OMG! શું તમે જાણો છો..??? વધુ પડતી સેલ્ફી લેવાથી પણ શરીરમાં ઘણા પ્રકારના નુકસાન થઈ શકે છે.
આજકાલ સેલ્ફી લેવાનો જમાનો વધી ગયો છે. સેલ્ફી લેવા માટે લોકોમાં વધુ પડતી દિવાનગી જોવા મળે છે. આજ કાલ લોકો સેલ્ફી લેવાના ખૂબ વધારે જ શોખીન બની ગયા છે. અમુક લોકો રોજ 4થી 5 સેલ્ફી લે છે. કોરોના કાળમાં લોકોએ ઘરે જ તૈયાર થઈને અઢળક સેલ્ફી લીધી છે. પરંતુ શું તમે જાણો છે કે વધુ સેલ્ફી લેવી એ પણ આપણા શરીર માટે ઘણા પ્રકારના નુકસાન પણ થઈ શકે છે. તો શું તમે શરીરમાં થતા નુકસાન વિશે જાણો છો..??
તો ચલો આજે જાણીએ અને વધુ પડતી બિનઉપયોગી સેલ્ફી લેવાની કયા કયા નુકશાન થાય છે.
સેલ્ફી લેવાથી શરીરમાં થતા નુકસાન
કાંડા ને પણ નુકસાન થઈ શકે છે. :-
જો તમે હાથને લાંબો ખેંચીને, કાંડાને અંદરની તરફ વાળીને કૂદો છો, ખડકો પર ઊભા રહીને સેલ્ફી ખેંચો છો તો આ બાબત તમારા માટે ખતરનાક પણ બની શકે છે. કેમ કે આ દરમિયાન જો તમારું સંતુલન યોગ્ય ન રહે તો પડી જવાને કારણે કાંડામાં ગંભીર ઈજા પહોંચી શકે છે. અને વારંવાર કાંડા વડે સેલ્ફી લેવાથી કાંડાનો દુખાવો પણ થાય શકે છે. એટલા માટે જ તબીબો આવી સેલ્ફી ન લેવા બાબતે જણાવે છે.
કરચલી :-
સેલ્ફી લેવાની સૌથી મોટું નુકસાન એ છે કે આનાથી તમારી સ્કીનની ઉંમર હોવા કરતા વધુ દેખાવવા લાગે છે. સમય પહેલા તમારા ચહેરા પર વૃદ્ધાવસ્થા દેખાય છે. વધુ સેલ્ફી લેવાથી ચહેરા પર કરચલીઓ આવી શકે છે. આ સાથે જ ચહેરાનો ગ્લો પણ ઘટી જાય છે. કહેવાય છે કે કોઈ પણ પ્રકારની ક્રીમ કે સનસ્ક્રીનથી આનો બચાવ થઈ શકે નહિ.
ચહેરા પર થાય છે નુકસાન :-
આજના સમયમાં સેલ્ફી લેવાનુ કોને નથી ગમતું. પરંતુ વધુ સેલ્ફી લેવાથી આની ખરાબ અસર થાય છે. હા, તમે બરાબર વાંચ્યુ, સેલ્ફી લેવાથી તમારી સ્કીનને ઘણુ નુકશાન થઇ શકે છે.
ફોનના રેડિએશન ચહેરાને ખરાબ કરે છે :-
સેલ્ફી લેવાની તમને ખૂબ ગમતી હોય અને તમે રોજ સેલ્ફી લેતા હોય તો એ તમારી સ્કીન માટે હાનિકારક સાબિત થઈ શકે છે. મોબાઈલ ફોનમાંથી નીકળતા ઈલેક્ટ્રોમેગ્નેટિક રેડિએશન સ્કીન પર ઘણી ઊંડી અસર કરે છે.
ચહેરાની રંગત પણ પડે છે ફિક્કી :-
આજકાલ લોકો પરફેક્ટ ફોટા માટે 100થી વધુ સેલ્ફી લે છે. વધુ સેલ્ફી લેવાથી આની સ્કીન પર ખૂબ અસર જોવા મળે છે. વધુ સેલ્ફી લેવાથી સ્કીનની રંગત ઘટી જાય છે.
ચલો જાણીએ શું કહે છે નિષ્ણાતો
સ્કીન સ્પેશિયાલિસ્ટનુ માનવુ છે કે ચહેરા પર સ્માર્ટફોનની લાઈટ અને ઈલેક્ટ્રોમેગ્નેટીક રેડીએશનના કારણે સ્કીન પર ઘણુ નુકશાન થઈ શકે છે. સેલ્ફી લેવાથી ચહેરા પર કરચલીઓ વધી શકે છે અને ચહેરા પરની જે રંગત હોય એ પણ ફિક્કી થતી જાય છે. અને ચહેરો ઉંમર કરતા વધુ વૃદ્ધ દેખાવવા લાગે છે.
નિષ્ણાતોનું માનવું છે કે જોખમ વાળી જગ્યાએ સેલ્ફી લેવાથી જાનનું પણ જોખમ થઇ શકે છે. હાથ વડે વારંવાર સેલ્ફી લેવાથી કાંડાને પણ નુકસાન થઈ શકે છે વધુ પડતી સેલ્ફી લેવાથી હાથનો કાયમનો દુખાવો પણ થઇ શકે છે માટે વધુ પડતી સેલ્ફી લેવાનું ટાળો અને પોતાને અને પોતાના શરીરને સેલ્ફીથી થતા નુકસાનથી બચાવો.
મિત્રો આ હતા સેલ્ફી લેવાથી થતા ગેરફાયદાઓ. તો, આપ સૌ આજથી જ ચેતી જજો અને વધુ પડતી સેલ્ફી લેવાનું ટાળજો. પણ હા, સેલ્ફી લેવાની ના નથી. પણ, જરૂર પૂરતી જ અને પોતાને કે પોતાના શરીરના કોઈ અંગને નુકસાન ના થાય એ રીતે સેલ્ફી લેવાથી સેલ્ફીની મજા માણી શકાય, અને સ્વસ્થ પણ રહી શકાય છે. માટે ઓછી સેલ્ફી લેવાનુ રાખો તંદુરસ્ત રહો અને જોખમ ટાળો.
આ પણ વાંચો…
- રોજ સવારે ઉઠીને કરવું આ કામ ચહેરો એકદમ ચમકી ઉઠશે, કરો માત્ર આ 3 ઉપાય
- આ 5 ખાદ્ય પદાર્થોને ભૂલથી પણ ફરી વાર ગરમ કરીને કદી ના ખાશો બગાડી શકે છે તમારી હેલ્થ
- કઈ રીતે ઊંડો શ્વાસ લેવાથી માત્ર 48 કલાકમાં શરીરને થાય છે આ 5 ફાયદાઓ
- સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવાના છે આ 5 અદભુત ફાયદા
- આ રીતે બનવેલો ઘી વગરનો રોજનો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર