અત્યારે કેરીની સીઝન ચાલી રહી છે. અને નાના બાળકો થી લઈને વૃધો સુધી દરેકને કેરી પસંદ હોય છે. અને એમાં વળી કેરીનો રસ ભોજનમાં મળી જાય તો મોજ પડી જાય. કેરીમાંથી અનેક જાતની વાનગી, મીઠાઈ અને ડેઝર્ટ્સ બનતા હોય છે. તો આજે આપણે બાળકોને ભાવતી તેમાંથી એક રેસિપી એવી મેંગો મફિન્સની રેસિપી વિશે જાણીશું અને એ પણ પરફેક્ટ માપ સાથે.
મેંગો મફિન્સ બનાવવાની રીત
સામગ્રી :-
- 1કપ મેંદો
- 1/2 ટીસ્પૂન બેકિંગ પાઉડર
- 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા
- 1/2 કપ સમારેલી ઉકફુસ કેરી
- 2-3 નંગ એલચીના દાણા
- 2 ચપટી જાયફળ પાવડર
- 3 ટેબલસ્પૂન ખાંડ
- 75 ગ્રામ બટર
- 1/2 કપ કન્ડેન્સ્ડ મિલ્ક
Mango muffins banavani rit
સૌ પ્રથમ બ્લેન્ડરમાં 1/2 કપ સમારેલી હાફુસ કેરી, ખાંડ, એલચીના દાણા અને જાયફળ પાઉડર ઉમેરીને એ તમામ સામગ્રીને બ્લેન્ડ કરીમેં સ્મૂધ પ્યુરી કરીલો. ત્યાર બાદ મફિન ટ્રેમાં મફિન લાઇનર્સને મુકો. મફિન લાઇનર્સને મુખ્ય બાદ મફિન બનાવ માટે જરૂરી એવા ઓવનને 180 સે. તાપમાને પ્રીહીટ કરો.
ત્યાર બાદ એક પેનમાં બટરને ધીમા તાપે પીગાળો. અને બટરને હલાવતાં રહો. જેથી કરીને બટર જલદી પીગળી જાય. બટર પીગળે એટલે એને ગેસ પરથી નીચે ઉતારી લો. ગેસ પરથી નીચે ઉતાર્યા બાદ એમાં કન્ડેન્સ્ડ મિલ્ક નાખીને મિકસ કરો. વાયર વ્હિસ્કથી મદદથી એને બરાબર વ્હિસ્ક કરો. બટર સારી રીતે મિક્સ થઇ ગયા બાદ તેમાં મેંગો પ્યુરી નાખી બરાબર ફરી એક વાર મિકસ કરો. જેથી કરી ને બધીજ સામગ્રી બરાબર રીતે મિક્સ થઇ જાય.
ત્યાર બાદ એક ચારણીમાં મેંદો, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર અને ચપટી મીઠું લઇને એ બધીજ સામગ્રી સીધે સીધું જ મેંગો પ્યુરી બાઉલમાં યાળો. સ્પેચ્યુલાથી મિશ્રણ મિકસ કરો જેથી કરીને ખીરામાં વોલ્યુમ જળવાઈ રહે. એ રોટલીના લોટ જેવું નક્કર ના હોવું જોઇએ. જો ખીરું વધુ પડતું જાડું થઇ જાય તો એમાં થોડું દૂધ નાખવું.
હવે તૈયાર થયેલા ખીરાને સ્પૂનની મદદથી મફિન્સ મોલ્ડમાં 3/4 ભાગ સુધી રેડો. બધા મફિન્સ મોલ્ડ ભરાઈ ગયા બાદ મફિન્સ ટ્રેને ઓવનમાં 30-40 મિનિટ સુધી મફિન્સને બેક કરવા માટે મુકો. વચ્ચે વચ્ચે તમે મફિન્સમાં ટુથપીક ખોસીને મફિન્સ તૈયાર થયા છે કે નહીં તે યેક કરી શકો છો.
30-40 મિનિટ સુધી મફિન્સ બેક થયા બાદ મફિન્સ ટ્રેને ઓવનમાંથી બહાર કાઢી લો. ઓવનમાંથી બહાર કાઢ્યા બાદ ત્રણ-ચાર મિનિટ બાદ મફિન્સને ટ્રેમાંથી કાઢી ઠંડા પાડવા માટે રહેવાદો. ઠંડા પડી ગયા બાદ આપણા મેંગો મફિન્સ તૈયાર છે. તૈયાર થયેલા માંગો મફિન્સને ડેઝર્ટ તરીકે પણ સર્વ કરી શકાય છે.
આ પણ વાંચો…
- 10+ ઉપયોગ માં આવે તેવી કિચન ટિપ્સ અને ટ્રિક્સ
- આ રીતે બનવેલો ઘી વગરનો રોજનો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
- એલોવેરા જ્યુસના ફાયદા, એલોવેરા જ્યુસ બનાવવાની રીત
- મસૂર દાળ કબાબ ટિક્કી બનાવવાની રીત