સામાન્યરીતે નાની ઈલાયચીનો ઉપયોગ સુગંધ અને સ્વાદ માટે કરવામાં આવે છે. મીઠી વાનગીઓમાં ઈલાયચીનો ઉપયોગ ખાસ કરવામાં આવે છે. કેટલાક લોકો ચા માં પણ ઈલાયચીનો ઉપયોગ કરતા જોવા મળે છે. ઈલાયચીનો ઉપયોગ કરવાથી ચા એકદમ ખીર જેવી મીઠી બને છે. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે, ઈલાયચી એક આયુર્વેદિક ઔષધિ તરીકે પણ રોજિંદા જીવનમાં ખૂબ ઉપયોગી નીવડી શકે છે. તેના બીજા પણ ઘણા બધા ફાયદા છે, જેના વિશે જાણીને તમે દંગ રહી જશો.
એલચીના ફાયદા – ( Elchi na fayada )
મોઢા માંથી દુર્ગંધ દૂર કરે છે:-
જમ્યા પછી મોઢામાં આવતી વાસને દૂર કરવા એલચીની મુખવાસ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. અને આથી જ ઈલાયચી ને એક સારું માઉથ ફ્રેશનર પણ કહેવાય છે. તેને ખાવાથી મ્હોની દુર્ગંધ દૂર થાય છે. જો તમારા મ્હોંમાંથી વધારે પડતી દુર્ગંધ આવતી હોય તો તમારે દરેક સમયે મ્હોંમાં એક ઈલાયચી રાખવી જોઈએ.
આયુષ્ય વધારે છે:-
ચાઈનીઝ પ્રથા અનુસાર ઈલાયચી વાળી ચા પીવી એ લાંબા આયુષ્યનું રહસ્ય છે. કારણ કે આવી ચા તમારી આંતરિક શુદ્ધિ માટે આવશ્યક છે. જે રોજ પીવાથી તમારું સ્વાસ્થ્ય સુધારી શકે છે અને તમે લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરી શકો છો.
રક્ત પરિભ્રમણ વધારે છે:-
એલચી શરીરમાં રક્તનું પરિભ્રમણ કરવા માટે પણ જાણીતી છે. ખાસ કરીને તમારા ફેફસાના રોગોમાં તે ઘણીવાર શ્વસનતંત્રના ઉપચારમાં કુદરતી ઉપચાર તરીકે પણ વપરાય છે. તે તમારી જીવનક્ષમતામાં વધારો કરી તમારી ઊર્જાને વધારવામાં મદદરૂપ સિદ્ધ થાય છે.
શરદી – કફમાં રાહત:-
એલચી ખાવાથી મિત્રો શરદી કફમાં પણ રાહત મળે છે. શરદી કફની સમસ્યા હોય તે લોકો એ ગરમ દૂધ સાથે આઠ દિવસ સુધી એલચી ખાવી જેનાથી તમને રાહત મળશે. અને કફ પણ બધો બહાર નીકળી જશે. એલચી એ શરીરને અંદરથી ગરમી આપે છે અને કફને બહાર કાઢવાનું કાર્ય કરે છે અને બીજી વાર પણ કફને અનાર જમાં થવા દેતી નથી.
પાચનક્રિયાને કરે છે મજબૂત:-
ઘણા લોકોના ઘરે જમ્યા બાદ ઈલાયચી ખાવાનું ચલન જોવા મળતું હોય છે. જે મુખવાસ તરીકે લઈ શકાય છે.જમ્યા બાદ ઈલાયચી ખાવી ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં રહેલા તત્વો જમવાનું પચાવવામાં ખૂબ મદદ કરે છે. આથી, લોકો ઘણાં આયુર્વેદના જાણનાર લોકો જમ્યા બાદ ઈલાયચી ને મુખવાસ તરીકે લેવાનું પસંદ કરે છે.
પેશાબ સંબધીત સમસ્યામાં રાહત :-
પેશાબ સંબધીત સમસ્યા રહેતી હોયતો દૂધને પાણી સરખા ભાગે લઇને એમાં એલચીનો ભૂકો નાખીને ઉકાળો. ઠંડુ પડે ત્યારબાદ એમાં ખડી સાકાર ઉમેરી ને પીવાથી પેશાબ છૂટથી થાય છે. દાડમના રસમાં સિંધવ મીઠું ઉમેરીને સૂંઠ અને એલચી સરખા ભાગે ઉમેરી પીવાથી પણ પેશાબમાં થતી બળતરા માં રાહત થાય છે. અને પેશાબ પણ છૂટથી થાય છે.
રક્તમાં સાકરનું પ્રમાણ જાળવી રાખે છે:-
કાળી એલચી હાઈ બ્લડ શુગર લેવલના ઘરગથ્થુ ઉપચારમાં મહત્ત્વપૂર્ણ છે. તેમાં રહેલું મેગેનિઝનું વધારે પ્રમાણ રક્તના બ્લડશુગર લેવલને નિયંત્રિત કરે છે.
એસિડિટીમાં રાહત આપે છે :-
જી હા, મિત્રો આજ કાલના તીખા તળેલા ખોરાકને લીધે એસિડિટીના સમસ્યા રોજિંદા જીવનમાં વણાયેલી છે. એસિડિટીમાં રાહત મેળવવા માટે જમ્યા પછી દરરોજ બે એલચી ખાવાથી એસિડિટીમા રાહત મેળવી શકાય છે.
વજન ઘટાડવામાં મદદરૂપ :-
એલચી તમારા ઉર્જાના ચયાપચયનું કાર્યને સક્રિય ક કરે છે. જેનાથી તમારું શરીર વધુ પ્રમાણમાં કેલેરી બાળે છે.
લોહીનું દબાણ નીચું લાવે છે:-
કોથમીર અને એલચીનો એક કપ રસ પીવાથી તમારું લોહીનું દબાણ નીચું આવી શકે છે.
ઘરેલુ ઉપચારમાં એલચીનો ઉપયોગ | Elchi na gharelu upchar
શરીરમાં કોઈ જાત ની બળતરા થતી હોય જેવીકે, પેશાબ ની બળતરા, હાથ પગની બળતરા કે પછી અન્ય અંગોની બળતરા એ સમયે આમળાના રસ માં એલચીનો ભૂકો નાખી ને પીવાથી શરીરમાં થતી બળતરા દૂર થાય છે.
ઉલટી અવતી હોય કે ઉબકા આવતા હોય તો પણ દાડમના રસમાં એલચીને ઉમેરીની પીવાથી ઉલટી તથા ઉબકા માં રાહત મળે છે.
હરસ – માસની તકલીફમાં 1 નાની ચમચી એલચીના ચૂર્ણમાં મધ, ઘી અને સાકાર ઉમેરીને 15 દિવસ સુધી લેવાથી ફાયદો થાય છે.
શરીરમાં અકળામણ થતી હોય કે જીવ મુંજાતો હોય તો એક ચમચી મધમાં એલચીનો ભૂકો ઉમેરીને ચાટવાથી રાહત થાય છે.
પેટમાં ઊંધો ગેસ ચડતો હોય કે આફરો ચડતો હોય, તો લીંબુના રસમાં સેકેલી હિંગ અને એલચીનું ચૂર્ણ મેળવીને પીવાથી સારો એવો ફાયદો થાય છે.
માનસિક તાણ રહેતો હોયતો દરરોજ એલચીનો ઉકાળો પીવાથી આ સમસ્યા દૂર થાય છે. તેનો ઉકાળો બનાવવા પાણીમાં ઇલાયચી પાવડરને ઉકાળો.
તો, મિત્રો એલચી એ રોજિંદા જીવનમાં બનતી નાની – મોટી સમસ્યા હોય કે ક્યારેક બનતી સમસ્યા હોય દરેક સમસ્યામાં એલચી મહત્વનો ભાગ ભજવે છે. તો ચલો આપણે પણ આજથી જ રોજિંદા આહારમાં એલચીની ઉપયોગ શરૂ કરીએ અને જીવનને તંદુરસ્ત બનાવીએ…
આ પણ વાંચો…