કુદરતે આપણને એટલી બધી વનસ્પતિઓનો ખજાનો આપ્યો છે, કે એનો સાચા અર્થમાં કેમ ઉપયોગમાં લઇ શકાય એ હજુ આપણને ખ્યાલજ નથી. આપણી આસપાસ એવી કેટલીક વનસ્પતિ છે કે એનો આયુર્વેદ ઔષધિ તરીકે પણ ઉપયોગ માં લઇ શકાય એ આપણે જાણતાજ નથી. વનસ્પતિ તો વનસ્પતિ પણ એના પાંદડાના પણ ઉપયોગથી ઘણાં બધા રોગ દૂર થઇ જાય છે. આ વાતનો ઉલ્લેખ આપણા ચરક સંહિતામાં પણ કરેલો છે. ચરક સંહિતામાં વનસ્પતિઓ દ્વારા કાયા રોગને કઈ રીતે કાબુમાં તેમજ જડમુળથી નાબૂદ કરી શકાય એનો ઉલ્લેખ પણ કરવામાં આવેલો છે.
આધુનિક વૈજ્ઞાનિકોએ પણ આ વાત સ્વીકારી છે કે આયુર્વેદ ઔષધિના ઉપયોગથી અસાધ્ય લગતા એવા રોગ ને પણ અંકુશમાં લઈને જડમૂળથી નાબૂદ કરી શકાય છે. એવાજ એક જટિલ રોગ એવા ડાયાબિટીસ ને પણ વનસ્પતિના પાનનો ઉપયોગ કરીને એને અંકુશમાં લઇ શકાય છે. આયુર્વેદ ઔષધિના નિષ્ણાંતોએ વનસ્પતિના પાનનો ઉપયોગ દર્દીઓ ૫ર પ્રયોગ સ્વરૂપ કરીને જટીલ એવા ડાયાબિટીસના રોગને પણ કાબૂમાં લીધો છે.
તો આજે આપણે એવી ૬ વનસ્પતિઓ વિષે આપણે જાણીશુ કે જેનાથી ડાયાબિટીસના રોગને પણ કાબૂમાં લઇ શકાય છે. જો કે આવી વનસ્પતિના પાનનો ઉપયોગ કરવાથી કોઇ પણ જાતની આડ અસર થતી હોતી નથી. પરંતુ, તેમ છતાં એ વનસ્પતિના પાનનો ઉપયોગ કરતાં પહેલાં નિષ્ણાત વૈધની સલાહ અવશ્ય લેવી જોઇએ.
આ 6 વનસ્પતિના પાનના ઉપયોગથી ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય છે
લીમડો :-
લીમડાના ઝાડને ઔષઘી રૂપે માનવામાં આવે છે. લીમડાના પાનને પણ આયુર્વેદમાં એક ઉપયોગી ઔષધી માનવામાં આવે છે. લીમડાના પણ સ્વાદમાં કડવા લાગે છે. પરંતુ તેના ફાયદા ખૂબ જ મીઠા છે. એટલે કે તે ખૂબજ ફાયદાકારક છે. લીમડાના પણ એન્ટિબાયોટિક તત્વોથી ભરપુર છે. તેમાં માત્ર સેવનથી ડાયાબિટીસ અંકુશમાં આવે છે, સાથે સાથે અનેક બીમારીઓનો પણ નાશ થાય છે. લીમડાના પાન આંતરડાને ગ્લુકોઝનું શોષણ કરતા અટકાવે છે. એ ઉપરાંત, લીમડાના પાનથી શરીરની ઇન્સ્યુલિનનો ઉપયોગ કરવાની ક્ષમતામાં પણ વધારો થાય છે. આયુર્વેદ જાણકાર દરરોજ સવારે ખાલી પેટે લીમડાના પાનને પીસી તેના રસ કાઢી ને એ રસની એક ચમચી પીવાની સલાહ આપે છે.
આંબો :-
ઘણા ખરા લોકો ડાયાબિટીસના દર્દીઓને કેરી ન ખાવાની સલાહ આપતા હોય છે. પણ, સાચી હકીકત તો એ છે કે ડાયાબિટીસના દર્દીઓ કેરી ખાઈ શકે છે. ડાયાબિટીસના દર્દીઓ એ બધાજ ફળ ખાઈ શકે છે, જેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ૫૬ થી નીચો હોય, અને કેરીનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ૫૧ છે. ૫૬ થી નીચો ગ્લાયસેમિક ઇન્ડેક્સઅ ધરાવતા દરેક ફળ અલ્પ માત્ર માં તમે ખાઈ શકો છો. અંબાના પાંદડા પણ રોગ નિવારણમાં મહત્વનો ભાગ ભજવે છે. આંબાના પાન પણ ગ્લુકોઝ શોષણ કરવાની આંતરડાની ક્ષમતામાં ઘટાડો કરે છે જેથી, લોહીમાં શુગરનું સ્તર નિયંત્રણમાં રહે છે, આંબાના પાંદડા સુકવીને પાવડર બનાવી તને પાણીમાં ઉકાળીને પીવા જોઇએ.
તુલસી :
તુલસીને આયુર્વેદમાં સૌથી અગત્યનું ઔષધ માનવામાં આવે છે. શરદી ખાંસીમાં માં પણ તુલસીનો ઉકાળી પીવાથી રાહત થાયછે. તુલસીના બીજા ઘણા ખરા ઉપયોગો પણ છે. તમારી શરીરમાં ઇમ્યુનીટીને જાળવવામાં તેમજ રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં પણ ખુબજ ઉપયોગી છે. તુલસીના પાન સ્વાદુપિંડના બીટા કોષોની પ્રવૃત્તિને જાળવી રાખે છે. જેથી આ કોષો ઇન્સ્યુલિનની યોગ્ય માત્રા ઉત્પન્ન કરે છે અને બ્લડ સુગરનું સ્તર નિયંત્રણમાં રાખે છે. ડાયાબિટીસના પીડિતોએ દરરોજ સવારે ખાલી પેટે તુલસીના ચાર-પાંચ પાન ચાવવાથી ફાયદો થાય છે.
સેતુર :-
બ્લડ સુગરને કંટ્રોલ કરવા માટે સેતૂરના પાંદડાને આયુર્વેદમાં ખૂબજ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં રહેલું ડીએનજે નામનું તત્વ આંતરડામાં ઉત્પન્ન થતા આલ્ફા ગ્લુબકોસાઈડેઝ એન્જાઈમ સાથે જોડાઈને સુગરને નિયંત્રિત કરે છે. તદુપરાંત એમાં એકરબોસ નામનું તત્વ પણ તેમાં હાજર છે, જે શરીરમાં વધતા જતા સુગર લેવલને નિયંત્રિત કરે છે. સેતુરના પાંદડાઓમાં ખાસ પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે શરીરમાં રહેલ ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને પણ ઘટાડે છે. શરીરમાં રહેલ ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા તેમજ હૃદય સંબંધિત સમસ્યાઓ પણ કાબુ મેળવવા માટે પણ સેતુરના પાન ખૂબ ફાયદાકારક છે.
મીઠો લીમડો :-
મીઠા લીમડાનાં પાનમાં લોહતત્વ, ઝીંક અને તાંબુ જેવા ખનીજ તતવો રહેલા છે. અને આ ખનીજ તત્વો સ્વાદુપિડના બીટા-કોષો ને સક્રિય મદદ કરે છે. અને, સાથે સાથે તેને નષ્ટ થતાં પણ બચાવે છે. આ તત્વોના કારણેજ આ કોષો ઇન્સ્યુલિનના ઉત્પાદનને ઝડપી બનાવેછે. એટલા માટે આયુર્વેદમાં ડાયાબિટીસ પીડિતોને દરરોજ સવારે ખાલી પેટે ૧૦ પાન ચાવવાને સલાહ આપવામાં આવી છે. જે ખરેખર ફાયદાકારક સાબિત થઇ છે.
જાંબુ :-
જાંબુના પાનમાં રહેલ “માઈરિલિન’ નામનું તત્વ લોહીમાં ખાંડનું સ્તર ઘટાડવામાં અસરકારક છે. આ અહેવાલની ખાતરી ભારત, બ્રિટન અને અમેરિકા જેવા મોટ દેશોમાં કરવામાં આવેલા ઘણા અભ્યાસોમાં બાદ કરવામાં આવી છે. આ અભ્યાસ બાદ નિષ્ણાતોએ વધતા જતા ડાયાબિટીસને કાબુમાં લેવા માટે સવારે ચારથી પાંચ જાંબુના પાંદડાઓ પીસીને પીવાના સલાહ આપે છે. થોડા દિવસોમાં જ્યારે શુગર કાબૂમાં આવી જાય ત્યારે તેનું સેવન ક્રમશ: બંધ કરી દેવું.
પપૈયા :-
શરીરમાં એએલટી અને એએસટી એન્ઝાઇમનું સ્તર ઘટાડવામાં પપૈયાના પાન અસરકારક છે. પપૈયાના પાનના કારણે શરીરમાં ઇન્સ્યુલિનનાં ઉપયોગ કરવાની ક્ષમતામાં વધારો થાય છે. અને, ગ્લુકોઝ ઝડપથી ઉર્જામાં પરિવર્તિત થાય છે. કિડનીનું ખરાબ થવાનું, યકૃત વધવાનું જેવા ગંભીર રોગોનું જોખમ ઘટાડવામાં પર્ષૈયાના પાન સૌથી અસરકારક છે. દરરોજ સવારે પપૈયાના પાન પાણીમાં ઉકાળીને પીવાથી ડાયાબિટીસમાં ખુબ સારો ફાયદો થાય છે.
નોંધ :- ઉપર બતાવેલ માહિતી આયુર્વેદ પુસ્તક તેમજ અન્ય સ્ત્રોતને આધારે આપવામાં આવેલી છે. દરેકની શારીરિક પ્રકૃતિ અલગ અલગ હોય છે. બની શકે કે ફાયદો ના પણ થાય માટે, આવા કોઈ પણ ઉપાય કરતા પહેલા એકવાર વિષય તજજ્ઞ તેમજ કોઈ સારા વૈદ્ય કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.