આપડે ગુજરાતી મિત્રો ખાવાના શોખીન. અને એમાં વળી કાઠિયાવાડી રસોઈ મળી જાય તો મોજ પડી જાય. કાઠિયાવાડી ભોજનમાં અવનવી ચટણીઓની વાતજ કૈક નિરાલી છે. કાઠિયાવાડી ભોજનના સ્વાદમાં વધારે કરે એ ચટણીઓ. એમાં વળી કેરીની ચટણી, ધાણાની ચટણી, ખજૂર આમલીની ચટણી અને લસણની ચટણી. ભાઈ…. ભાઈ….
આ ચટણીઓનું નામ લેતાજ મોઢામાં પાણી આવી જાય. ચટણીઓનું ગુજરાતી ભોજનમાં એવું તો આગવું સ્થાન છે કે, એક ટાઈમ જમવામાં શાક ના હોય તો પણ તમે આ ચટણીઓ રોટલી સાથે ખાઈ શકો છો.
તો મિત્રો, આજે આજના આર્ટિકલમાં આપણે એકદમ નવાજ પ્રકારની આદુની ચટણી વિશે જોઇશુ. આદુની ચટણી રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવામાં પણ મદદ કરે છે માટે હૂતો કહીશું કે દરેક જાણે ઘરે આ ચટણીને બનાવી જોઈએ.
આ આદુની ચટણી બનાવવી ખૂબ સરળ છે. અને એમાં વધારે માથાકૂટ કે કોઈ પ્રકારની વધારે પડતી ઝંઝટ પણ નથી. અને મજાની વાત તો એ છેકે આ આદુની ચટની ઘરના બધાંજ મોટા-નાના સભ્યોને આરોગ્ય લાભ પહોંચાડશે.
આદુની ચટણી બનાવવાની રીત । Ginger Chutney Recipe
સામગ્રી :
એક નાનો આદુનો ટુકડો, અડદની દાળ ૧ ચમચી, ચણા દાળ ૨ ચમચી, સૂકા લાલ મરચાં ૩, આમલીનો પલ્પ ૧ ચમચી, ગોળ ૧ ચમચી, જીરું અડધી ચમચી, ડુંગળી ૧, મીઠુ અને તેલ સ્વાદ મુજબ, રાઈ અડધી ચમચી, મીઠો લીમડો, તેલ, હીંગ ચપટી.
ચટણી બનાવવાની રીત :
સૌ પ્રથમ આદુને ધોઈને સારી રીતે સાફ કરી લેવું. આદુ સાફ થઇ ગયા બાદ,આદુને છોલીને તેના નાના કટકા કરી લો. કટકા થઇ ગયેલ આદુ ને એકબાજુ સાઈડમાં મુકીદો અને ગેસ ચાલુ કરો.
ગેસ ચાલુ કાર્ય બાદ એક ચોખ્ખું પેન લઈને એમાં ૧ ચમચી તેલ નાખીને મધ્યમ તાપ પર પેનમાં ગરમ કરો. ગરમ થયેલા તેલમાં અડદ દાળ, ચણા દાળ અને સૂકા લાલ મરચા નાખો અને ધીમી માધ્યમ તાલ સાથે સંતાળો. સારી રીતે સાંતળીને શેકાય ગયા બાદ મસાલો તેને એક પ્લેટમાં કાઢી લો.
ત્યારબાદ આજ રીતે જીરું, આદું અને ડુંગળીને પણ સાંતળી લો. આ બધું સાંતળાઈ ગયા બાદ આ મિશ્રણને ઠંડુ કરવા માટે રાખો. જ્યારે આ બધા સાંતળેલા મસાલા ઠંડા થઇ જાય ત્યારે એ બધા મસાલા, બારીક કટકા કરેલ આદુ ને મિસ્કરમાં ક્રશ કરવા માટે નાખો. ક્રશ કરતી વખતે તેમા ગોળ, આમલી, મીઠુ અને થોડું પાણી નાખી ક્રશ કરવું, જેથી કરીને બધા મસાલા એક રસ થઇ જાય.
ક્રશ થયેલ બધી સામગ્રીને મિક્સર જારમાંથી બહાર કાઢી લેવી. હવે આ સામગ્રી નો આપણે વઘાર કરવાનો છે. વધાર માટે એક પેનમાં તેલ ગરમ કરી લો.અને તેમાં રાઈ, સૂકા લાલ મરચા, હીંગ અને લીમડો નાખો. હવે આ તેલ વાળું મિશ્રણ ચટણીમાં નાખી દો. અને આ બધીજ સામગ્રી ને સારી રીતે હલાવી લો. તો મિત્રો, તૈયાર છે આપણી રોગ પ્રતિરોધક ક્ષમતા વધારનાર આદુની સ્વાદિષ્ટ ચટણી
આ ચટણી ને તમે રોટલા કે રોટલી સાથે કે પછી બ્રેડ ઉપર લગાવીને પણ અમે ખાઈ શકો છો. મિત્રો, અહીંયા હું એક વાત નું ધ્યાન દોરીશ કે આ આદુની તાસીર ગરમ હોવાથી ઉનાળા ની સીઝનમાં આ ચટણીનો બહુ ઉપયોગ કરવો નહિ. શિયાળા અને ચોમાસામાં પણ પ્રમાણસર આ ચટણીનો ઉપયોગ કરવો.
આ પણ વાંચો…
- 10+ ઉપયોગ માં આવે તેવી કિચન ટિપ્સ અને ટ્રિક્સ
- આ રીતે બનવેલો ઘી વગરનો રોજનો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
- એલોવેરા જ્યુસના ફાયદા, એલોવેરા જ્યુસ બનાવવાની રીત