ચોમાસાની ઋતુના અને એમાં પણ વરસાદી ઠંડા વાતાવરણમાં આપણને અનેક પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડતો હોય છે. એ બીમારીઓમાં વાયરલ તાવથી માંડીને ચામડીની એલર્જી સુધીની બીમારીઓનો પણ સમાવેશ થાય છે. અને અધૂરામાં કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેરના ભયાનક સ્વરૂપ પછી અને ત્રીજી લહેર આવશે એમ વિચારીને લોકોમાં તેનો ભય વધ્યો છે. આવી વિકટ પરીસ્થિતિમાં, દરેક વ્યક્તિ પોતાની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવામાં વ્યસ્ત છે.
આમ જો, આયુર્વેદ અને ડોક્ટરનુ માનીએ તો શરીરની રોગપ્રતિકારક શક્તિ સ્ટ્રોંગ થવાથી કોઈપણ પ્રકારના વાયરલ ઈંફેક્શનથી બચી શકાય છે. ઈમ્યુનિટી આપણી બોડીનુ એક એવુ કાર્ય છે કે જો એ નબળી પડી જાય તો ઘણા લોકો અનેક પ્રકારની બીમારીઓના શિકાર થઇ જાય છે. આવા લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાના કારણે તેઓ રોગોથી પીડાય છે ઘણા લોકો તો ઉધરસ અને શરદીથી આખું વર્ષ પીડાય છે. આનું એકમાત્ર ને માત્ર કારણ રોગપ્રતિકારક શક્તિ જ છે. જે ખૂબ જ નબળી પડી ગયેલ છે એ બતાવે છે.
શરીરમાં રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે સ્વસ્થ ખોરાકની જરૂર પડતી હોય છે. આ ઉપરાંત કેટલાક આયુર્વેદિક મસાલા અને આયુર્વેદિક ઉકાળા અથવાતો કાઢા અને જ્યુસ પણ છે જે તેને મજબૂત બનાવે છે. તો આજે અમે તમને એક એવાજ જ્યુસ વિશે જણાવીશુ કે, જેના સેવનથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે. અને, વરસાદી વાતાવરણમાં તમારા શરીરમાં એક શારીરિક સ્ફૂર્તિનો અનુભવ કરી શકશો. તમે એનું દરરોજ તેનું સેવન પણ કરી શકો છો. અને તમે શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓથી પણ દૂર રહી શક્શો. અને સાથે સાથે વરસાદના દિવસોમાં થતા રોગોથી પણ બચી શકશો.
આપણે જે જ્યુસની વાત કરવાની છે એ જ્યુસ છે ટામેટાનો જ્યુસ
ઈમ્યૂનિટી સિસ્ટમ અથવાતો રોગ પ્રતિકારક શકિતને મજબૂત બનાવનારુ આ ડ્રિન્ક છે ટોમેટો જૂસ કે ટામેટા જ્યુસ અથવાતો ટોમેટો સૂપ પણ કહે છે. ટામેટામાં વિટામિન સીનું પ્રમાણ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. વિટામિન સી આપણા શરીરમાં એન્ટી ઓક્સિડન્ટ તરીકે કામ કરે છે. અને, તેની એન્ટીઓકિસડન્ટ પ્રવૃત્તિને કારણે રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. એટલું જ નહીં, તમે કાચા ટમેટા અથવા તો તેના રસનું સેવન પણ તમારી રોગપ્રતિકારક શકિતને મજબૂત કરવામાં મદદ કરે છે. તો ચાલો, વધારે સમય ના વેડફતા તમને જણાવી દઈએ કે ટામેટાંમાંથી કઈ રીતે ઇમ્યુન બુસ્ટર જ્યુસ બનાવી શકાય છે.
આ રીતે ટામેટાનો જ્યુસ બનાવવો
જ્યુસ બનાવવા માટેની સામગ્રી
- ૧ કપ પાણી
- ૧ ચપટી મીઠું
- ૨ ટામેટાં
- ૪ નંગ કાળા મરી
- 3 – ૪ નંગ ફુદીનાના પાન
જ્યુસ બનાવવાની રીત
સૌ પહેલા તો ટામેટાંને ચોખા પાણીથી સારી રીતે ધોઈને સ્વસ્છ કરીલો ત્યાર બાદ એના નાના ટુકડાઓમાં કાપીને એને જ્યુસર જારમાં મૂકો. હવે જ્યુસરના જારમાં એક કપ પાણી, સ્વાદ અનુસાર મીઠું અને મેરિનો ભૂકો અને ફુદીનાના પાન નાખીને તેને 3 થી ૪ મિનિટ સુધી ક્રશ કરીલો. જેથી, રસ સારી રીતે બને. ત્યાર બાદ તેને ગ્લાસમાં કાઢીને ગાર્નિશ કરવા માટે ફુદિના ના પાન મુકિ શકો છો. હવે આપણો જ્યુસ તૈયાર છે. અને તમે એનુ સેવન કરી શકો છો.
મિત્રો, આ હતું આપણું ઇમ્યુન બસ્ટર ડ્રિન્ક જેના સેવન માત્ર થી તમને ચોમાસામાં થતી બીમારીઓ સામે લાSવામાં મદદ મળશે. જો તમને આ અમારી પોસ્ટ પસંદ આવી હોય તો તમારો અભિપ્રાય જરૂરથી આપશો.
આ પણ વાંચો…
- સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવાના છે આ 5 અદભુત ફાયદા
- કઈ રીતે ઊંડો શ્વાસ લેવાથી માત્ર 48 કલાકમાં શરીરને થાય છે આ 5 ફાયદાઓ
- છાતીમાં થતી બળતરા અને એસિડિટી ને જડમૂળમાંથી નાબૂદ કરવા માટેનો અસરકારક ઘરેલુ ઉપચાર
- તંદુરસ્ત અને નિરોગી જીવન જીવવા માટે આનો રોજ કરો ઉપયોગ 20 થી વધુ બીમારીઓ દૂર થશે