આયુર્વેદમાં દૂધને અમૃત સમાન આહાર માનવામાં આવે છે. તેમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ, પ્રોટીન, કેલરી, વિટામિન ડી, બી- 12, જેવા પોષક તત્વો પણ રહેલા છે. જે આહારની ગુણવત્તા પણ વધારે છે. જો, દૂધને ઠંડુ પીવાની બદલે ગરમ કરીને પીવામાં આવેતો તેના ગુણ વધી જાય છે.
ગરમ કરેલા દૂધના એક કપમાં 12 ગ્રામ જેટલી કુદરતી શર્કરા હોય છે, જે શારીરિક માંસપેશિયોને મજબૂત કરે છે. આ ઉપરાંત ગરમ કરેલા દૂધમાં આઠ ગ્રામ જેટલું પ્રોટીન અને એમિનો એસિડ પણ હોય છે. જે મગજ માટે પણ ફાયદાકારક ગણાય છે. ગરમ કરેલા દૂધમાં મધ ઉમેરીને પીવાથી શરીરને ઊર્જા મળે છે. ગરમ કરેલા દૂધને ગમે ત્યારે પી શકાય છે. આજે આપણે, ગરમ દૂધના ફાયદા, દૂધને ગરમ કરીને પીવાથી શું શું ફાયદા થાય છે એના વિશે જાણીશું.
પૂરતી ઊંઘ લેવામાં મદદરૂપ : સૂતાં પહેલા ગરમ દૂધ પીવાથી સારી સારી ઊંઘ આપે છે. તન-મન બંનેને સ્ફૂર્તિ મળે છે. ગરમ કરેલા દૂધમાં ટ્રિપ્ટેફેન નામનો પદાર્થ હોય છે જે સારી ઊંઘ લાવવામાં ઉપયોગી છે. ગરમ કરેલા દુધામાં સહેજ ગંઠોડા ઉમેરીને પીવામાં આવેતો ઊંઘ સારી આવે છે.
વજન ઘટાડવામાં મદદરૂપ : જો દરરોજ સૂતી વખતે એક ગ્લાસ ગરમ પીવામાં આવેતો પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. જેને પણ જમ્યા પછી નાસ્તા ખાવાની આદત હોય તો, એક ગ્લાસ ગરમ દૂધના પીવાથી આ આદત છુટી જતી જશે. અને આ ટેવ વજન ઘટાડવા માટે મદદરૂપ બની રહેશે.
હાડકા મજબૂત કરે છે : રોજ ગરમ દૂધ પીવાથી દૂધમાં રહેલા પોષક તત્વો વધુ પ્રમાણમાં પોષણ આપે છે. દૂધને ગરમ કરવાથી એમાં સમાયેલા એન્ઝાઇમો એક્ટિવ થાય છે. જે હાડકા માટે ખુબજ ફાયદાકારક છે. ગરમ કરેલું દૂધ પીવાથી હાડકાને લગતી બીમારીઓ જેવી કે ઓસ્ટ્રિયોપીનિયા, ઓસ્ટિયોપોરોસિસ અને પાડવા કે વાગવાથી થતા ફ્રેકચરનું જોખમ ઓછું થઇ જાય છે.
દાંતને મજબૂત બનાવે : દૂધને કેલ્શિયમનો સ્ત્રોત માનવામાં આવે છે. જે હાડકાં અને દાંતને મજબૂત રાખવામાં મદદરૂપ થાય છે. જો શરીરમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ હશે તો દાંતના પેઢાના સડાની સમસ્યા દૂર થશે. અને દાંતમાંથી દુર્ગંધ આવતી હશે તો પણ રોજ ગરમ દૂધ પીવાથી લાભ થાય છે. ગરમ કરેલા દૂધનું સેવન દાંત અન પેઢાને મજબૂત કરે છે. દૂધમાં રહેલા બાયોએક્ટિવ તત્વ સૂક્ષ્મ જીવાણુઓ ને વધતા રોકે છે.
એનર્જી લેવલ વધારે છે. : ઘણા ખરા લોકોને ગરમ કરેલું સીધે સીધું દૂધ ભાવતું હોતું નથી. તેથી તેઓ દુધપીવાનું ટાળતા હોય છે. પણ, જો ગરમ દૂધમાં ખાડી સાકાર, બદામ, પિસ્તા, એલચી, કેસર ઉમેરીને પીવામાં આવેતો એ દૂધનો પ્રભાવ વધી જાય છે. અને એ પીવાથી તમારા શરીરમાં એનર્જી લેવલ પણ વધી જાય છે.
શરીરમાં થતી કળતર દૂર કરે : જો શરીરમાં કળતર કે થાક લાગ્યો હોય તો, ગરમ દૂધમાં ચપટી હળદર નાખીને પીવાથી લાભ થાય છે. હળદરમાં લાભકારી એવું એન્ટી ઓક્સિડન્ટ તત્વ હોય છે જે સોજો દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે. ગરમ કરેલા હળદરવાળા દૂધમાં 1 ચમચી મધ ઉમેરી પીવાથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે. અને થાક દૂર થાય છે.
બ્લડ સુગર લેવલને અંકુશમાં રાખે છે : રાત્રે સુતા પહેલા દૂધમાં કોઇ પણ જાતની મીઠાશ ઉમેર્યા વગર ગરમ દૂધ પીવું જોઇએ. જેનાથી બ્લડ સુગરનું લેવલ નિયંત્રણમાં રહે છે. ટાઈપ 1 ડાયાબિટીસમાં સુગરનું લેવલ અપ એન્ડ ડાઉન થતું હોય છે. ખાસ કરી ને ટાઈપ 1 ડાયાબિટીસમાં આ રીતે દૂધ પીવાથી ફાયદો થાય છે.
નોંધ:- ઉપર આર્ટિકલ્સમાં જણાવેલ તમામ માહિતી ફક્ત ને ફક્ત શૈક્ષણિક હેતુસર આપવામાં આવી છે. આયુર્વેદ નુસખા તથા આયુર્વેદ ટિપ્સ પ્રત્યેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરતી હોય છે. માટે, આયુર્વેદિક નુસ્ખાઓ દ્વારા કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન દરેક વ્યક્તિને થશેજ એવું માનવું જોઈએ નહીં. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. ક્યારેક, વ્યક્તિની તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે છે. માટે, કોઈ પણ આયુર્વેદિક પ્રયોગ કરતા પહેલા તમારા ફેમિલી ડોક્ટર કે વૈદ્યની સલાહ અવશ્ય લેવી.