વિટામિન ‘સી’ થી ભરપુર નારંગી સ્વાસ્થ્યની અને તંદુરસ્તીની દ્રષ્ટીએ અનેક રીતે ફાયદાકારક હોવા ઉપરાંત તેની છાલ પણ રોજિંદા જીવનમાં અનેક રીતે ઉપયોગી બને છે. તેના રોજિંદા જીવનમાં થતા ઉપયોગને જોઇ તમે દંગ રહી જશો. સંતરાની છાલના એક નહીં પણ અઢળક ફાયદાઓ છે તેને અલગ અલગ રીતે ઉપયોગમાં લઈને ત્વચાની સુંદરતા વધારીને ત્વચા પર નિખાર લાવી શકાય છે. તથા કેટલાક સામાન્ય રોગોમાં સંતરાની છાલ રોગ સામે રક્ષણ મેળવવામાં પણ મદદરૂપ બની શકે છે. આ ઉપરાંત સંતરા ની છાલ માથાના વાળ માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થઇ શકે છે તો સંતરાની છાલ ના ફાયદા નીચે વિસ્તારથી જોઈએ.
સંતરાની છાલના ફાયદા | Santara ni chaal na fayada
ત્વચા મુલાયમ બનાવે છે:
નારંગીની છાલને સુકવીને તેને ન્હાવના પાણીમાં નાંખો. આ છાલ પાણીમાં ઓઇલનું કામ કરે છે. તેનાથી ત્વચા મુલાયમ રહે છે. અને આનો દરરોજ અથવા વધુ પ્રમાણમાં ઉપયોગ કરવાથી ત્વચા પર નિખાર પણ આવે છે અને ત્વચા તાજગીથી ભરપૂર રહે છે.
વાળ માટે ઉપાયોગી:
સંતરાની છાલમાં વિટામીન C અને એન્ટીઓક્સીડેન્ટ ભરપુર માત્રામાં હોય છે. જેનાથી વાળ કુદરતી બને છે.આટલું જ નહિ તે વાળને વધવાની શક્તિ પણ આપે છે. તે પ્રદુષણમાં વાળને સુરક્ષા આપવાનું કાર્ય કરે છે. મધ સાથે તેને ભેળવીને પેક બનાવીને તેનો ઉપયોગ કરવાથી તે ખુબ જ ફાયદો કરે છે. આ સિવાય તેને દહીંમાં મિક્સ કરીને પેકની જેમ પણ લગાવી શકાય છે. આનાથી વાળનો જથ્થો સારો થાય છે.
ખોડો દુર કરવામા મદદરૂપ:
ડેન્ડ્ર્ફ એટલે કે ખોડાની તકલીફ ધરાવતા લોકો માટે સંતરાની છાલ ખુબ જ ઉપયોગી થાય છે. આ સમસ્યા ઘણા લોકોને થતી હોય છે અને ખોડો આસાનીથી માથામાંથી જતો નથી ત્યારે સંતરાની છાલમાં એવા એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે વાળમાં લગાવ્યા બાદ ખોડો તરત જ દુર થઇ જશે. આ ઉપાયમાં 15 મિનીટ સુધી લગાવી રાખ્યા બાદ તેને ધોઈ લેવું. જેનાથી ચોક્કસ ફાયદો જોવા મળશે. અને ખોડાની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકાશે.
વાળ વધારવા માટે:
સંતરાની છાલમાં એન્ટીઓક્સીડેન્ટ ઉપરાંત, તેમાં ઘણા પોષક તત્વો પણ હોય છે, જે વાળના સંપર્કમાં આવે છે અને તંદુરસ્ત ખોરાક પ્રદાન કરે છે, જેનાથી વાળનો વિકાસ થાય છે અને તેના ઝડપી વિકાસમાં મદદ કરે છે. એટલું જ નહિ આનાથી વાળ ખરતા પણ અટકે છે.
ચામડી માટે ઉપયોગી:
સંતરાનું રસ જેટલું ગુણકારી અને લાભકારક છે એટલી જ લાભકારક સંતરાની છાલ પણ છે. સંતરાની છાલને પાવડર બનાવીને તેમાં થોડાક ટીપા લીંબુનો રસ નાખવો અને થોડું દહી નાખી અને ચહેરા પર લગાવવું. તેનાથી ચામડી કોમળ અને આકર્ષક બને છે. સાથે જ ત્વચા સંબંધી રોગો પણ દુર કરી શકાય છે.
લોહીના વિકારો માટે ફાયદારૂપ:
સંતરામાં વિટામીન એ ભરપુર માત્રામાં હોય છે. જેથી શરીરમાં લોહીનું પરિભ્રમણ પ્રક્રિયા યોગ્ય રીતે થઈ શકે છે. સાથે લોહીના વિકારો પણ દુર થાય છે. આવી તકલીફથી પીડાતા લોકોએ નિયમિત રીતે સંતરાનું અથવા સંતરાની છાલના જ્યુસનું સેવન કરવું ફાયદાકારક સાબિત થાય છે.
ખીલની સમસ્યામાં ઉપયોગી:
જો તમને ચહેરા પર ડાઘ-ધબ્બા અને ખીલ કે ફોડલીઓની સમસ્યા હોય તો સંતરાની છાલને પીસીને લેપ લગાવવાથી અથવા છાલને ઘસવાથી થોડાક જ દિવસોમાં ખીલની સમસ્યા દુર થઈ જશે અને સાથે ચહેરો ખીલી ઉઠે છે તેમજ ચહેરામાં ગજબનો નીખાર આવે છે.
સંતરાની છાલના ઉપયોગ ઘરેલુ ઉપચાર માટે
ડાયાબિટીસ:
ડાયાબિટીસ હોય તો, તમે સંતરાની છાલનો ઉકાળો પી શકો છો. તે સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે જ ઉપરાંત સ્વાસ્થ્યની સલામતી માટે પણ ઉપયોગી નીવડે છે. હકીકત એ છે કે ઉકાળો પણ ફળની જેમ જ ખૂબ ઉપયોગી સાબિત થઇ શકે છે.જો તમે નિયમિત રૂપે સૂપ પીતા હો તો પછી તમે વિટામિન્સ અને અન્ય પદાર્થોને શરીરમાં લઈ શકો છો. સંતરાની છાલનો ઉકાળો તૈયાર કરવો પણ ખુબ જ સરળ છે. આ કરવા માટે ત્રણ ફળોની છાલ કાઢીને તેમને એક લીટર પાણીથી રેડવું. સ્ટોવ પર મુકવું અને 10 થી 15 મિનીટ માટે ગરમ થવા દેવું. ત્યારબાદ તેને ઠંડું થવા મૂકવું. તમે એક સમયે એક ચમચી કે બે ચમચી લગભગ આખા દિવસમાં થોડા થોડા સમયના અંતરે આ દવા પી શકો છો. આ ડાયાબીટીસના દર્દીઓ માટે ખુબ જ ઉપયોગી છે. અને ડાયાબિટીસ નિયંત્રણમાં રાખવા માટે પણ ઉપયોગી સાબિત થઇ શકે છે.
હ્રદય સ્વાસ્થ્ય:
સંતરાના ફાયદાઓ અનેક છે અને આ ફળ ખાવાથી હ્રદય વધુ સ્વસ્થ રાખી શકાય છે. સંતરાની અંદર પોટેશિયમ અને ક્લોલીન જેવા તત્વો જોવા મળે છે, જે હ્રદયને સ્વસ્થ રાખવા કાર્ય કરે છે. આ સિવાય આ ફળની અંદર ફોલેટ જોવા મળે છે, જે હોમોસ્ટીનને નિયંત્રણમાં રાખે છે અને આમ કરવાથી હ્રદયમાં થતા રોગો અટકાવીને હ્રદયને તંદુરસ્ત રાખી શકાય છે.
આંખો માટે:
સંતરાનો ફાયદાઓ અનેક જોવા મળે છે જે આંખોની દ્રષ્ટિને ઝડપી કરવામાં પણ અસરકારક સાબિત થાય છે. સંતરામાં વિટામીન એ વધુ માત્રામાં જોવા મળે છે અને વિટામીન એ આંખો માટે સારું માનવામાં આવે છે. વિટામીન એ વાળી વસ્તુ ખાવાથી આંખોની રોશની બરાબર રહે છે. આ સિવાય સંતરા ખાવાથી મોતીયોનું જોખમ પણ ટાળી શકાય છે જે લોકોની આંખો નબળી છે તે લોકોએ આ ફળ ખાવું જોઈએ. અને પોતાની આંખોનું યોગ્ય જતન કરવું જોઈએ.
સંતરાની છાલના અન્ય ફાયદાઓ…. Santara ni chaal na gharelu upchar
નારંગીની છાલનો જે પાઉડર બનાવવામાં આવે એ નિયમિત લેવાથન ગેસ , કબજિયાત તથા ઊલટીઓ અટકાવે છે.
ચા બનાવતી સમયે નારંગીની છાલ નાખવાથી ઓરેન્જ ફ્લેવરની ચા બનાવીને પી શકાય છે. તેનો સ્વાદ મૂડને તાજગીથી ભરપૂર રાખે છે.
ચીનમાં હજારો વર્ષોથી નારંગીની છાલનું સેવન બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે થાય છે.
શ્વાસની દુર્ગંઘથી રાહત મેળવવા માટે ચીગમની જગ્યાએ નારંગીની છાલનો ટુકડો પણ ચાવી શકાય છે.
નાંરગીની છાલ અને મીઠું ભેળવીને ૨૦ મિનીટ સુધી ઉકાળો અને આ મિશ્રણને ઠંડુ કરીને પીઓ. હેન્ગઓવર દૂર કરવા માટે આ ઉપાય મદદરૂપ છે.
નારંગીની છાલમાં પેક્ટ્રિકન હોય છે જે પ્રાકૃતિક ફાઈબરના રૂપમાં પણ મળેલું છે. તેને કારણે આપના પેટને લગતી બધી બિમારી જેવી કે કબજિયાત, ગેસ અને વાયુ વગેરે દૂર થઈ જાય છે.
નારંગીમાં કેલ્શિયમની માત્રા ભરપૂર હોય છે સાથે નારંગી કેલ્શિયમ અને વિટામિન માટેનો ઉત્તમ સ્રોત માનવામાં આવે છે. જેથી નારંગીની છાલના સેવનથી કેલ્શિયમની ઉણપ શરીરમાંથી ઝડપથી દૂર કરી શકાય છે.
નારગીનું જ્યૂસ અને છાલનો ઉપયોગ કરવાથી વજન નિયંત્રણમાં રાખી શકાય છે અને સાથે નારંગીની છાલ કેન્સર જેવા જીવલેણ રોગો સામે પણ રક્ષણ પ્રદાન કરે છે. દરરોજ નારગીનું જ્યૂસ પીવું પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે.
નારંગીનો રસ જેટલું ગુણકારી અને લાભકારક છે એટલી જ લાભકારક નારંગીની છાલ પણ છે. નારંગીની છાલને પાવડર બનાવીને તેમાં થોડાક ટીપાં લીંબુનો રસ નાખવો અને થોડું દહીં નાખી અને ચહેરા પર લગાવવું. તેનાથી ત્વચા કોમલ અને આકર્ષક બને છે. સાથે જ ત્વચા સંબંધી રોગો પણ દૂર કરી શકાય છે.
નોંધ:- ઉપર આર્ટિકલ્સમાં જણાવેલ તમામ માહિતી ફક્ત ને ફક્ત શૈક્ષણિક હેતુસર આપવામાં આવી છે. આયુર્વેદ નુસખા તથા આયુર્વેદ ટિપ્સ પ્રત્યેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરતી હોય છે. માટે, આયુર્વેદિક નુસ્ખાઓ દ્વારા કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન દરેક વ્યક્તિને થશેજ એવું માનવું જોઈએ નહીં. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. ક્યારેક, વ્યક્તિની તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે છે. માટે, કોઈ પણ આયુર્વેદિક પ્રયોગ કરતા પહેલા તમારા ફેમિલી ડોક્ટર કે વૈદ્યની સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો…