પેટમાં બનનારી એસીડીટી ને ભલે તમે હળવાશ થી લો છો, પણ શું તમે જાણો છો કે આ એસીડ એટલો તીવ્ર હોય છે કે એક રેઝર બ્લેડને ઓગાળી નાખવાની શક્તિ ધરાવે છે. તેથી જ થોડા વૈદો તેને ખુબ જ ભયંકર ગણે છે. તેમનું કહેવું છે કે આ એસીડ એટલો તીવ્ર હોય છે, તો વિચારો શરીરની અંદર તે કેટલી હદે નુકશાન કરતો હશે.
પેટમાં એસિડિટી અથવા બળતરાની સમસ્યા આજના બહારના ખાન – પાન ને લીધે સામાન્ય બનતી જાય છે. આજની જીવનશૈલી અને ખોરાકના કારણે એસીડીટીની સમસ્યા ઘણા લોકોમાં જોવા મળતી હોય છે. આવી પરિસ્થિતિમાં અરડૂસી ફાયદાકારક નીવડે છે.પેટમાં હોજરી પાસે એસિડ ભેગું થઈ જાય તો એસિડિટીની સમસ્યા સર્જાય શકે છે. ઓછા-વધતાં પ્રમાણમાં દરેકને ક્યારેકને ક્યારેક તો એસિડિટીની સમસ્યા જોવા મળે જ છે, અને મોટે ભાગે તેનું કારણ સ્પાઈસી ખોરાક હોય છે. ક્લિક કરો અને જાણો, એસિડિટીની સારવારના ઘરગથ્થુ ઉપચારો..
એરેટડ એટલેકે વાયુમિશ્રિત પીણાં તેમજ કેફિન અવોઈડ કરો. હર્બલ ટી સારો વિકલ્પ છે. રોજ એક ગ્લાસ હુંફાળુ પાણી પીઓ. રોજના ડાયટમાં કેળું, તડબુચ અને કાકડી ઉમેરો. એસિડિટી દુર કરવા માટે તડબુચનું જ્યુસ શ્રેષ્ઠ ઉપાય છે. જો એસિડિટીની સમસ્યા હોય તો નાળિયેર પાણી સિસ્ટમની તીવ્રતા ઓછી કરે છે.
એસિડિટીની સમસ્યા દુર કરવાના સરળ ઉપાયો
રોજ એક ગ્લાસ દૂધ પીવો. જમ્યા પછી બે-ત્રણ કલાક સુધી સુવું હિતાવહ નથી. બે સમયના ભોજન વચ્ચે વધુ પડતું લાંબુ અંતર ન રાખવું. તેના કારણે એસિડિટી થાય છે. વધારે નહીં પણ રેગ્યુલર ખોરાક લેતા રહેવું. અથાણું, મસાલેદાર ચટની અને વિનેગર જેવી વસ્તુઓનો ઉપયોગ ઓછો અથવા નહિવત કરવાથી એસિડિટીમાં રાહત મળી શકે છે.
પાણીમાં ફોદીનાના થોડા પાંદડા ઉકાળો અને જમ્યા પછી એક ગ્લાસ પીવાથી એસિડિટીથી છુટકારો મેળવી શકાય છે. લવિંગ મોઢામાં નાખીને ચુસવાથી પણ એસિડિટીમાં રાહત મળે છે. ગોળ, કેળું, લીંબુ, બદામ ,દહીં વગેરેથી પણ એસિડિટીમાં તાત્કાલિક રાહત મળી રહે છે. સ્મોકિંગને કારણે પણ એસિડિટી થઈ શકે છે, માટે નો સ્મોકિંગ, નો ડ્રિંકિંગ અપનાવો અને એસિડિટી ભગાડો.
એસિડિટીની સમસ્યા દુર કરવાના ઘરગથ્થુ આયુર્વેદિક ઉપચારો
આદુ પાચન પ્રક્રિયામાં મદદ કરે છે. કેપ્સ્યુલમાં આદુનો પાવડર પણ મળે છે, અથવા તમે રસોઈમાં આદુનો ઉપયોગ કરી શકો છો જેથી એસિડિટીથી ઘરના તમામ લોકોને રાહત આપી શકાય. લંચ કર્યાના એક કલાક પહેલાં સાદું લીંબુ પાણી પીવાથી બેચેની દુર થાય છે. સરગવો, કોળું, કોબીજ, ગાજર જેવી શાકભાજી વધારે ખાવાથી એસિડિટી માં રાહત મળે છે.
મુળાનું સેવન કરવાથી થાય છે એસીડીટી માં રાહત. લીંબુ પાણી પીવાથી પણ એસીડીટી દૂર થઈ શકે છે. સવાર સાંજ ખાલી પેટ હુંફાળું( નવશેકું) પાણી પીવાથી એસીડીટી માં ફાયદો થાય છે. નારીયેલ નું પાણી પીવાથી એસીડીટીથી છુટકારો મેળવી શકાય છે. એસીડીટી ની તકલીફ ખાવા પીવા ને લીધે વધુ થતી જોવા મળે છે. તેથી વધુ ભારે ભોજન કરવાથી પરેજી રાખવી જોઈએ.
એસીડીટી વધુ થતી હોય તેવા લોકોએ રાત્રે સુવાના ત્રણ કલાક પહેલા ડીનર કરી લેવું જોઈએ, જેથી ખાવાનું વ્યવસ્થિત પાચન થઈ શકે અને એસિડિટીમાં રાહત મળી શકે.
અરડૂસીનો ઉપયોગ
અરડૂસીના પત્તા, ફૂલ, મૂળ, અને છાલને આયુર્વેદમાં હઝારો વર્ષોથી ઉપયોગમાં લેવામાં આવે છે. તેમાં એન્ટીબેક્ટેરિયલ, સોજો ઘટાડવા અને લોહી શુદ્ધિકરણના ગુણધર્મો છે. સામાન્ય રીતે અસ્થમા, શરદી અને ખાંસી જેવી શ્વાસની સમસ્યાઓમાં રાહત મળે છે. તેમજ આનો ઉપયોગ એસીડીટીમાં પણ ફાયદાકારક નીવડે છે. અરડૂસીના આ ઉપરાંત ઘણા ફાયદા છે. શરદી-ખાંસીમાં રાહત આપે છે. વાયરસ સંક્રમણથી બચાવે છે. તેમજ ગાળાના દુખાવા અને સાંધાના દુખાવામાં પણ અરડૂસી અસરકારક છે. તો આજથી જ સેવન કરો અરડૂસીનું અને એસીડીટીથી મેળવો છુટકારો.
આ પણ વાંચો…
- સ્વાસ્થ્ય વર્ધક દેશી ગોળ ખાવાના ફાયદા ગોળ ક્યારે અને કેટલા પ્રમાણમા ખાવો । ઘરગથ્થુ ઉપચારમાં ગોળ નો ઉપયોગ
- સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવાના છે આ 5 અદભુત ફાયદા
- કઈ રીતે ઊંડો શ્વાસ લેવાથી માત્ર 48 કલાકમાં શરીરને થાય છે આ 5 ફાયદાઓ
- છાતીમાં થતી બળતરા અને એસિડિટી ને જડમૂળમાંથી નાબૂદ કરવા માટેનો અસરકારક ઘરેલુ ઉપચાર
- તંદુરસ્ત અને નિરોગી જીવન જીવવા માટે આનો રોજ કરો ઉપયોગ 20 થી વધુ બીમારીઓ દૂર થશે