હાલના સમયમાં મોટાભાગે પતી અને પત્ની બંને કામ કરતા હોય છે. પત્ની ને ઓફિસના કામકાજની સાથે સાથે ઘરની જવાબદારી તેમજ બીજા અન્ય ઘરેલુ કામો પણ કરવા પડતા હોય છે. અને એમાં વળી મહત્વની જવાબદારી એટલે રસોઈ. ઓફીસના ટાઈમ સાચવવામાં તેમજ ધારણા બીજા અન્ય કામની ઉતાવળમાં ઘણીવાર રસોઈ કરવાનું માપ ધ્યાન બહાર નીકળી જતું હોય છે. એના કારણે કોઈ વાર રસોઈ ખૂટી જાય કે પછી કોઈ વાર રસોઈ વધી પણ જાય છે.
રસોઈ ખૂટી જાય તો એ બહુ મોટો પ્રશ્ન નથી કેમકે અત્યારે તો ઓનલાઈન ઓર્ડર કરી ને પણ જમવાનું મંગાવી શકાય છે. પણ ઘણી ગૃહિણીઓ સામે પ્રશ્ન એ આવે કે રસોઈ વધી પડે તો શું કરવાનું ? અમુક વાર તો સાંજે આવીને જમવાનું બનવું ના પડે એ માટે થઈને પણ સવારે વધારે રસોઈ બનાવી દેતા હોય છે. જેથી કરી ને સાંજે આવીને ખાલી ગરમ કરીને એ ખાઈ શકાય. આપણે ત્યાં મોટાભાગના ઘરમાં સવારે રસોઈ બનાવ્યા પછી, જમતી વખતે એ રસોઈને ફરી ગરમ કરીને ખાવામાં આવે છે. ઘણીવાર તો સવારની વધેલી રસોઈને સાંજે પણ ગરમ કરીને ખાતા હોય છે.
પરંતુ એવા કેટલાક પદાર્થો છે જે આવી રીતે ફરી વાર ગરમ કરીને ખાવામાં માં આવે તો આપણા શરીરને નુકશાન થઇ શકે છે. તો, આજે આપણે એવા 5 પદાર્થો વિશે જાણીશું કે રસોઈ કાર્ય બાદ ફરી વાર ગરમ કરીને ખાવાથી આપણને નુકશાન પહોંચાડી શકે છે.
આ 5 ખાદ્ય પદાર્થ ફરીવાર ગરમ કરીને ન ખાવા
બટેકા :-
આપણા ગુજરાતીઓ બટેકાનો ઉપયોગે મોટાભાગે દરેક શાકમાં કરતા હોય છે. પણ મિત્રો, બટેકાના શાકને ક્યારેપણ ફરીવાર ગરમ કરીને ખાવું ન જોઈએ. એમ કરવાથી એની સીધી અસર પાચન ક્રિયા ઉપર પડે છે. અને, પાચનક્રિયા બગાડે છે તેમજ પેટની સમસ્યાઓ પણ થઇ શકે છે.
પાલક:-
પાલક હેલ્થ માટે ખુબજ લાભદાયક છે. કબજિયાતના રોગમાં પાલક ઉત્તમ માનવામાં આવે છે. ટૂંકમાં, પાલકને ગમે તે રીતે રાંધીને ખાવાથી લાભ થાયજ છે. પરંતુ જો આ પાલકના શાક ને ફરીવાર ગરમ કરીને ખાવામાં આવે તો એનો સ્વાદ તો ફિક્કો પડી જ જાય છે. પણ, સાથે સાથે કેન્સર થવાની શક્યતાઓ પણ વધી જતી હોય છે.
બીટ:-
બીટ શરીરમાં લોહીની ઉણપને પુરી કરવાનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. બીટનો જ્યુસ પીવાથી શરીરમાં તાજગી અને શક્તિમાં વધારો કરે છે. ઘણા ખરા લોકો બીટનું શાક બનાવીને પણ ખાતા હોય છે. પણ બીટના શાક ને ફરીવાર ગરમ કરીને ખાવામાં આવે તો, શરીરમાં વાયુનો વધારો થાય છે. જે શરીરમાટે હાનિકારક છે.
ભાત:-
ભાત એક એવી વસ્તુ છે કેજે ભારત દેશના મોટાભાગના ઘરોમાં ખવાતો હશે. એકવાર ભાત બની ગયા બાદ ફરીથી એને ગરમ કરીને ખાવા ન જોઈએ. જાણકારોના અનુસાર એમ કરવાથી લાંબાગાળે તમારા શરીરને નુકશાન થઇ શકે છે.
તુવેર દાળ:-
તુવેર દાળની તાસીર શરીરમાં વાયુ કરનારી છે એમ માનવામાં આવે છે. એકવાર દાળ બની ગયા પછી એને વારંવાર ગરમ કરીને ખાવામાં આવે તો શરીરમાં વાયુનો વધારો થાય છે. અને વાયુ વધવાથી સાંધાના દુખાવાની ફરિયાદ રહેતી હોય છે.
નોંધ:- ઉપર આર્ટિકલ્સમાં જણાવેલ તમામ માહિતી ફક્ત ને ફક્ત શૈક્ષણિક હેતુસર આપવામાં આવી છે. જે ઈન્ટરનેટમાં માધ્યમ થકી માહિતી એકઠી કરીને જણાવવામાં આવી છે.
આ પણ વાંચો…