Aloe Vera Benefits – એલોવેરા એ 5,000 વર્ષ જુની રામબાણ ઔષધી છે. તેનું વાનસ્પતિક નામ ધૃતકુમારી એટલેકે કુંવારપાઠુ તરીકે ઓળખવામાં છે. કુંવારપાઠા ને સંજીવની છોડ તરીકે પણ ઓળખવામાં આવે છે. Aloe Vera – કુંવારપાઠા ની લગભગ 250 જેટલી પ્રજાતિઓ છે, જેમાંથી અમુકજ ચોક્કસ ઔષધીય ગુણોથી પરિપુર્ણ છે. આ પ્રજાતિઓમાંથી એક સૌથી વધારે પ્રભાવશાળી પ્રજાતિ છે બાર્બાડેન્સીસ મીલર. આપણા શરીરને જરૂર પડતા 21 એમિનો એસિડ પૈકી 18 એમિનોએસીડ તો માત્ર એલોવેરામાંથી મળે છે.
શરીરમાં થતી ઘણીખરી બીમારીઓ આપણા પેટમાં થતી સમસ્યાઓને લઈને થતી હોય છે. જેથી પેટને યોગ્ય રીતે સાચવવું ખુબ જરૂરી છે. આ માટે જો દવાઓનો ઉપયોગ કર્યા વગર ઘરમાંજ, તેનો યોગ્યરીતે સારવાર કરવામાં આવે તો, સૌથી સારું કેમ કે દવાઓના વધુ પડતા સેવન થી પણ ઘણી વાર પેટમાં એસીડીટી જેવી સામાડયા થાય છે. પેટમાં થતી સમસ્યાઓ માટે એલોવેરા જ્યુસ – Aloe Vera Juice અકસીર ઉપાય છે. આજે અમે તમને જણાવીશું કે કઈ રીતે સવારે ઉઠીને એલોવેરા જ્યુસ પીને પેટમાં થતી સમસ્યા માં અને બીજા રોગોમાં કરી રીતે ફાયદાકારક છે. આવો જાણીએ સવારે ખાલી પેટ જ્યુસ પીવાના ફાયદા – Aloe Vera Juice Benefits
એલોવેરા જ્યુસના ફાયદા । Aloe Vera Juice Benefits
વજન ઘટાડવું :- Aloe Vera Juice Benefits For Weight Loss
વજન ધટાડવા માટે દરરોજ એક ગ્લાસ એલોવેરા જ્યૂસ પીવું એ યોગ્ય રહે છે. તેને પીવાથી પાચન ક્રિયા થતા પ્રોબ્લેમ થી પણ છુટકારો મળે છે. અને પંચાન ક્રિયા પણ સ્વસ્થ રહે છે. એલોવેરા જ્યૂસમાં ઘણાખરા પોષક તત્વો પણ હોય છે કે જે શરીરને નબળુ પડવા દેતા નથી. તેને પીવાથી વારે વારે ખાવાની ટેવ પણ દૂર થઈ જાય છે.
કિચન માં કામ કરતી વખતે પડતા નાના મોટા ઘામાં ઉપયોગી :-
બહેનો ને કિચનમાં કામ કરતા સમયે કેટલીકવાર નાના મોટા ઘા પડતા હોય છે અથવા તો કોઈ જગ્યા એ દાઝી પણ જતા હોય છે. આવામાં એલોવેરાની જેલમાં વિટામીન E ઓઈલ મિક્ષ કરીને એક બોટલમાં ભરીને રાખી લેવું. જ્યારે પણ આ રીતે કોઈપણ રીતે વાગી જાય કે દાઝી જાય ત્યારે આ મિશ્રણને તે ભાગ પર લગાવી દેવું જેથી કરી ને રાહત અનુભવાય અને ઘા પણ જલ્દીથી મટે.
શારીરિક એનર્જી વધારવા :- Aloe Vera Juice For Energy Boost
એલોવેરા જ્યુસને એનર્જી ડ્રિંક પણ કહેવાય છે. એલોવેરાના જ્યૂસમાં ઘણા પ્રકારના પોષક તત્વો, વિટામિન અને મિનરલ્સ હોય છે જે બોડીને સુધારવાનું કામ કરે છે જેને દરરોજ પીવાથી એનર્જી આવે છે, અને શારીરિક એનર્જી પણ વધે છે, એને પીવાથી શરીરની પ્રતિરોધક ક્ષમતામાં વધારો થાય છે.
માઉથવોશ તરીકે – Aloe Vera Juice Na Fayada
માઉથવોશ તરીકે એલોવેરા જબરદસ્ત રીતે કામ કરે છે. 2 ભાગ એલોવેરા જેલ, 3 ચમચી બેકિંગ સોડા, 1 ભાગ પાણી, એક ચમચી લીંબૂનો રસ, 5 ટીપાં ફુદીનાનું તેલ આ બધું બરાબર મિક્ષ કરી એક બોટલમાં ભરી લેવું અને આનો ઉપયોગ જરૂર મુજબ માઉથ વોશ તરીકે કરવો.
દાંતો માટે ફાયદાકારક :- Aloe Vera Juice Benefits For Teeth
એલોવેરા જ્યુસમાં એંટી-માઇક્રોવાઇલ પ્રૉપર્ટી હોય છે કે જે દાંતોને જર્મ-ફ્રી અને સાફ રાખે છે. એલોવેરા જ્યુસને મોઢામાં ભરીને એના કોગળા કરવાથી મોઢામાં પડતાં ચાંદા, છાલા અને રક્તસ્રાવને પણ રોકી શકાય છે. આ રીતે આ જ્યુસ દાંતોની સમસ્યા માટે પણ ફાયદાકારક છે.
ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવા :-
એલોવેરા જ્યુસમાં વિટામિન A , B, C, D, અને કેટલાક અન્ય જાતના મિનરલ્સ પણ ભરપૂર માત્રામાં હોય છે એ ઉપરાંત એલોવેરા જ્યુસમાં આર્યન, પોટેશિયમ, કેલ્શિયમ, સોડિયમ, ક્રોમિયમ, મેગ્નેશિયમ, મેગેનીઝ, તાંબુ અને જસત જેવા ઉપયોગી ખનીજ તત્વો પણ હોય છે. જે આપણા ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે. માટે, જો રોગોથી બચવું હોય તો નિયિમિત એલોવેરા જ્યુસ પીવું જોઈએ.
એલોવેરાના બીજા અન્ય ફાયદા :- Aloe Vera Benefits
1. સવારે પાણી સાથે એલોવેરા જ્યુસ પીવાથી પેટ સાફ રહે છે અને કબજિયાત પણ રહેતી નથી. રોજ તેનુ સેવન કરવાથી પેટની સિસ્ટમ શરીરની ગંદકી બહાર કાઢે છે જેનાથી પેટ સાફ થાય છે.
2. અનેકવાર ઉંઘ પૂરી કરવા છતા પણ ઘણીવાર માથાનો દુખાવો થયા કરતો હોય છે. શરીરમાં રહેતી પાણીની કમીને કારણે આવું થતું હોય છે. તેનાથી બચવા માટે ખાલી પેટ સવારે એલોવેરા જ્યુસ પીવો.
3. એલોવેરા જ્યુસ પીવાથી શરીરનું મેટાબોલિજ્મ પણ મજબૂત થાય છે. સવારે ખાલી પેટે એલોવેરા જ્યુસ પીવાથી શરીરનુ મેટાબોલિજ્મ ને 24 ટકા વધારી શકાય છે. તેનાથી ખાવાનુ પણ સારી રીતે પચી જાય છે અને પાચન ની સમસ્યાથી રાહત મળે છે.
4. દરરોજ એલોવેરા જ્યૂસનું પીવાથી ટાઈપ-2 ડાયાબિટીસ કંટ્રોલમાં રાખી શકાય છે. બ્લડશૂગરને કંટ્રોલ કરવામાં પણ એલોવેરા જ્યુસ એક ચમત્કારી દવા ઓછી નથી.
5. પાળતુ પ્રાણીઓના કાન સાફ કરવા માટે એલોવેરા જેલનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે પણ જાનવરના કાન સાફ કરવા હોય ત્યારે જાનવરના કાનમાં એલોવેરા જ્યૂસ રેડી દેવું અને થોડીવાર બધો મેલ બહાર આવી જશે ત્યાર બાદ કોટનથી કાન સાફ કરી લેવા જેથી કાન ચોખ્ખા થઈ જશે.
6. અર્થરાઈટિસનો દુખાવો થવા પર દુખાવાવાળા ભાગ પર એલોવેરા જેલ લગાવવાથી દુખાવામાં રાહત મળે છે. આમ, એલોવેરા અર્થરાઈટિસના દુખાવામાં પણ દર્દ નિવારણ તરીકે કામ કરે છે.
7. વાળ માટે એલોવેરા એક ઉત્તમ હેર કંડીશનર છે. વાળ માટે તો એલોવેરા વરદાન સમાન છે. જયારે પણ વાળ ધોવા હોય ત્યારે એલોવેરા જેલને થોડાક સમય માટે વાળના મૂળિયામાં મસાજ કરવી ત્યાર બાદ થોડીક વાર વાળના મૂળિયામાં રહેવા દેવું અને થોડા સમય બાદ વાળ ધોઈ નાખવા, આવું કરવાથી વાળ મુલાયમ, ચમકીલા અને સ્વસ્થ બને છે.
8. શુદ્ધ એલોજેલથી બનેલા એલોવેરા જ્યુસ ને રોજ પીવામાં આવે તો આંતરડા તંદુરસ્ત થાય છે, અને સાથે સાથે શરીરમાં પ્રોટીન ગ્રહણ કરવાની ક્ષમતા પણ વધારો થાય છે.
9. એલોવેરા વેજાઈનલ ઈન્ફેક્શનમાં રામબાણ ઔષધી સાબિત થાય છે. એલોવેરા જેલને દિવસ દરમિયાન 1 થી 6 અંશ સુધીના ઉપયોગ માત્રાથી સમસ્યા જડથી દૂર થઈ જાય છે.
10. સનબર્નને કારણે જો ચામડીમાં બળતરા થતી હોય તો જે જગ્યા એલોવેરા જેલથી મસાજ કરવું જોઈએ. આમ ચામડીમાં થતી બળતરામાં રાહત મળશે, સ્કિન ગ્લો કરશે અને સ્કિનમાં નેચરલ નિખાર પણ આવશે.
એલોવેરાને લઇને મનમાં ઉભા થતા પ્રશ્નો
શું એલોવેરાનો જ્યુસ ભૂખ્યા પેટે પી શકાય ?
હા,એલોવેરાનો જ્યુસ ભૂખ્યા પેટે પી શકાય છે.
શું ગર્ભવતી સ્ત્રીઓએ એલોવેરાનો જ્યુસ પીવો જોઇયે ?
ગર્ભવતી સ્ત્રીઓએ એલોવેરાનો રસ અથવા તો તેમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુઓ લેવી જોઈએ નહી. કેમકે, એનાથી ગર્ભ પર અસર પડે છે.
એની તાસીર કેવી હોય છે?
ગરમ તાસીર હોય છે.
એલોવેરા જ્યુસ બનાવવાની રીત । How To Make Aloe Vera Juice
એલોવેરાના નાના ટુકડા ને લઇ ચોખ્ખા પાણી વડે સાફ કરી ને સાફ કરી લો. ત્યારબાદ, એની બંને બાજુ રહેલા કાંટા વાળા ભાગ ને કાઢી ને એમાં રહેલો સફેદ પલ્પ એક ચોખ્ખા વાસણમાં કાઢી લો, હવે સફેદ પલ્પને મિક્ષર બાઉલમાં ઉમેરી ને ૧ ગ્લાસ પાણી એડ કરી ને એને ક્રશ કરી લો.
સારી રીતે એક રસ થઈને ક્રશ થઇ ગયા બાદ એલોવેરા જ્યુસને એક ચોખ્ખા વાસણમાં કાઢી લો. તો રેડી છે તમારો એલોવેરા જ્યુસ. આ જ્યુસ ને વધુ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે એમાં આદુ, તુલસી, અને અમલા નો રસ ઉમેરી ને પણ તમે પી શકો છો.
ઘણા લોકો જ્યુસ બનાવીને બોટલ માં ભરી લેતા હોય છે. અને, જરૂરિયાત મુજબ પીતા હોય છે. પણ, જયારે પણ તમારે એલોવેરા જ્યુસ પીવો હોય તો હંમેશા જ્યુસ તાજો જ બનાવીને પીવો. જેથી કરીને એમાં રહેલા જરૂરી પોષકતત્વો જળવાઈ રહે.
આ પણ વાંચો…