અત્યારે સમગ્ર દેશમાં કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થતો જોવા મળે છે. અને, લોકો કોરોનામાંથી જલ્દી સાજા થવા માટેની જરૂરી દવાઓ પણ લઇ રહ્યા છે. અને, સાથે સાથે ઘરગથ્થુ ઉપચાર તેમજ અયુર્વેદિક ઉકાળા પણ પીવે છે. જેનાથી શારીરિક ઇમ્યુનિટી અંદરથી સ્ટ્રોંગ રહે. અને, કોરોના જેવી મહામારીમાંથી ઝડપથી છુટકારો મળી શકે.
સામાન્ય રીતે કોરોના થયેલ દર્દીઓને સાજા થયા બાદ સંપૂર્ણ રીતે શરીર સાથ અપાતું હોતું નથી. કહેવાનો મતલબ એ છે કે આવા લોકોને થાક લગાવા ની ફરિયાદ રહેતી હોય છે. અને શારીરિક બળાઈ પણ જણાતી હોય છે. આ સમસ્યાથી બહાર આવવા માટે અત્યારે સોશીયલ મીડિયામાં જાત જાત ના ડાયેટ અને ઘરગથ્થુ ઉપચાર તેમજ અન્ય પ્રકારના ડાયટનો પ્રચાર ખુબજ વધી ગયો છે. આ સંદર્ભમાં ભારત સરકારની વેબસાઈટ અને ટવીટર હેન્ડલ પર ડાયટ શેર થયેલા પણ જોવા મળેલ છે. જેના માત્ર ઉપયોગથી શારીરિક ઈમ્યુનીટી વધે છે અને થાક પણ લાગતો નથી.
આ 5 વસ્તુને રોજીંદા ખોરાકમાં ઉમેરો કરો.
પલાળેલી બદામ અને કિસમીસઃ
શરીરમાં પ્રોટીન અને આર્યનની ઊણપ ને કારણે પણ શારીરિક થાક લાગતો હોય છે. બદામમાં પ્રોટીન પૂરતા પ્રમાણમાં હોય છે. અને, કિસમીસમાં પણ સારા પ્રમાણમાં આયર્ન મળી આવે છે. દીવસની શરૂઆત પલાળેલી બદામ અને કિસમીસ ખાઈને કરવામાં આવે તો શરીરમાં સ્ફૂર્તિ અને તાજગી આવી જાય છે. રોજ રાત્રે 4 બદામ અને 10 કિસમિસ પલાળી દેવા અને સવારે નરણા કોઠે ચાવી ચાવી ને ખાઈ જવું.
રાગી અને ઓટમીલઃ
રાગીને કેલ્શિયમનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. જે લોકો પોતાનો સ્ટેમિના વધારવા માંગતા હોય એમના માટે રાગી ખૂબ સારું છે. જરૂરિયાત અનુસાર ગોળ, રાગીનો લોટ, નટ્સ આ બધું મિક્સ કરીને રાગી માલ્ટનો પાવડર બનાવી લેવો. આ પાવડર ઊર્જા, પ્રોટીન અને સારો આયર્ન સ્રોતથી ભરપૂર હોય છે. થાક દુર કરવા માટે રાગીના લોટના ઢોસા અથવાતો એક વાટકી ઓટ ખાવા એ પણ સારો વિકલ્પ છે. આ એક સવારનો સારો નાસ્તો છે. જેનાથી શરીરને ભરપૂર એનર્જી મળે છે અને થાક દુર કરવામાં મદદરૂપ પણ થશે.
ગોળ અને ઘી:
ગોળ ઘણાં સ્રોતોથી બનતો હોય છે, જેમકે, ખજૂરનો પલ્પ, નાળિયેરનો રસ, શેરડીનો રસ વગેરે. પણ, સામાન્ય રીતે શેરડીનો રસનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ગોળમાં વિટામિન અને ખનિજ ભરપુર પ્રમાણમાં હોય છે. જે લોકોને ખૂબ થાક અને શારીરિક નબળાઇ અનુભવાતી હોય. તેમને ગોળનો ઉપયોગ ઘણો ફાયદાકારક સાબીત થાય છે. ગોળ ખાવામાં ઝડપથી પચી જાય છે, અને તમારી ઉર્જાના સ્તરમાં વધારો કરે છે. જ્યારે પણ આખો દિવસના કામ કર્યા પછી થાક લાગે ત્યારે ગોળ ખાઈ લો, થાક થોડા જ સમયમાં થાક દૂર થઇ જશે. બપોરના ભોજન દરમ્યાન ગોળ અને ઘીનું સેવન ફાયદાકારક છે. પોષક તત્વોથી ભરપુર આ ગોળ અને ઘીનું કોમ્બીનેશનને તમે રોટલી સાથે પણ ખાઈ શકો છો.
પુરતાં પ્રમાણમાં પાણી અને જ્યુસ પીઓઃ
આમ પણ શરીરને ગરમીની ઋતુમાં પાણીની વધારે જરૂર પડતી હોય છે. શરીરને સારી રીતે હાઈડ્રેટ રાખવું હોય તો પૂરતા પ્રમાણમાં પાણી, અને ફળોનો જ્યુસ જરૂરથી લેવો. એ ઉપરાંત છાશનું પણ નિયમીત સેવન કરવુ જોઈએ. શરીરમાં પ્રવાહીનું પ્રમાણ સારું હોય તો તેનાથી આપણાં શરીરમાં રહેલો કચરો બહાર નીકળી જશે અને શરીર એકદમ તાજગી અનુભવશે.
સાંજના જમવામાં ખીચડી:
કોરોના જેવી ભયંકર બીમારીમાંથી સાજા થયા બાદ રાત્રીના ભોજનમાં વહુ પડતો ભારે ખોરાક લેવો જોઈએ નહિ. કોરોનાના પણ થયો હોય તો પણ રાતના ભોજનમાં હળવો ખોરાક જ લેવો જોઈએ. હળવો ખોરાકનું બેસ્ટ વિકલ્પ ખીચડી છે. માટે, રાત્રીના ભોજનમાં ખીચડીનો ઉપયોગ કરવો. અને એમાં જો ઢીલી મગની ખીચડી ખાવ તો ઉત્તમ. ખીચડીમાં દરેક પ્રકારનાં પોષક તત્વો રહેલા હોય છે. અને તે પચવામાં પણ હળવી હોય છે. ખીચડીના અનેક ફાયદાઓ છે.
આમ ઉપર જણાવેલ 5 ખોરાકનું રોજીંદા આહારમાં ઉપયોગ કરીને ( પલાળેલી બદામ, કિસમિસ, રાગી અને ઓટમીલ, ગોળ – ઘી, ખીચડીનું યોગ્ય સમયે સેવન અને શરીરને જોઈએ એટલા પ્રમાણમાં પુરતું પાણી પીવાથી ) તાજગી અનુભવાશે અને શારીરિક થાક પણ લાગશે નહી.
આ પણ વાંચો…
- આ રીતે બનવેલો ઘી વગરનો રોજનો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
- કઈ રીતે ઊંડો શ્વાસ લેવાથી માત્ર 48 કલાકમાં શરીરને થાય છે આ 5 ફાયદાઓ
- ઓક્સિજન લેવલ જાળવવા તેમજ ફેફસાને બ્લોક થતા અટકાવવા આ રીતે કરો મિથિલિન બ્લુનો ઉપયોગ
- માત્ર આ 1 આયુર્વેદિક ઔષધ આ 4 રોગોમાં ઉપયોગી છે
- આ કુદરતી રીતે કરો ફેફસાની સફાઈ અને રાખો શ્વસનતંત્રની કાળજી, ક્યારેય નહીં પડે કોઈ તકલીફ
- બળ અને બુદ્ધિ વધારનારૂ ફળ એટલે દાડમ, દાડમ ખાવાના ફાયદા અને નુક્સાન
- એલોવેરા જ્યુસના ફાયદા, એલોવેરા જ્યુસ બનાવવાની રીત