દેશમાં, અત્યારે કોરોના વાયરસની મહામારીની બીજી લહેર ચાલી રહી છે. કોરોના વાયરસના (Corona Virus) કેસોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. વિશ્વમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ જોવા મળ્યો છે. મોટા મોટા શહેરોથી લઇને નાના નાના ગામડાઓ સુધી પણ એનો ફેલાવો દિવસે ને દિવસે વધે છે. તો આ પ્રકોપનો ડામવા માટે જુદા જુદા દેશમાં કોરોના વાયરસની વેક્સિન પર કામ થઈ રહ્યું છે. અને સાથે સાથે કોરોના વાયરસ ને લીધે શરીરમાં ઓક્સિજન લેવલ ઘટી જાય છે. તો, એને કરી રીતે વધારી શકાય એના પણ પણ સંશોધન થઇ રહ્યા છે.
આ મહામારી જેવી પરિસ્થિતિ વચ્ચે રાજ્યની ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં ખાલી બેડ પણ નથી. પૂરતો પ્રમાણમાં ઓક્સિજન નો સપ્લાય પણ નથી. આમ, આ અભાવ ને કારણે કોરોનાના દર્દીઓ સારવાર માટે વલખા મારી રાખ્યા છે. આવી પરિસ્થિતિમાં અત્યારે Methylene Blue- મિથિલિન બ્લુ સંજાવની સ્વરૂપ કામ આવી રહયું છે.
Methylene Blue – મિથિલિન બ્લુ સંજાવની સ્વરૂપ
દેશભરમાં થતા વિવિધ સંશોધન વચ્ચે ગુજરાત રાજ્યના ભાવનગર શહેરના ડોક્ટર ગોળવલકર નો એક નવતર પ્રયોગ સામે આવ્યો છે. તેઓ મહિનાઓથી દરરોજ અસંખ્ય દર્દીઓને તપાસે છે. અને, તેમને મીથીલીન બ્લુ ( Methylene Blue ) આપવાથી એમને સકારાત્મક પરીણામ મળ્યું છે. એમના કહેવામુજબ વાઇરસથી બચવા માટે મીથેલીન બ્લુનું દ્રાવણ બનાવીને દર્દીઓ પર કરેલો પ્રયોગ સફળ રહ્યો છે. ડો. ગોળવલકર ના જણાવ્યા અનુસાર દરરોજ જીભ નીચે માત્ર 2.5 મી.મી મુકવાથી વાઇરસ નાં પ્રતિકાર માટે શરીરમાં શક્તિ આવી જાય છે. દર્દીઓના ફેફસાં નબળા પડી જાય ત્યારે મિથિલિન બ્લ્યુ તેના બ્લોકને તોડવાનું કામ કરે છે. આ ઉપરાંત ફાઈબ્રોસિસ પણ થવા દેશે નહિ.
અત્યારે, આ કોરોનાની બીજી લહેર વચ્ચે મિથિલિન બ્લુ સંજાવની સ્વરૂપ બન્યું છે. ઓક્સિજન લેવલ જાળવી રાખવા, તેમજ ફેફસાને બ્લોક થતા અટકાવવા માટે, અશકિતની સમસ્યા નિવારવા સહિતના ઉપાય તરીકે મિથિલિન બ્લુ એક કારગર સાબિત થયું છે. હાલ, ગુજરાતમાં ઘણા બધા ડોક્ટર્સ પોતે મિથિલિન બ્લુ લઇ રહ્યા છે. તેમજ તેમના દર્દીઓને પણ મિથિલિન બ્લુ થી સારવાર કરી ને અસરકારક પરિણામ મેળવી રહ્યા છે.
શું છે મિથિલિન બ્લુ ?
મિથિલિન બ્લુ ફાઇબ્રોસિસ બ્લોકર છે. ફેફમામાં ફાઇબ્રોસિસ થતા ફેફસા બ્લોક થઇ જાય છે. અને, ફેફસા બ્લોક થઇ જતા શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. આ પરિસ્થિતિમાં મિથિલિન બ્લુ ફેફમાં ફાઇબ્રોસિસ થતા અટકાવીને ફેફસાને ડેમેજ થતા પણ અટકાવે છે. મિથિલિન બ્લુ મસલ્સ રિલેકટન્ટ તરીકે પણ કામ કરે છે. જે, શરીરમાં રહેતી અશક્તિ અને થકાન ની ફરિયાદમાં રાહત આપે છે.
મિથિલિન બ્લુનો ઉપયોગ કઈ રીતે કરવો । How to use methylene blue
આ કોરોના જેવી મહામારી ના બીજા સ્ટ્રેનમાં મિથિલિન બ્લુનો ડોઝ કોરોના પોઝિટિવ દર્દી માટે સવાર, બપોર અને સાંજ એમ 3 વખત ૧૨ થી ૧૫ ટીપા અથવા અડધી ચમચી જીભની નીચે 10 મીનીટ માટે મૂકી રાખીને ત્યારબાદ અડધાગ્લાસ પાણી વાટે તેને પેટમાં ઉતારી જવાની હોય છે.
મિથિલિન બ્લુ નો નાસ પણ લઇ શકાય છે. મિથિલિન બ્લુ નો નાસ માટે 400થી 600 ML પાણીમાં એક થી દોઢ ચમચી મિથિલિન બ્લૂ નાખી તેનો ૨ થીં૩ વખત દિવસ દરમ્યાન નાસ લેવો જોઈએ.
મિથિલિન બ્લુ લેતી વખતે શું સાવચેતી રાખવી
- 10 વર્ષથી વધારે ઉંમર ધરાવતી વ્યક્તિ મિથિલિન બ્લુનો પ્રયોગ કરી શકે છે.
- સગર્ભા સ્ત્રીઓને મિથિલિન બ્લુનો પ્રયોગ કરવો નહી.
- મિથિલિન બ્લુનો જે તે સમયે પ્રયોગ કરવાના 30 મિનિટ પહેલા કે પછી કઈ પણ ખાવું નહી. કે, બીજી અન્યકોઈ પ્રકારની દવા લેવી નહિ.
શું કોઈ આડ અસર છે ?
આમતો, મિથીલીન બ્લુ ( Methylene Blue ) લેવાથી કોઈ પણ પ્રકારની આડ અસર થી હોય એવું જોવા મળ્યું નથી. પણ, જો મિથીલીન બ્લુ વધુ માત્રામાં લેવાઈ જાય તો કયારેક પેશાબ લીલો આવવાની શક્યતા રહે છે.
Imgae Source :- Google.com
નોંધ :- મિથિલિન બ્લુનો આ પ્રયોગ હજી પ્રાથમિક તબક્કે છે. એટલું જ નહિ હજી સુધી એના ઉપયોગથી કોરોના વાયરસના દર્દીઓમાં સુધારો થવાના કોઈ નક્કર પુરાવા સામે આવ્યા નથી. માટે, મિથિલિન બ્લુનો પ્રયોગ ડોક્ટર ની સારવાર હેઠળ કરવો હિતાવહ છે.
આ પણ વાંચો…