ચોમાસાની ઋતુની શરૂઆત થતાંજ વાતાવરણમાં ભેજ નું પ્રમાણ જોવા મળે છે. અને, મોટે ભાગે આ ભેજને કારણે કપડામાંથી દુર્ગંધ આવવા આવતી હોય છે. આજ ભેજ ને કારણે ઘણીવાર વાર કપડા પર સફેદ ડાધા પણ પડી જતા હોય છે. જે આપણને ખૂબ જ ખરાબ ફીલ કરાવે છે. જેને લીધે થઇ ને અમુક વાર કપડા પહેરવાની ઈચ્છા પણ થતી હોતી નથી. પણ, અમે આજે તમને એવી કેટલીક ટિપ્સ બતાવીશુ જેને લીધે આપને કપડામાંથી આવતી દર્ગધને દૂર કરવામાં મદદ મળશે.
જો તમે પણ વરસાદી સીઝનમાં કપડામાંથી આવતી ખરાબ દુર્ગંધને લીધે થઇને પરેશાન છો તો આ 100% અસરકારક ટિપ્સની મદદથી તમે આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.
ચોમાસામાં કપડામાંથી આવતી દુર્ગંધને દુર કરવા માટેની ટિપ્સ
ટિપ્સ – 1
સૌથી પહેલા તો કપડાને તિજોરીમાં મુકતા પહેલા તિજોરીને સ્વચ્છ કપડાંથી સારી રીતે સાફ કરીદો. સાફ થઇ ગયા બાદ કપૂરવાળું પાણી લઈને એ પાણીથી તિજોરીને સ્વચ્છ કરો. અને એને સૂકવવા માટે રાખી દો. અલમારી સુકાયા પછી તેમાં કપડા મુકો. આમ આવું કરવાથી કપડામાંથી આવતી ભેજની વાસ નહીં આવે.
ટિપ્સ – 2
ચોમાસાની ઋતુમાં તાપ સરખી રીતે નીકળતો ન હોવાથી કારણે કપડાં સરખી રીતે સુકાતા હોતા નથી. અને પરિણામે ભેજ રહી જવાથી તેમાંથી દુર્ગંધ આવવા માંડે છે. આવા સંજોગોમાં તમે કપડાંને ધોયા બાદ સુકાવાતા પહેલાં સારી રીતે નીચોવી લો. અને ત્યાર બાદ સુકાવા માટે એવી જગ્યા એ રાખો કે જ્યાં સહેલાઇ થી પવન આવતો હોય જેથી કરીને કપડા સરખી રીતે સુકાઇ જાય.
ટિપ્સ – 3
મોંઘા અને કીમતી કપડાઓને તિજોરીમાં મુકતા પહેલા કપડાંઓને સારી રીતે પ્લાસ્ટિક પેપર કે વેક્સ પેપરમાં લપેટીને મૂકી દો. આમ આવું કરવાથી કપડા સીધા તિજોરી ના સંપર્ક માં નહીં આવે. અને ભેજ ને કારણે તિજોરીનો રંગ કપડા પર ચોટશે નહી અને કપડાને ડાધા પણ નહિ પડે અને કપડાં ખરાબ થતાં બચી જશે.
ટિપ્સ – 4
ઘણીવાર કપડા ભીના અને ઠંડા હોવા છતાં પણ તેને કબાટમાં મૂકી દઇયે છીયે. પણ, તેનાથી થોડા સમય બાદ કપડા માંથી દુર્ગંધ આવવા મળે છે. માટે, કપડાને સારી રીતે સૂકાઇ જાય ત્યાર બાદ પછી જ કબાટમાં મુકો. બની શકે તો ઇસ્ત્રી કરીને મુકવા, કેમકે ઇસ્ત્રી કરવાથી કપડામા રહેલ ભેજ પણ દુર થઇ જાય છે.
ટિપ્સ – 5
દર અઠવાડિએ એકવાર કબાટની જરૂરથી સાફ સફાઈ કરો. આમ કરવાથી હવા કબાટમાં આવશે, અને હવાની અવર જવર ને કારણે કબાટમાં ભેજની સમસ્યા પણ નહીં થાય. બની શકેતો કબાટમાં કપડાં એ રીતે મુકવા જેથી કરીને હવાની અવરજવર કપડામાં પણ રહે અને કપડાં દુર્ગંધ મુક્ત રહે.
ટિપ્સ – 6
ચોમાસામાં વધુ પ્રમાણમાં કબાટમાંથી કપડાની દુર્ગંધ આવતી હોય તો, એને દૂર કરવા માટે તમે કબાટમાં નેપ્થાલીનની ગોળીઓ પણ મૂકી શકો છો. તેનો ઉપયોગ કપડા માં આવનારી દુર્ગંધને દૂર રાખવામાં થાય છે. નેપ્થાલીનની ગોળીનો ઉપયોગ તમે ટોઇલેટમા પણ કરી શકો છો. જેનાથી ટોઇલેટમાથી આવતી ખરાબ વાસને દુર કરવામા પણ ઉપયોગી થઇ થકે છે.
ટિપ્સ – 7
ચોમાસામાં પ્લાસ્ટિક બેગમાં કપડાં રાખવાથી ભેજની શક્યતા વધી જાય છે.માટે દુર્ગંધ રહિત કપડાં રાખવા માટે તમે કપડાને પ્લાસ્ટિક બેગ ને બદલે છાપામાં પણ લપેટીને મૂકી શકો છો. આ ઉપરાંત અઠવાડિયામાં એકવાર કપડાને તાપ માં જરૂર મૂકો. જેથી કરીને બંધ કબાટમાં પડેલા કપડામાંથી આવતી વાળ દૂર થઇ શકે.
ટિપ્સ – 8
રસોઈમાં વપરાતું બેકિંગ સોડા પણ કપડાની દુર્ગંધને હટાવ માટેનું ઉત્તમ રસાયણ છે. આ માટે જયારે પણ તમે કપડાં ધોતા હોવ ત્યારે તેમાં થોડો બેકિંગ સોડા નાખી દો. તેનાથી કપડામાં દુર્ગંધ નહીં આવે.
આ 8 ટિપ્સ ને ફોલો કરશો તો ચોમાસામાં તમને કપડામાંથી આવતી દુર્ગંધની સમસ્યામાંથી છુટકારો મેળવી શકશો. આ સિવાય તમારી પાસે આ સંદર્ભમાં જો અન્ય કોઈ જાણકારી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અમને જરૂર થી જણાવજો જેથી કરીને અમે માહિતી અપડેટ કરી શકીયે.