધાણા – ૧/૪ કપ
- શેકેલી ચણાનો લોટ – ૧/૪ કપ
- તેલ – ૧/૪ કપ
- ૨ લીલા મરચા (બારીક સમારેલા)
- ૧ ચમચી આદુ ની પેસ્ટ
- ગરમ મસાલો – ૧/૪ ચમચી
- આમચૂર પાવડર – ૧/૪ ચમચી
- ૧ ચમચી કોથમીર પાવડર
- ૧/૨ ચમચી શેકેલું જીરું પાવડર
- ૧ ટીસ્પૂન મીઠું (સ્વાદ અનુસાર)
કબાબ ટિક્કી બનાવવાની રીત :-
- સૌથી પહેલા એક વાટકી મસૂર દાળ લઈને ૨ કલાક સુધી પાણીમાં પલાળવા માટે રાખી દો.
- નક્કી કરેલા સમય બાદ મધ્યમ તાપ પર પ્રેશર કૂકરમાં પાણી અને દાળ નાખી એક સીટીમાં બાફી લો.
- ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો. ગેસ બંધ થયા બાદ, બધીજ વરાળ કુકરમાંથી બહાર નીકળી જાય ત્યારે એક બાઉલમાં મસૂર દાળ કાઢી લો.
- મસૂર દળ ને મેશ કરીને ઉપર મુજબ દર્શાવેલી બધીજ સામગ્રી એમાં ઉમેરો.
- બધી સામગ્રી ઉમેરાઈ ગયા બાદ બધો મસાલો બરાબર મિક્સ થઇ જાય એ રીતે માવો તૈયાર કરો.
- માવો સરખી રીતે તૈયાર થઇ ગયા બાદ, તેને ગોળાકાર આકારમાં નાના કબાબ બનાવો.
- નાના કબાબ બનાઈ ગયા બાદ એને હવે સેકવાના છે. એ માટે માધ્મ ગેસની આંચ પર તવી પર તેલ નાખી ગરમ કરવા માટે મૂકો.
- તેલ ગરમ થતાંની સાથેજ કબાબ શેકવા માટે મૂકી ને, કબાબ સોનેરી બ્રાઉન કલરના થાય ત્યાં સુધી શેકીલો.
તો મિત્રો તૈયાર છે તમાર મસુર દાળની કબાબ ટિક્કી. આ ટિક્કીને ડુંગળી, ટોમેટો સોસ અને ચટણી સાથે સર્વ કરી શકો છો. આ ટિક્કી ને તમે સેન્ડવીચ, બર્ગર બનવાતી વખતે પણ ઉપયોગમાં લઇ શકો છો.
નીચે આપેલા વિડિઓ દ્વારા, મસૂર દાળના કબાબ કરી રીતે બનાવી શકાય એ તમે જોઈ શકો છો.