મિત્રો, ચોમાસાની સીઝનમાં ક્રિસ્પી કોર્ન સમોસા ખાવાની મજાજ કાંઈક અલગ પ્રકારની હોય છે. એક બાજુ ગરમાગરમ સમોસા તળાતી હોય અને ખાટી-મીઠી ચટણી બનતી હોય જે જોઈને મોજ પડી જાય. સમોસા અને તેની સ્પેશ્યલ ચટણીનું કોમ્બિનેશન પણ લાજવાબ છે. ચોમાસુ એટલેકે વરસાદની સીઝનમાં આપણને કાંઈક મસાલેદાર, ચટાકેદાર ખાવા માટે ઉત્સુક હોઈએ છીએ. અમુક લોકો વરસાદ પડતાની સાથેજ ભજીયા કે દાળવડાનો પ્રોગ્રામ કરીજ નાખે.
વરસાદી વાતાવરણમાં લોકો ખાસ કરીને ચાની ચુસ્કી લેતા સાથે સાથે સમોસા ખાવાની મજા પણ લેતા હોય છે. ખાસ કરી ને આપણે ફરસાણની દુકાને મળતા બટાકા અને વટાણાના સમોસા ખાવા ટેવાયેલા હોઈએ છીએ. એ સમોસા કેવી રીતે બનાવવામાં આવે છે તે સૌ આપણે જાણીએ છીએ. પરંતુ આજના આ રેસિપી આર્ટિકલમાં અમે સ્પેશિયલ કોર્ન ક્રિસ્પી સમોસા કઈ રીતે બનાવવા એ જણાવીશુ.
આ સ્પેશિયલ કોર્ન ક્રિસ્પી સમોસા સ્વાદમાં એકદમ બેસ્ટ અને સ્વાદિષ્ટ તો લાગશેજ. પણ, સ્વાદિષ્ટ લાગવાની સાથો-સાથ તમારું આરોગ્ય પણ સ્વસ્થ રહેશે. તો ચાલો જોઈએ સ્પેશિયલ કોર્ન ક્રિસ્પી સમોસા બનાવવાની રેસિપી વિશે.
સ્પેશિયલ કોર્ન ક્રિસ્પી સમોસા બનાવ માટે સૌ પ્રથમ આપણે સ્ટફિંગ બનાવીશુ. સ્ટફિંગ તૈયાર થઇ ગયા બાદ સમોસા બનાવવા માટેનું બહારનું પડ જેમાં આપણે સ્ટફિંગ ભરવાનું છે એ કઈ રીતે બનાવવું એ જોઇશુ.
સમોસાનું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી :-
બાફેલી કોર્નના દાણા ( મકાઇ ) – ૧ કપ
બાફેલા બટાકા મેશ કરેલા – ૧ કપ
મોઝેરેલા ચીઝ – ૧ કપ
બારીક સમારેલું લીલું મરચું ૨ થી ૩ (તીખાશ મુજાબ)
સ્વાદ મુજબ મીઠું
૧ ચમચી ગરમ મસાલો
૧ ચમચી બારીક સમારેલી લીલા ઘાણા ( કોથમીર )
તળવા માટે તેલ
સમોસાનું સ્ટફિંગ ભરવા માટેનુ પડ બનાવવા માટેની સામગ્રી :-
૧ કપ મેંદાનો લોટ
૧ ટીસ્પૂન મીઠું
જરૂર મુજબનુ પાણી
૧ ચમચી ઘી
સમોસા બનાવવાની રીત :-
ક્રિસ્પી કોર્ન સમોસાનું સ્ટફિંગ બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં મેશ કરેલા બાફેલા બટાકા, બાફેલી કોર્ન, મોઝેરેલા ચીઝ, બારીક સમારેલું લીલું મરચું, સ્વાદ અનુસાર મીઠું, ગરમ મસાલો એ બધી સામગ્રી ભેગી કરીને બધો મસાલો એક રસ થઇ જાય એ રીતે મિક્સ કરી ને સ્ટફિંગ તૈયાર કરો.
કોર્ન, મોઝેરેલા ચીઝ, બારીક સમારેલું લીલું મરચું, સ્વાદ અનુસાર મીઠું, તીખાશ ગરમ મસાલો એ બધી સામગ્રી ભેગી કરી ને બધો મસાલો એક રસ થઇ જાય એ રીતે મિક્સ કરી ને સ્ટફિંગ તૈયાર કરો. સ્ટફિંગ તૈયાર થઇ ગયા બાદ એને થોડી વાર માટે બાજુમાં મૂકી દઈએ, જેથી કરી ને સ્ટફિંગ ભરવા માટે નું લેયર બનાવી શકીયે
સ્ટફિંગ ભરવા માટે નું લેયર બનાવ માટે સૌ પ્રથમ મેંદાનો લોટ ચાળીને એક બાઉલમાં લેવો. એમાં મીઠું અને સહેજ ઘી મિક્સ કરી ને લોટમાં સરખી રીતે ભલઇજર એ રીતે લોટ હલાવી લેવો. એમાં થોડું પાણી નાખીને સહેજ નરમ કઠણ લોટ બંધાય એ રીતે લોટ ને બાંધી લો.
લોટ બંધાઈ ગયા બાદ એના નાના નાના લુવા બનાવીને એને વણી લેવા. વણાઈ ગયા બાદ એને વચ્ચે થી કટ કરીને એને શંકુ આકારનો શેપ આપીને વચ્ચેનો ભાગ ખાલી રહે એ રીતે બનાવીલો. ત્યાબાદ આપણે બનાવેલા સ્ટફિંગને એમાં વચ્ચે મૂકીને શેપની એક ધાર પર સહેજ પાણી ચોપડીલો. ત્યાર બાદ ખુલ્લા રહેલા ભાગને પાણી ચોપડેલા ભાગથી ચોંટાડીદો.
હવે કે કડાઈમાં તેલ ગરમ કરવા માટે કરવા મુકો. તેલ આવી જાય એટલે અપને તૈયાર કાંતેલા સમોસા ફ્રાય કરવા માટે કડાઈમાં મુકો. સહેજ આછા બ્રાઉન કલરના અને ક્રિસ્પી થાય એટલે બહાર કાઢી લો. આપણા ક્રિસ્પી કોર્ન સમોસા તૈયાર છે.
એક સર્વિંગ પ્લેટમાં તૈયાર કરેલા સમોસા અને લીલી અથવા લાલ ચટણી, ટમેટા અને લીંબુના સલાડ સાથે સર્વ કરો. અને હા વધુ સ્પાઈસી ટેસ્ટ માટે ગ્રીન ચીલી ફ્રાય જરૂરથી કરીને ઉપર એ ફ્રાય ચીલી ચાટ મસાલો જરૂરથી છાંટજો.