આપણે બધા જાણીયે છીએ કે શરીર માટે વિટામિન-સી ખુબ જરૂરી છે. વિટામિન-સીના સેવનથી રોગ સામે લડવામાં મદદ મદદ મળે છે. શારીરિક ઇમ્યુન સિસ્ટમ ને મજબૂત બનાવે છે. વિટામિન-સી ખાટાં ફળોમાંથી વધારે પ્રમાણ માં મળે છે. અને વિટામિન-સી નો સૌથી સારામાં સારો સ્ત્રોત લીંબુ છે. વિટામિન સીથી ભરપૂર લીબુંનું સવારના સમયે તેનું સેવન કરવાથી રોગપ્રતિરોધક ક્ષમતા સરસ થઈ જાય છે જે નાનાં ઈન્ફેક્શન જેમ કે શરદી, ખાંસી અને સળેખમથી બચાવે છે.
તમને વળી એમ થાય કે સવાર સવારમાં લીંબુ નું સેવન કરી રીતે કરવું. તો એનો સહેલો જવાબ છે. લીંબુ પાણી પીને તમે લીંબુનું સેવન કરી શકો છો. અને જો સવારે ખાલી પેટે લીંબુ પાણીનું સેવન કરવામાં આવે તો સૌથી ઉત્તમ. ખાલી પેટે લીંબુ પાણી પીવાથી ઘણા બધા ફાયદા થતા હોય છે. તો આજે આપણે આ આર્ટિકલ માં સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવાથી શું ફાયદા થાય છે એ આપણે જાણીશુ.
લીંબુ પાણી પીવાના ફાયદા – Limbu Pani Na Fayada ( Benefits of lemon juice )
પાચનક્રિયા મજબૂત બનાવામાં મદદરૂપ
રોજ સવારે નિયમિત રીતે હૂંફાળા પાણીમાં લીંબુ અને મધ નાંખી પીવાથી શરીરમાં એનર્જી આવી જાય છે. એના સેવનથી શરીરમાં પાચકરસ બનવાનું શરૂ થઈ જાય છે. આ પાચક રસને કારણે ખોરાક સહેલાઇ થી પછી પણ જાય છે. અને સહેલાઇ થી ખોરાક પચવા ને કારણે તેનાથી ભૂખ પણ સારી એવી લાગે છે. આમ, આ રીતે પાચનક્રિયાને સરળ અને મજબૂત રાખવામાં પણ મદદરૂપ થાય છે.
ત્વચામાં નિખાર લાવે છે
લીંબુમાં વિટામિન-સી ભરપૂર પ્રમાણમાં હોય છે. અને ત્વચા સંબંધિત રોગો માટે વિટામિન-સી ખુબજ અગત્ય નું હોય છે. વિટામિન-સીથી ભરપૂર એવા લીંબુમાં એન્ટિ ઓક્સિડેન્ટનો ગુણ રહેલો છે, જેનથી ત્વચામાં નિખાર જાળવી રાખવામાં મદદરૂપ બને છે. અને સાથે સાથે ત્વચા ઉપર પડેલા ડાઘ-ધબ્બાઓ પણ દૂર થાય છે.
મોઢામાંથી આવતી દુર્ગંધને દૂર કરે
મોઢામાંથી આવતી દુર્ગંધનું મેઈન કારણ ખોરાક બરાબર પચતો ન હોય એ છે. અને તમારી બોડી સારી રીતે શારીરિક કચરો બહાર ન કાઢતી હોય તો પણ મોઢામાંથી આવતી વાસ આવતી હોય છે. લીંબુ પાણી પીવાથી મોઢામાંથી આવતી વાસને દૂર કરવામાં મદદરૂપ થાય છે. અને સાથે સાથે બોડીને ડિટોક્સ કરવાનું પણ કામ કરે છે.
વજન ઓછું કરવામાં મદદરૂપ
જો તમે વધતા જતા વધારે વજનથી પરેશાન છો તો સવારે ખાલી પેટ ગરમ પાણી, લીંબુ અને મધનું સેવન કરવું જોઈએ, એમ કરવાથી પેટમાં જામેલી ચરબી ધીમે ધીમે ઓગાળીને ઓછી થવાનું શરૂ થઈ જાય છે. તેમજ સવારે લીંબુ પાણી પીવાથી શારીરિક મેટાબોલિઝમ પણ સ્ટ્રોંગ થાય છે. ભોજનના એક કલાક બાદ એક ગ્લાસ ગરમ પાણીમાં એક લીંબુ નીચોવીને પીવાથી સ્થૂળતાની સમસ્યાથી છૂટકારો મળે છે.
સાંધાના દુખાવામાં રાહત મળે છે
જો તમે સાંધાના દુખાવાથી પરેશાન છો આજથીજ દરરોજ સવારે લીંબુ પાણી પીવાનું શરૂ કરી દો, કેમકે સાંધાનો દુખાવો શરીરમાં રહેલ યુરિક એસિડને કારણે થતો હોય છે. અને, લીંબુ પાણી પીવાથી શરીરમાં રહેલું યુરિક એસિડનું પ્રમાણ ઓછું થઇ જાય છે અને સાંધાના દુખાવામાં રાહત થતી જોવા મળે છે.
લીંબુ પાણી પીવાના અન્ય ફાયદાઓ
આ સિવાય ઝાડા ઉલટી, ટાઇફોઇડ કે બીજ અન્ય રોગમાં પણ લીબુંનું પાણી અક્સીર માનવામાં આવે છે. ખોરાક ન લેવાતો હોય તે સમયે પણ લીંબુપાણી ખોરાક જેવું કામ કરે છે. તેનાથી શરીરમાં વિટામિસ સી તો વધે જ છે, અને સાથે સાથે શરીરને જરૂરી પ્રવાહી પણ મળે છે.
લીંબુનું પાણી પીવાથી લીવરને તાકાત મળે છે. અને, શરીરમાં એંઝાઇમ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. જેને કારણે તમારા ખોરાકની ચયાપચય ક્રિયા સારી રીતે થાય છે.
લીંબુનું પાણી પીવાથી શરીરમાંથી ક્ષાર દૂર થાય છે. જેના લીધે કિડનીની પથરીની જેમ ગોલબ્લેડરની પથરી થવાની શક્યતા પણ ઓછી થઇ જાય છે. તેમજ, ગોલબ્લેડરની પથરીને કારણે થતો દુખાવો પણ ઓછો થાય છે.
લીંબુ પાણી પીવાથી તમારા હાથના અને પગની આંગળીના અને અંગુઠાના નખ મજબૂત થાય છે. અને તેમાં સફેદ ડાઘા પડતાં બંધ થાય છે.
રોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ ગરમ પાણીમાં એક લીંબુનો રસ નાખીને પીવાથી તમારા શરીર રહેલું આલ્કલાઇન ઓછું થાય છે.
લીંબુ પાણી બનાવવાતી વખતે આ ભૂલો કયારેય ના કરવી
ઘણા ખરા લોકો વજન ઉતારવા માટે લીંબુપાણી પીતા હોય છે. પણ, ઘણી વાર વજન ઘટવાની જગ્યા એ વધી જતું હોય છે. એ પાછળનું કારણ એ છેકે લીંબુપાણી બનાવની ખોટી રીત. લીંબુ પાણી બનાવવાની સાચી રીત વિશે જાણી લઇએ, જે લોકો વજન ઘટા5વા માટે લીંબુ પાણી પિતા હોય છે એ લોકો અજાણતા લીંબુપાણીમાં ખાંડ ઉમેરતા હોય છે. ખરેખર ખાંડ લીંબુની અસરને ઘટાડે છે અને એ સાથેજ લીંબુ પાણીમાં ખાંડની માત્ર ને કારણે વજન ઘટવાને બદલે વધવા લાગે છે.
ઘણાલોકો ગરમ પાણીમાં લીંબુ અને મધ ઉમેરીને પીતા હોય છે. જે ખરેખર ખોટી રીત છે. કેમકે ગરમ પાણીમાં મધ ઉમેરીને પીવાથી શરીરને નુકશાન થઇ શકે છે. જો તમારે લીંબુ પાણીમાં મધ ઉમેરવુજ હોય તો એ પાણી ને ઠંડુ પાડવાદો અને ઠંડુ થઇ ગયા બાદ એમાં મધ ઉમેરીને પી શકો છો.
આ પણ વાંચો…
- આ રીતે બનવેલો ઘી વગરનો રોજનો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
- કઈ રીતે ઊંડો શ્વાસ લેવાથી માત્ર 48 કલાકમાં શરીરને થાય છે આ 5 ફાયદાઓ
- ઓક્સિજન લેવલ જાળવવા તેમજ ફેફસાને બ્લોક થતા અટકાવવા આ રીતે કરો મિથિલિન બ્લુનો ઉપયોગ
- માત્ર આ 1 આયુર્વેદિક ઔષધ આ 4 રોગોમાં ઉપયોગી છે
- આ કુદરતી રીતે કરો ફેફસાની સફાઈ અને રાખો શ્વસનતંત્રની કાળજી, ક્યારેય નહીં પડે કોઈ તકલીફ
- બળ અને બુદ્ધિ વધારનારૂ ફળ એટલે દાડમ, દાડમ ખાવાના ફાયદા અને નુક્સાન
- એલોવેરા જ્યુસના ફાયદા, એલોવેરા જ્યુસ બનાવવાની રીત
નોંધ:- ઉપર આર્ટિકલ્સમાં જણાવેલ તમામ માહિતી ફક્ત ને ફક્ત શૈક્ષણિક હેતુસર આપવામાં આવી છે. આયુર્વેદ નુસખા તથા આયુર્વેદ ટિપ્સ પ્રત્યેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરતી હોય છે. માટે, આયુર્વેદિક નુસ્ખાઓ દ્વારા કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન દરેક વ્યક્તિને થશેજ એવું માનવું જોઈએ નહીં. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. ક્યારેક, વ્યક્તિની તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે છે. માટે, કોઈ પણ આયુર્વેદિક પ્રયોગ કરતા પહેલા તમારા ફેમિલી ડોક્ટર કે વૈદ્યની સલાહ અવશ્ય લેવી.