જયારે જયારે ડબલ સીઝન ભેગી થાય છે, ત્યારે ત્યારે આપણે બીમાર પડી જતા હોઈએ છીએ. એનું એકજ કારણ છે. આપણા શરીર માં ઘટતી જતી ઇમ્યુનીટી. ઘટતી જતી ઇમ્યુનીટીને કારણે આપણે વારે વારે વાઇરસ નો શિકાર થઇ જતા હોઈએ છીએ. અને એના પરિણામે આપણને તાવ, શરદી, ઉધરસ જેવા રોગો થાય છે. ઘણીવાર, ગરમીમાં માથું દુખાવાની અને ઉલટી થયાની પણ ફરિયાદ રહેતી હોય છે.
આ રોગોને કારણે ડૉક્ટર પાસેથી ઊંચી કિંમતની એન્ટિબાયોટિક દવા લાવી ને ઉપચાર કરતા હોઈએ છીએ. એ દવાઓથી આપણને રાહત તો મળશે અને રોગ માટી પણ જશે. પણ, એ દવાઓ આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિનો વધારો કરતી નથી. વારે વારે દવાઓના ઉપયોગ થી આપણું શરીર એવું તો ટેવાઈ ગયું છે, કે દવા લઇએ તોજ સારું થાય. પણ, અંતે દવાઓના વધુ પડતા સેવનથી આપણા શરીરને નુકશાન થાય છે.
તો આજના આર્ટિકલ્સ માં આપણે જાણીશું કે કઈ રીતે ઘરેલુ આયુર્વેદિક દવા જાતેજ ઘરે બનાવી શકાય.
આયુર્વેદિક ઔષધ બનાવવાની રીત
જરૂરી સામગ્રી :-
દેશી ગોળ – ૨૫૦ ગ્રામ
હળદર પાવડર – ૫૦ ગ્રામ
સૂંઠ પાવડર – ૫૦ ગ્રામ
કાળામરી પાવડર – ૨૦ ગ્રામ
ઔષધ બનાવવાની રીત :-
સૌ પ્રથમ દેશી ગોળ લઇને કઢાઈમાં એને ગરમ કરવો. ગોળ ઓગળે એટલે એમાં સૂંઠ, કાળામરી અને હળદર પાવડર આ ત્રણેય વસ્તુ ઉમેરીને બરાબર હલાવી ને સારી રીતે મિક્સ કરો. સારી રીતે મિક્સ થયા બાદ એને સહેજ ઠંડુ પાડવાદો. વધારે ઠંડુ ના પડી જાય એ વાત નું ધ્યાન રાખવાનું છે. કેમકે, જો વધારે ઠંડુ પેઢી જશે તો દવા બરાબર બનશે નહિ. હવે, થોડો થોડો એ મિશ્રિત ગોળ લઇને નાની નાની ગોળીઓ વાળવી.
મિત્રો, તમારી ઘરેલુ આયુર્વેદિક દવા તૈયાર છે.
આયુર્વેદિક દવા ઉપયોગ કરવાની રીત :-
- જો તમને વાયરલ તાવ, કફ, શરદી જેવી તકલીફ હોય તો દર ૨ – ૩ કલાકે ૨ – ૨ ગોળી હુંફાળા પાણી સાથે લેવી.
- આ ગોળી માત્ર ના ઉપયોગ થી માત્ર ૩ દિવસમાં શરીરમાં થતી કળતર, વાયરલ કફ, શરદી કોઈ પણજાતની સાઈડ ફફેક્ટ વગર દૂર થશે.
નોંધ:- ઉપર આર્ટિકલ્સમાં જણાવેલ તમામ માહિતી ફક્ત ને ફક્ત શૈક્ષણિક હેતુસર આપવામાં આવી છે. આયુર્વેદ નુસખા તથા આયુર્વેદ ટિપ્સ પ્રત્યેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરતી હોય છે. માટે, આયુર્વેદિક નુસ્ખાઓ દ્વારા કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન દરેક વ્યક્તિને થશેજ એવું માનવું જોઈએ નહીં. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. ક્યારેક, વ્યક્તિની તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે છે. માટે, કોઈ પણ આયુર્વેદિક પ્રયોગ કરતા પહેલા તમારા ફેમિલી ડોક્ટર કે વૈદ્યની સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો…
- આ કુદરતી રીતે કરો ફેફસાની સફાઈ અને રાખો શ્વસનતંત્રની કાળજી, ક્યારેય નહીં પડે કોઈ તકલીફ
- મોઢામાં ચાંદી પડી હોય તો તેને દુર કરવા ક્યાં ઉપાયો કરવા
- એલોવેરા જ્યુસના ફાયદા, એલોવેરા જ્યુસ બનાવવાની રીત
- વધુ પડતાં તરબૂચના સેવનથી થઇ શકે છે આ ગંભીર બીમારીઓ
- 50 થી વધુ રોગોના ઈલાજ માટે અમૃત સમાન છે આ એક ઔષધી, જાણો ઉપયોગ કરવાની રીત