મિત્રો, આજે આપણે આજના આર્ટિકલમાં જોઇશુ કે કઈ રીતે અલગ અલગ પ્રકારની વિવિધ ફરાળી વાનગી બનાવી શકાય છે. આ વિવિધ ફરાળી વાનગીઓ તમે વ્રત કે કોઈ પણ પ્રકારના ઉપવાસમાં પણ તમે એનો ઉપગયોગ કરી શકો છો. આજે આપણે 3 પ્રકારની ફરાળી વાનગીની રેસિપી વિષે જાણવાના છીએ તો ચાલો નોટ અને પેન લઈને આ રેસિપી નોંધવા માટે બેસી જાવ.
આપણી આ 3 પ્રકારની ફરાળી વાનગીની રેસિપી છે. 1) ફરાળી ભજીયા 2) તેલ વગરની સુકી સાબુદાણા ખીચડી, અને 3) ફરાળી બટાકા સાબુદાણાની ચકરી. તો આપણે વારાફરતી દરેક રેસિપી વિશે વિસ્તાર પૂર્વક આપણે જાણકારી મેળવીશું.
ફરાળી ભજીયા
સામગ્રી :-
100 ગ્રામ રાજગરાનો લોટ
100 ગ્રામ શિંગોળાનો લોટ
1 બટાકા (છીણેલું)
3 લીલા મરચા (ઝીણા સમારેલા)સ્વાદ મુજબ મીઠું
1 ચમચી કાળા મરી પાવડર
સ્વાદ અનુસાર પાણી
બનાવવાની રીત :-
એક બાઉલમાં બંને લોટને ચાળી લો. તેમાં મીઠું, મરચું, કાળા મરી પાવડર અને બટાકા ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો. પાણી ઉમેરો મધ્યમ કણક બનાવો. ધીમા તાપ પર એક પેનમાં તેલ ગરમ કરો. હાથ અથવા ચમચીથી લગભગ 1 ચમચી બેટર લો અને તેલમાં મૂકો. ભજીયા બનાવો. આછા ગોલ્ડન રંગના થાય ત્યાં સુધી તળો. લીલી ચટણી, ખજૂરની ચટણી સાથે સર્વ કરો.
તેલ વગરની સુકી સાબુદાણા ખીચડી
આપણે દરરોજ રસોઈમાં તેલનો ઉપયોગ કરીને અલગ અલગ રેસિપી બનાવતા હોઈએ છીએ. પણ આજે કંઈકજ તેલ વગરની સાબુદાણાની ખીચડી બનાવવાની કોશિશ કરી છે. જે ઉપવાસના દિવસોમાં સાબુદાણાની ખીચડી ખાઈ શકાય છે.
સામગ્રી:-
100 ગ્રામ સાબુદાણા (સાબુદાણા)
1 ચમચી ફરાળી ચેવડો
2 નાના બટાકા (બાફેલા)
1 લીલું મરચું (ઝીણું સમારેલું)
સ્વાદ મુજબ મીઠું
1 ચમચી ચાટ મસાલો
2 ચમચી ખાંડ પાવડર (વૈકલ્પિક)
1 ચમચી આમચૂર પાવડર
½ ચમચી કાળા મરી પાવડર
1 ચમચી લાલ મરચું પાવડર
1 ચમચી ધાણાજીરું (સમારેલું)
બનાવવાની રીત :-
સાબુદાણાના સારી રીતે ધોઈને દર 30 મિનિટે તેના પર પાણીનો છંટકાવ કરો, આ ક્રિયા 3-4 કલાક સુધી કરતા રહેવી. ત્યાર બાદ બાફેલા બટાકાની છાલને દૂર કરીને અને નાના ટુકડા કરીલો.બટાકાના નાના ટુકડા થઇ ગયા બાદ હવે એક મધ્યમ બાઉલમાં બધાજ સાબુદાણા કાઢી લો.
એમાં બાફેલા બટાકા, લીલું મરચું, લાલ મરચું પાવડર, આમચૂર પાવડર, ચાટ મસાલો, મીઠું, ખાંડ અને કાળા મરીનો પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરો. વધુ ટેસ્ટી બનાવવા માટે તમે એમાં ફરાળી ચેવડો પણ મિક્સ કરી શકો ચો. કોથમીરથી ગાર્નિશ કરો. સાબુદાણા ખીચડી સર્વ કરવા માટે તૈયાર છે.
ફરાળી બટાકા સાબુદાણાની ચકરી
ફરાળી ચકરી એ એક ઉપવાસમાં ખવાતા નાસ્તાની એક રેસીપી છે. જે જલ્દીથી ઓછા સમયમાં બનતી એક મસ્ત મસાલેદાર સ્વાદિષ્ટ વાનગી છે.
સામગ્રી:-
૫૦૦ ગ્રામ જેટલા સાબુદાણા
૧ તપેલી પાણી (સાબુદાણા ઉકાળવા માટે )
૧/૨ તપેલી પાણી સાબુદાણા પલાળવા માટે
૧ કિલો બાફેલા બટાકા
૧/૨ ચમચી જીરું
૨ ચમચી વાટેલા મરચા
મીઠું સ્વાદ પ્રમાણે
બનાવવાની રીત :-
સૌથી પ્રથમ તો સાબુદાણાને એક ચોખ્ખી તપેલીમાં સરખી રીતે લેવલમાં આવે તે રીતે ભરીદો. ત્યારબાદ એજ તપેલીના માપે માપ પાણી લઈને એને સહેજ નવસેકુ ગરમ કરી તેમાં સાબુદાણા ઉમેરીને ધોઈ ને સાબુદાણાને આખી રાત માટે પલળવા મુકીદો,.સવારે તમે જોશો કે સાબુદાણા સરસ રીતે પલળી ગયેલા હશે.
સેવ આપણે જે તપેલીથી સાબુદાણા લીધા હતા એજ તપેલીથી પાણી ગરમ કરવા મુકો. તેમાં મીઠું, જીરું અને મરચા પણ સાથેજ ઉમેરી દો. પાણી ઉકળે અને પાણીનો કલર થોડો બદલાય એટલે પલાળેલા સાબુદાણા એમાં ઉમેરીને ધીમે ધીમે મિક્ષ કરીને હલાવતા જાઓ. તમે 10 મિનિટ બાદ જોઈ શકશો કે 80 ટકા જેટલા સાબુદાણા સારીરીતે બફાઈ ને પારદર્શક થઇ જશે.
આપણે બનાવેલું મિશ્રણ એકદમ પરફેક્ટ થયુંછે કે નહી તે જોવા માટે મિશ્રણ માં ચમચો ઉભો રાખો. જો ચમચો પડીના જાય અને એકદમ સ્થિર સીધો ઉભો રહેતો સમજવું કે આપણું મિશ્રણ એકદમ પરફેક્ટ તૈયાર થઇ ગયું છે, ત્યારબાદ ગેસને બંધ કરી આ મિશ્રણને નીચે ઉતારી દો. ત્યાર બાદ બાફેલા બટાકા ને છીણી લો. અને છીણેલાં બટાકામાં ઠંડા થયેલા સાબુદાણાનું મિશ્રણ ઉમેરીને બધું સરસ રીતે મિક્ષ થાય એ રીતે મિક્ષ કરી લો.
ચકરી બનાવવા માંટે આપણે સંચામાં સાથે આવતી સ્ટાર જાળી વાપરવાની છે, ચાકરી માટે સંચા અને તો જાળી ઉપર તેલ લગાવી તૈયાર કરેલું મિશ્રણ સંચામાં ભરી દઈશું. અને સંચાની મદદથી તમારા મનગમતા આકારમાં ચકરી પાડીને એને 3 થી 4 દિવસ માટે સુકાવવા મૂકી રાખવી.સુકાઈ ગયા બાદ એને તળાવમાં ઉપયોગ લેવી. તો મિત્રો, આપણી સાબુદાણા બટાકા ની ચકરી તૈયાર છે.
અગત્યની ટિપ્સ :- ચકરી બનાવવા માટે જે વેફર બનાવવા માટેના જે સ્પેશિયલ બટાકા આવે છે તેનો જ ઉપયોગ કરવો. જેથી ચકરી એકદમ સફેદ બનશે. અને હા, તમે જો ઉપવાસ માં મરચુ ના ખાતા હોવ તો મરચાની બદલે તમે મરી પાવડર પણ લઇ શકાય.
મિત્રો તમને અમારી આ ફરાળી રેસિપી કેવી લાગી એની જાણકારી કોમેન્ટ કરી ને જરૂર થી અપશો.
આ પણ વાંચો…